ચાલો ઉપવાસના મહિના પત્યા હવે શું ? કેવી રીતે જમવાની શરૂઆત કરશો ?

ઉપવાસ દરમિયાન વ્યક્તિ પોતાના મનને મજબૂત કરી લે છે. ભગવાનના નામે થોડો હેલ્થનો પણ વિચાર કરી લઈએ છીએ. શ્રાવણ મહિના દરમિયાન ઘણા લોકો બહારના ખોરાકનો ત્યાગ કરી લે છે. જૈન ભાઈ બહેનો પણ ચોવિહાર કરી અને બહારનું ખાવાનું ત્યાગ કરી બાર મહિનાનું પુણ્ય કમાઈ અને સ્વાસ્થ્ય પણ મેળવી લે છે.

મર્યાદામાં રહીને કરવામાં આવતા ઉપરાંત સાચી રીતે કરવામાં આવતા દરેક ઉપવાસ શરીર માટે વધુ કે ઓછા અંશો ઉપયોગી છે અહીં પ્રશ્ન એ ઉદ્ભવ થાય છે કે ઉપવાસ દરમિયાન જે સ્વાસ્થ્ય સુધાર્યું અને મનને મજબૂત કર્યું તે ઉતરેલા વજનને વધાર્યા વગર ખોરાક શરૂ કેવી રીતે કરવો ?

પ્રોટીન જાળવો.ઉપવાસ પત્યા પછી શીરીરમાં પ્રોટીનની જરૂરત વધી પડે છે. વધુ પડતાં પ્રોટીનવાળો ખોરાક ઉપવાસ પત્યા પછી લેવો હિતાવહ રહે છે. ઉપવાસ પછી શરીરમાં ટીશ્યુઝ બનવાનું કામ ઝડપી બને છે. આ ટીશ્યુની રચના માટે

પ્રોટીન ખૂબ ઉપયોગી છે.

હમણા ઘણા લોકોએ ફક્ત પાણી જ લઈને અથવા ફ્રુટ જ્યુસ પર રહીને ઉપવાસ કર્યા હશે. એક દિવસ બિલકુલ ના ખાઈને બીજા દિવસે ટચોટચ પેટ ભરીને ખાવાનું થઈ જાય છે તેનાથી નુકસાન પણ થઈ શકે છે.

વધુ દૂધ પીવોઃ-દૂધમાં પ્રોટીનનું પ્રમાણ સારું આવેલું છે. 1 કપ દૂધમાં 8 ગ્રામ પ્રોટીન આવેલું છે માટે ઉપવાસ પત્યા પછી પણ મલાઈ વગરનું દૂધ દિવસમાં 2થી3 વખત વાપરી શકાય. તેમાંથી બનાવેલું પનીર, પનીરનું પાણી, દહીં વગેરે પચવામાં હલકા અને પોષણમાં સારા છે માટે ઉપવાસ પત્યા પછી શરૂઆતમાં પનીરનું પાણી (વ્હે પ્રેટીન) વાપરીને શરુ કરી શકાય છે.

કબજીયાત દૂર કરોઃ-

ઉપવાસ દરમિયાન કબજીયાત પણ વધુ થઈ જતો હોય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે. પેટમાં બળતરા વાયુ વિગેરે થાય છે. માટે જ વધુ પડતા મરી મસાલાવાળા ખોરાકથી દૂર રહી વારંવાર પાણી પીવું જરૂરી છે. વધુ ફાયબર્સવાળા ખોરાક એટલે સૂપ, સલાડ, શાકભાજીનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવો જોઈએ જેથી કરીને કબજીયાત દૂર થઈ રુટીન ચાલુ થઈ શકે.

પારણાઃ- પછી

પહેલો દિવસઃ-સવારની શરૂઆત એકદમ થોડા ફળના જ્યુસથી કરવી. દિવસ દરમિયાન ખૂબ પાણી પીવું. સાકરનું પાણી ઉપરાંત સૂંઠ, ગંઠોડાવાળુ દૂધ થોડા પ્રમાણમાં લેવું. ઘી, તેલનો ઉપયોગ કરવો નહીં.

બીજો દિવસઃ-સવારની શરૂઆત સાકરના પામીથી કરી શકાય. થોડા-2થી3 અજીરને દૂધમાં પલાળી વાપરી શકાય. દૂધી વગેરેનો રસ અથવા શાકભાજીનો સૂપ વાપરી શકાય. ઉપરાંત દૂધમાં રાંધેલા ઘઉના ફાગ, દૂધપૌઆ ઘઉની રાબ વગેરે વાપરી શકાય.

ત્રીજો દિવસસવારની શરૂઆત સાકરના પાણીથી કરવી આ દિવસે જમવામાં થોડા ભાત દહીં અથવા ઢીલી ખીચડી વાપરી શકાય. રોટલી દૂધ ભાખરી દૂધ ખાઈ શકાય.

ચોથો દિવસ

હવે તમે ધીમે ધીમે તમારા રોજના ખોરાક પર ચડી શકો છો.

પરંતુ તમારા પેટની કેપેસીટી અ શરીરની સ્થીતીને સમજી થોડું થોડું. ખાવું. ખોરાક ખૂબ ચાવીને ખાવો. દિવસમાં ચાર વખત ખૂબ ઓછી માત્રામાં ખાવું.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *