ઉકાળો – વાઇરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસ માટે ખાસ ઉકાળો…

ઉકાળો

મિત્રો હાલ માં કોરોના દરેક જગ્યા યે ફેલાઈ ગયો છે, પણ જો થોડી સાચવેતી રાખીશું, તો કોરો સામે લડીશું, તેના માટે આપણે માસ્ક પહેરવો જોઈએ, , બહાર નીકળીએ તો હાથ માં સેનીટાઇજર લગાવીને જવું જોઈએ, બહાર થી ઘરે આવો એટલી વાર હાથ ધોવા જોઇએ, ઘેર હોવ એટલી વાર ૧૨ second સુધી હાથ ધોવા નું રાખો. શરદી, ખાંસી હોય તો હાથ માં રૂમાલ રાખો, 1 મીટર નું અંતર રાખો. દેશી ઉપચાર ચાલુ રાખો, જ્યાં સુધી કોરોના ના જાય ત્યાં સુધી આ ઉકાળો રોજ પીવો, તમને રોગપ્રતિકારક શક્તિ સામે રક્ષણ આપશે. મીત્રો તમે આ રેસિપી આગળ બધા ને મોકલશો કોઈ ની જીંદગી બચાવશો. ઘેર રહો સલામત રહો.

સામગ્રી

  • પાણી ૩ગ્લાસ
  • ૧૦ તુલસી પાન
  • ૧૦ અડૂસી પાન મળે તો લેવાના નહિતર ચાલે
  • ૧ નાનો ટુકડો આદું
  • ૧૦ કાળા મરી
  • ૭ લવિંગ
  • તજ નાનો ટુકડો
  • હળદર એક ચમચી
  • ગોળ. જરૂર મુજબ
  • અજમો એક ચમચી
  • આદું નાનો ટુકડો

રીત:

સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તપેલી મૂકી પાણી મૂકવું.

પાણી માં , અડૂસી તુલસી, નાખો.

પછી તજ, લવિંગ,કાળા મરી, ખલ માં નાખી વાટીને અંદર નાખો.

ગેસ ધીમો જ રાખો. આદુ વાટી ને અંદર નાખો.

પછી તેમાં અજમો વાટીને નાખો.

હળદર નાખો, ગોળ નાખો, જરૂર મુજબ નાખો.

પછી પાણી એક કપ રહે એટલું બાળી દો. ગેસ બંદ કરી ઉકાળો ગાળી ને કપ માં કાઢો.

આ ઉકાળો ગરમ ગરમ પીવા નો હોય છે, સવાર માં વહેલા નાસ્તા કર્યા પહેલા મોટા હોય તો નાનો કપ પીવો. નાના બાળકો ને ૫ ચમચી પીવડાવો.

તીખો લાગે તો મદ, ગોળ વાપરી શકાય છે.

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *