ઉપવાસમાં ફરાળ કેટલા ખાશો ?

શ્રાવણ મહિનામાં ઉપવાસ કરીને વજન ઉતારવાની પ્રથા જૂની પ્રણાલી છે. આપણને એમ થાય કે આમેય શ્રાવણમાં ઉપવાસ કરવાના જ છે તો એવા કરીએ કે વજન ઉતરી જ જાય.

આમા ઘણી વખત વજન ઉતરવાના બદલે વધી પણ જતું હોય છે, લગભઘ ઉપવાસ દરમિયાન બધા જ આખો દિવસ ભૂખ્યા રહીને રાત્રે ભોજન લેવાનું રાખતા હોય છે. જેના કારણે દિવસ દરમિયાન જે ભૂખ લાગે છે તેમાં નુકસાનકારક ખાવાનું શરૂ કરે છે. જેમ કે માવો, મીઠાઈ, બફવડા, ચેવડો વગેરે વસ્તુઓ ખાવાથી વજન વધવાનું જ છે તે હકીકત છે.
– જો ધાર્મીક રીતે ઉપવાસ કરવા હોય તો બને ત્યાં સુધી સવારના સમયે જ ભોજન લેવાનું રાખો.

– ભોજનમાં બને ત્યાં સુધી રોટલી, દાળ, શાક વિગેરે ખાવ. બને ત્યાં સુધી સવારના જમણમાં દાળ અથવા કઠોળ વાપરો.

– વધુ પડતા ફ્રૂટ ખાવાથી વજન ઉતરતુ નથી અને વધી પણ શકે છે. દિવસ દરમિયાન એક કેળુ અથવા એક કેરી અથવા 2 ચીકુ વાપરો.

– પછીનો સમય પપૈયુ, તરબૂચ, જાંબુ, પાઇનેપલ વિગેરે ફળ વાપરો.


– દૂધ, દહીં વિગેરે મલાઈ વગરના દૂધમાંથી બનાવેલા જ વાપરો.

– ડ્રાયફ્રૂટમાં કાજુ દ્રાક્ષનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરશો. બદામ પણ દિવસ દરમિયાન 5થી 6 નંગ લેવાની રાખો. અખરોટ દિવસના 3થી 4 નંગ લઈ શકાય. શીંગદાણા 15થી 20 નંગ ગણીને વપરાય. વધુ પડતાં શીંગદાણામાં વજન વધશે.

– દિવસ દરમિયાન ગમે તેટલી ભૂખ લાગે ફ્રૂટ જ્યુસ લેવાનું રાખજો. ફળોના રસ લેવા કરતાં ફળ સમારીને લેવા વધુ હિતાવહ છે.

– વધુ પડતાં બટાકાનો વપરાશ કરવાથી વજન વધી શકે છે. ફરાળ માટે દિવસમાં એક વખત બાફેલા મીડીયમ સાઇઝના એકાદ બટાકાનો ઉપયોગ કરી શકો છો.

– તળેલા બટાકા એટલે ચીપ્સ, કાત્રી, વેફર્સ લેવાથી વજન વધશે, માટે બાફેલુ બટાટુ દહીં સાથે વાપરી શકાય છે.

– બને ત્યાં સુધી ઓછા તેલમાં બનાવેલા ફરાળ વાપરવાનું રાખો જેમ કે ઓછા તેલમાં બનાવેલો મોરૈયો, સાબુદાણાની ખીચડી, રાજગરાની રોટલી વિગેરે વાપરી શકાય છે. ફરાળ કરવાનો ફાયદો એટલો કે થોડું ઓછા તેલમાં ખાઈ લેવાથી તળેલી વસ્તુઓ અને મીઠાઈથી દૂર રહી શકાય છે અને વજન વધતું નથી.

– ફરાળમાં બને ત્યાં સુધી તળેલા અને ગળ્યા ખોરાકને બદલે શેકેલા અને મલાઈ વગરના દૂધમાંથી બનાવેલો ખોરાક પસંદ કરો.

કેલેરી કોષ્ટક

રેગ્યુલર દૂધમાંથી બનાવેલી માવાની મીઠાઈ 100 ગ્રામ/600 કેલેરી

મલાઈ વગરના દૂધમાંથી બનાવેલી દૂધની ખીરઃ 150 કેલેરી

સાબુદાણાની ટીક્કી તળેલી 2 નંગઃ 300 કેલેરી

સાબુદાણાની ટીક્કી શેકેલી 2 નંગઃ 150 કેલેરી

રાજગરાની ભાખી-તળેલીઃ 2 નંગ 300 કેલેરી

રાજગરાની શેકેલી ભાખરી 2 નંગઃ 100 કેલેરી

બટાકાની ચીપ્સ તળેલીઃ 100 ગ્રામ/400 કેલેરી

બટાકાની ચીપ્સ શેકેલીઃ 100 ગ્રામ/120 કેલેરી

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *