ઉનાળામાં ઠંડા ઠંડા એસીમાં ઊંઘવું પસંદ છે? પણ જાણો છો કેટલી ઊંઘ હોવી જોઈએ…

ઉનાળા દરમિયાન સ્વાભાવિક રીતે જ આંખ સવારના સમયે વહેલી જ ખૂલી જાય છે. એક નોર્મલ વ્યક્તિની કુલ ઉંઘ 6થી 7 કલાકની હોવી જ જોઈએ. એક રીસર્ચ જણાવે છે કે કોઈપણ વ્યક્તિના નોર્મલ શરીર અથવા હેલ્ધી રહેવા ત્રણ વસ્તુઓ મહત્ત્વની છે. 1. સમતોલ આહાર 2. નિયમિત કસરત 3. નીયમીત ઉંઘમાટે જ, સીઝન ગમે તે હોય ઉનાળો, શિયાળો કે ચોમાસુ શરીરને જોઈતી ઉંઘ મળી રહેવી જોઈએ. પરંતુ વેકેશન દરમિયાન બાળકો અત્યારે આખી રાત જાગી મોડે સુધી ઉંઘ કરે છે અને તેને કારણે શરીરને નુકસાન થઈ શકે છે. મોડી સવારે અથવા બપોરે જાગવાથી દિવસ દરમિયાનનું ખાવા માટે બનાવેલું એક શીડ્યુલ ખોરવાઈ જાયછે. બાળકો સવારે મોડા જાગે માટે નાસ્તો, દૂધ, ફળ વિગેરે લીધા વગર જ ક્યાં તો સીધા જમી લે છે અથવા તો આચરકુચર ખાઈને પેટ ભરી લે છે.

રાત્રી દરમિયાન મોડે સુધી જાગવાથી ફરી મોડી રાત્રે ખોટી ભૂખ લાગી જાય છે અને આડેધડ ખાવામાં આવે છે. અને માટે જ અત્યારે બાળકોમાં વધુ પડતાં વજનનો વધારો જોવા મળતો હોય છે.ઉંઘનું પ્રમાણ અને ઉંઘનો સમય બંને મહત્ત્વના છે. તે જ પ્રમાણે ગૃહિણી જ્યારે વહેલી સવારે ઉઠી જતી હોય ત્યારે બપોરના સમયે 30 મીનીટથી 1 કલાક સુધીનો આરામ ચોક્કસ કરી શકે છે. વહેલા ઉઠ્યા પછી બપોરે થોડો સમય આરામ કરવાથી શરીર હેલ્ધી બને છે અને બપોરે સુવાથી વજન વધતુ નથી.

પૂરતી ઉંઘ શા માટે લેવી ?
પૂરતી ઉંઘ મેળવવાથી મગજની કાર્યશક્તિ વધે છે. ઉંઘ શરીરના હોર્મોન્સને બેલેન્સ કરે છે. હાર્ટને હેલ્ધી રાખે છે. જ્યારે જ્યારે વધુ પડતો ઉજાગરો થાય છે ત્યારે મગજ બરાબર કામ કરતું નથી. ઉંઘને મહત્ત્વ ન આપવાથી મગજના કોશોને નુકસાન થાય છે. ઓછી ઉંઘ ધરાવતી વ્યક્તિનો સ્વભાવ ચીડીયો થઈ જતો હોય છે. ઉપરાંત ઓછી ઉંઘને કારણે યાદશક્તિ ઓછી થઈ જાય છે.

ઓછી ઉંઘ આવતી હોય તો આટલું કરો.જો ઉંઘમાં પ્રોબ્લેમ હોય, ઉંઘવા માટે પ્રયત્ન કરવા છતાં ઉંઘ આવતી ન હોય તો તે માટે સાંજના સમયે કાર્બોદિત પદાર્થોવાળો ખોરાક જેમ કે બટાકા, ભાત, વિગેરે ખાવાથી ઉંઘ સારી આ જાય છે. પંરતુ મોડી રાત્રે વધુ પડતાં ભાત, ખીચડી ખાવાથી વજન વધી શકે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *