હેલ્ધી ઉપમા – થોડી ટીપ્સ ફોલો કરીને ઉપમા બનાવવાથી ઉપમા ખૂબજ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને છે.

હેલ્ધી ઉપમા :

સોજી કે રવા માંથી બનતી અનેક વાનગીઓ આપણે બનાવતા હોઇએ છીએ. જેવાકે સોજીના ઢોકળા, ઇડલી, ઇદડા, નમકીન તેમજ તેમાં વેરિયેશન લાવીને બીજી અનેક ફરસાણ જેવી વાનગીઓ હવે બને છે, તેમજ અમૃતપાક, શીરો, જાંબુ, કેક રસ મલાઈ વગેરે જેવી ખૂબજ સરસ સ્વીટ પણ બનાવવામાં આવે છે. માર્કેટમાં મળતી આ બધી સોજીમાંથી બનતી વેરાયટીઝ હવે ગૃહિણીઓ ઘરે પણ ખૂબજ સ્વાદિષ્ટ બનાવે છે.

અહીં હું આપ સૌ માટે ઉપમાની એકદમ સિમ્પલ રેસિપિ આપી રહી છું. ઉપમા બનાવવી એકદમ સરળ તેમજ ઝડપી છતાં પણ ખૂબજ હેલ્ધી વાનગી છે. આમતો એ સાઉથ ઇંડીયન શાકાહરી નાસ્તો છે, છતાં પણ હવે મોસ્ટલી બધે જ નાસ્તા તરીકે લેવામાં આવે છે. ઘણી જગ્યાએ સ્ટ્રીટ ફુડ તરીકે પણ મળતી હોય છે. તે સામાન્ય રીતે કોકોનટ ચટણી અને સાદા લીંબુ કે તેના અથાણા સાથે સર્વ કરવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે.

સાઉથઇંડિયન રેસ્ટોરંટ ઉપરાંત મહારાષ્ટ્રના દરેક રેસ્ટોરંટ્માં પણ કોઇ પણ સરળતાથી સવાર કે સાંજના નાસ્તા માટે ઉપમા મેળવી શકે છે. કેમકે સામાન્ય લાગતી ઉપમા માત્ર સ્વાદિષ્ટ જ નહી પણ હેલ્ધી નાસ્તા માટેનો એક બેસ્ટ વિકલ્પ છે. સોજીમાંથી બનાવવામાં આવતી હોવાથી ઉપમા સંતોષકારક કરેલા ભોજન જેવો અહેસાસ કરાવે છે. ચા અને કોફી સાથે પણ લઈ શકાય છે.

થોડી ટીપ્સ ફોલો કરીને ઉપમા બનાવવાથી ઉપમા ખૂબજ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને છે.

*ઉપમા બનાવતા પહેલા સોજી કે રવાને પ્રથમ કલર ચેંજ ના થાય એ રીતે સહેજ ડ્રાય રોસ્ટ કરી લેવો.

*વઘાર કર્યા પછી તેમાં પાણી ઉમેરી ઉકળવા દેવું ત્યારબાદ સોજી-રવો તેમાં ઉમેરવો.

અથવા * વઘારા કર્યા પછી સોજી – રવો તેમાં ઉમેરી મિક્ષ કરી, ત્યારબાદ તેમાં ઠંડું કે નોર્મલ પાણી ના ઉમેરતા તેમાં બોઇલ કરેલું પાણી જ ઉમેરવું જેથી લમ્સ ફ્રી ઉપમા બનશે.

તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ટેસ્ટી – હેલ્ધી ઉપમા બનાવજો.

હેલ્ધી ઉપમા બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ સોજી- રવો
  • 3.25 કપ ( સવા ત્રણ કપ ઉકળતું પાણી )
  • 1 ટેબલ સ્પુન ઘી
  • 1 ટી સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન આખું જીરું
  • ¾ ટી સ્પુન રાય
  • 1 સુકુ લાલ મરચું વઘાર માટે
  • 1 ટેબલ સ્પુન ચણાની દાળ
  • 1 ટેબલ સ્પુન અડદની દાળ
  • 1 નંગ બારીક કાપેલું લીલું મરચું + 1 લીલુ મરચું લાંબા પીસમાં કાપેલું( વઘારામાટે )
  • 1 ઇંચ આદુ – બરીક સમારેલું
  • 1 ઓનિયન બારીક સમારેલી
  • 3 ટેબલસ્પુન કાજુના ટુકડા
  • 10-12 કરી લીવ્સ
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • 1 ટી સ્પુન સુગર
  • 1 ટેબલસ્પુન ઘી ( ઉપમમા ઉમેરવા માટે )
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • 1 ટેબલ સ્પુન કોથમરી
  • 2-3 ફ્રાય કરેલા કાજુ ( ગાર્નિશિંગ માટે )

હેલ્ધી ઉપમા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ સોજી – રવો સ્લો ફ્લૈમ પર, તેનો ક્લર ચેંજ ના થાય તે રીતે ડ્રાય રોસ્ટ કરી લ્યો.

ત્યારબાદ એક પેનમાં 1 ટેબલ સ્પુન ઘી અને 1 ટી સ્પુન ઓઇલ મૂકી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. વઘાર જેવું ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન આખું જીરું અને ¾ ટી સ્પુન રાય ઉમેરી તતડવા દ્યો.

ત્યારબાદ તેમાં 1 નંગ બારીક કાપેલું લીલું મરચું + 1 લીલુ મરચું લાંબા પીસમાં કાપેલું અને 10-12 કરી લીવ્સ ઉમેરી જરા સંતળાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન ચણાની દાળ, 1 ટેબલ સ્પુન અડદની દાળ ઉમેરી મિક્ષ કરી, ગુલાબી થાય ત્યાંસુધી સાંતળો.

હવે તેમાં પિચ હિંગ ઉમેરી તેમાં 1 ઓનિયન બારીક સમારેલી ઉમેરો, થોડી ટ્રાંસપરંટ થયેલી દેખાવા લાગે એટલે તેમાં 3 ટેબલસ્પુન કાજુના ટુકડા ઉમેરી મિક્ષ કરો. કાજુના ટુકડા સંતળાઇને પિંક કલરના થાય અને ઓનિયન બરાબર કૂક થઇ જાય એટલે તેમાં શેકેલો સોજી-રવો ઉમેરો.

બધું મિક્ષ કરો. હવે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને 1 ટી સ્પુન સુગર ઉમેરી ફરી મિક્ષ કરો.

( તમે પહેલા પાણી ઉમેરીને તેને ઉકાળ્યા બાદ સોજી ઉમેરી શકો અથવા પહેલા સોજી ઉમેરી મિક્ષ કરી ત્યારબાદ ઉકાળેલું પાણી ઉમેરી શકો છો. મેં અહીં પ્રથમ સોજી ઉમેરીને ત્યારબાદ ઉકળતું પાણી સોજીમાં ઉમેર્યું છે).

સોજીને વઘારમાં મિક્ષ કરી, તેમાં હવે સાડાત્રણ કપ ઉકળતું પાણી ઉમેરો. લમ્સ ના રહે એ રીતે બરાબર મિક્સ કરી લ્યો.

હવે મિડિયમ સ્લો ફ્લૈમ પર રાખી ઉપમા હલાવતા રહો. તેમાં 1 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરો.

થોડીવારમાં ઉમેરેલું પાણી સોજીમાં એબસોર્બ થતું દેખાશે.

હવે તેમાં 1 ટેબલસ્પુન ઘી ઉમેરી મિક્ષ કરો. સતત હલાવતા રહો.

ઉપમા પેનની સાઇડ્સ અને બોટમ છોડવા લાગે એટલે ત્યાં સુધી કૂક કરો.

હવે ફ્લૈમ બંધ કરી 3-4 મિનિટ ઢાંકી રાખો. ત્યારબાદ ઉપમા સ્પુનથી હલાવી જરા છુટ્ટી કરી લ્યો. હવે તેમાં 1 ટેબલ સ્પુન કોથમરી ઉમેરો.

ત્યારબાદ એક બાઉલ ઘીથી ગ્રીસ કરી તેમાં ઉપમા ભરી પ્લેટ્માં અનમોલ્ડ કરો. વઘારનું લાલ મરચું અને ફ્રાય કરલા કાજુ, મરચાની રીંગ્સ, કોથમરી અને ઓનિયન ના થોદા પીસથી ગાર્નિશ કરો.

ખૂબજ ઇઝી, ક્વીક, ટેસ્ટી અને હેલ્ધી ઉપમા સર્વ કરવા માટે રેડી છે. બાળકો અને વડીલોને આ ઉપમા બહુ ભાવશે અને ફાવશે, તો તમે પણ મારી ઉપમાની આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *