ઉનાળું સ્પેશિયલ ગ્રીન હવાઈન કુલર બનાવવાની પરફેક્ટ અને સરળ રીત

કેમ છો મિત્રો? ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઈ છે. દરરોજ ઠંડક મળે એવું કાંઈક પીવાનું મન થાય તો આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ ગ્રીન હવાઈન કુલર બનાવવાની સરળ રીત જોઈશું. ઉનાળા માં કઈક ઠંડુ પીવાની ઈચ્છા થાય છે. જેમ કે જ્યુસ છે,સોફ્ટ ડ્રીંક છે,અને બોડી ને હાઈબ્રેટ રાખવા માટે લીક્વીડ તો પીવું જરૂરી છે. તો ચાલો આજે એક ડ્રીંક બનાવી એ કે ઉનાળા માં પીવાની મજા આવે.ચાલો બનાવી લઈએ ગ્રીન હવાઈન કૂલર. જો તમે હજી પણ મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અહીંયા ક્લિક કરો અને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને સપોર્ટ કરો. આ રેસિપીનો વિડિઓ જોવાનું ચુકતા નહિ.


સામગ્રી

  • ખસ નું શરબત
  • લીંબુ નો રસ
  • પોલો મીન્ટ
  • ફુદીનો
  • સ્પ્રાઇટ

રીત

1- સૌથી પહેલા આપણે પોલો ને ક્રશ કરી લઈશું.આને તમે મિક્સર માં ક્રશ કરી લો.અથવા ખાયણી માં ખાંડી લો. અહીંયા આપણે ચાર પોલો લઈશું. હવે તેને ક્રશ કરી લઈશું.


2- હવે પોલો ક્રશ થઈ ગયું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે સરવિંગ ગ્લાસ લઈ લઈશું. હવે તેમાં ચાર થી પાંચ આઈસ ક્યૂબ નાખીશું.
3- હવે તેમાં ક્રશ પોલો એડ કરીશું. ક્રશ પોલો આમાં મીન્ટી ફ્લેવર્સ આપશે. જે તમને ઉનાળા માં પીવાની બહુ મજા આવશે.

4- હવે તેમાં આપણે ફુદીના ના પાન નાખીશું. હવે પાચ થી છ ફુદીના ના પાન ને હાથ થી તોડી ને તેમાં એડ કરીશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ફુદીનો, પોલો આ બધું મીન્ટી ફ્લેવર્સ આપે છે.જેથી આ ડ્રીંક ઉનાળા માં પીવાની મજા આવશે.

5- હવે બે ચમચી ખસ નું શરબત એડ કરીશું. હવે બે ચમચી લીંબુ નો રસ એડ કરીશું.આને હલાવવાનું નથી.હવે તેમાં આપણે ફુદીના નું દનતલ નાખીશું.

6- આને વારંવાર હલાવવાનું નથી. હવે તેમાં આપણે સ્પ્રાઇટ ઉમેરી શું. અને તરત જ સર્વ કરીશું. તો તૈયાર છે ગ્રીન હવાઈન કૂલર.આ ઉનાળા માં જરૂર થી બનાવજો પીજો અને પીવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *