ઉનાળું સ્પેશિયલ બુંદીનું રાયતું બનાવવાની સરળ રેસિપી…

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ બુંદી નું રાયતું બનાવવાની સરળ રેસિપી જોઈશું.રાયતા તો તમે ઘણા પ્રકાર ના બનાવતા હોવ છો તો બુંદી નું રાયતું પ્રચલિત અને ટેસ્ટી રાયતું છે.તો ચાલો ઝટપટ થી બનાવી લઈએ બુંદી નું રાયતું.

સામગ્રી:

  • દહીં
  • મોળી બુંદી
  • ચાટ મસાલો
  • સંચળ પાવડર
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • કાળા મરી નો પાવડર
  • શેકેલું જીરુ પાવડર

રીત

1- સૌથી પહેલા આપણે એક કપ બુંદી લઈ લઈશું તેને હુફાળા ગરમ પાણી માં પલાળી લઈશું.તેને લગભગ બે થી ત્રણ મિનિટ જ રહેવા દઈશું.વધારે નથી રહેવા દેવાની,હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે હવે તેને કાણા વારા વાડકા માં ગાળી લઈશું.

2- હવે એક નાનો વાડકો લઈ લઈશું. હવે તેને નિતારી લઈશું,અને તેને સાઈડ માં મૂકી દઈશું.બુંદી એકદમ સરસ કોરી થઈ જવી જોઈએ.હવે તેને સાઈડ માં રાખી દઈશું.રાયતું બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લઈશું.હવે તેમાં આપણે બે કપ દહીં લઈ લઈશું.

3- હવે આપણે દહીં ને હેન્ડ વિસ્કર થી ફેટી લઈશું.હવે દહીં માં બુંદી નાખી દઈશું.હવે તેને મિક્સ કરી લઈશું,બુંદી સરસ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં મસાલા કરી લઈશું.

4- તો તેમાં અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી મરી પાઉડર નાખીશું.ત્યારબાદ એક મોટી ચમચી શેકેલા જીરાનો પાઉડર નાખીશું.તેને થોડું ગાર્નિશ માટે રહેવા દઈશું.

5- હવે તેમાં અડધી નાની ચમચી સંચળ પાવડર નાખીશું.ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને બધું સરસ મિક્સ કરી લઈશું.તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે દહીં માં સરસ મસાલા મિક્સ થઈ ગયા છે,હવે તેમાં લીલા ધાણા નાખીશું.એક ચમચી જેટલા એડ કરીશું અને થોડા ગાર્નિશ માટે રહેવા દઈશું.હવે આને સરસ મિક્સ કરી લઈશું.

7- તો તૈયાર ચટપટુ બુંદી નું રાયતું આ એકદમ ઝડપ થી બની જાય છે.આ તમે બિરિયાની સાથે અથવા વઘારેલી ખીચડી સાથે અથવા પરોઠા સાથે પણ ખાઈ શકો છો.હવે એક બાઉલ માં સર્વે કરી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે બન્યું છે ને? એકદમ ઘટ્ટ.હવે તેને ગાર્નિશ કરી લઈશું.

8- પહેલા આપણે બુંદી ભભરાવી લઈશું.હવે થોડું લાલ મરચું ભભરાવી લઈશું. ત્યારબાદ બાકી રાખેલું શેકેલું જીરૂ ભભરાવી લઈશું.હવે લીલા ધાણા નાખીશું.તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતું બુંદી નું રાયતું.જેને તમે પરોઠા સાથે અથવા બિરિયાની સાથે ખાઈ શકો છો.તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *