ઉપવાસ સ્પેશિયલ બટાટા પુરી સાથે સ્વાદિષ્ટ ડીપ, હવે ઉપવાસમાં એકની એક સાબુદાણાની ખીચડી અને સુકીભાજી નહિ ખાવી પડે…

હેલો ફ્રેન્ડઝ,

હમણાં તહેવાર અને ઉપવાસ કરવાનું શરુ થશે ત્યારે તમારા ઉપવાસના મેનુમાં સામેલ કરો આ વાનગીઓ. જે લોકો ઉપવાસ કે એકટાણા કરતા હોય તેમના માટે આ આજ હું લાવી છું એક મહારાષ્ટ્રની ફૈમસ ઉપવાસ ની સ્વાદિષ્ટ અને ચટપટી રેસીપી, જે નુ નામ છે બટાટાપુરી અને સાથે જ એક સ્વાદિષ્ટ બટાટા નુ ડીપ.

સામગ્રી —


* બટાટા પુરી માટે *

* 750 ગ્રામ બટેટા [500 + 250 ડીપ માટે ]

* 1cup આરાલોટ

* 1/2 કપ પલાળેલા સાબુદાણા

* 1/2 કપ શેકેલી સિંગદાણા નો અધકચરો ભૂકો

* 1 ટીસ્પૂન લીલા મરચા અને આદુ પેસ્ટ

* 1 ટીસ્પૂન જીરૂ

*બારીક સમારેલી કોથમીર

સ્વાદનુસાર સિંધવ મીઠું અથવા રેગ્યુલર મીઠું

* તળવા માટે તેલ

* બટાટા ડીપ માટે ની સામગ્રી —

* 250 ગ્રામ બટેટા

* 1/2 કપ તાજુ દહીં

* 2-3 ટેબલસ્પૂન સિંગદાણા નો અધકચરો ભૂકો

* 11/2 ટેબલસ્પૂન આદુ મરચા પેસ્ટ

* 8-10 મીઠા લીમડાના પાન

* 1 ટીપી જીરૂ

* 1tbsp ખાંડ

* સ્વાદ અનુસાર સિંધવ મીઠું અથવા રેગ્યુલર મીઠુ

* સમારેલી કોથમીર

* 2 ટેબલસ્પૂન તેલ

* રીત —


1–સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને પ્રેશરકુકર મા બાફી લો ,ઠંડા પડે એટલે છાલ ઉતારી ને તેને ખમણી ને તેનો માવો તૈયાર કરી લો. ત્યારબાદ તેમા ઉપર જણાવ્યા તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી લો


2– હવે તેને હળવા હાથે મિક્સ કરી ને બટાટા પુરી નુ મિશ્રણ તૈયાર કરી લો. મિશ્રણ ઢીલું લાગે તો તેમા થોડો આરારૂટ ભેળવવો.


3– ત્યાર બાદ બંને હાથમાં થોડુ તેલ લગાવીને તૈયાર કરેલા મિશ્રણ માથી અડધા ઈચ જેટલી જાડી પુરી હાથ થી દબાવી ને રેડી કરી લો.


4–એક થાળી મા થોડુ આરારૂટ લઇ ને તેમા તૈયાર કરેલી બધી બટાટા પુરી ને રગદોળી લો.


5–ત્યાર બાદ એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો અને તે ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી બટાટા પુરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે તમારી ગરમા ગરમ બટાટા પુરી તેને બટાટા માથી જ બનતા એક સ્વાદિષ્ટ ડીપ સાથે પીરસી દો.
નોંધ –જો તમે જૈન હો તો તમે બટાટા ની બદલે કાચા કેળા નો ઉપયોગ કરી શકો છો, બાકી સામગ્રી યથાવત રહેશે.

*તળેલુ ના ખાતા હોય તો તે લોકો શેલો ફ્રાય પણ કરી શકો છો.

*બટાટા નુ ડીપ બનાવવા ની રીત —


1–સૌ પ્રથમ એક કડાઈમાં માં થોડું તેલ ગરમ કરીને તેમાં જીરૂ, લીમડા ના પાન આદુ મરચા ની પેસ્ટ નાખો.


2–ત્યાર બાદ તેમાં બાફેલા બટાટા નો માવો અને સિંગદાણા નો ભૂકો નાંખી ને મિક્સ કરી લો.


3– બટાટા ને સિંગદાણા નો ભૂકો તેલ મા સાંતળી તેમા મીઠું અને ખાંડ નાખીને તેમા 2કપ જેટલુ પાણી નાંખીને તેને બરાબર મિક્સ કરીને ને ઉકાળવુ.


4– હવે તે એકરસ થઈ જાય એટલે તેમા 1/2કપ તાજુ દહીં નાખીને તેને બરાબર મિક્સ કરી લો 2મીનીટ પછી ગેસ બંધ કરી દો અને કોથમીર નાખી ને મિકસ કરી લો.


તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ બટાટા ડીપ, આ ડીપ તમે બટાટા પુરી, સાબુદાણા વડા, ફરાળી પેટીસ જેવી ફરાળી વાનગી વગેરે સાથે તમે ખાઈ શકો છો.

*ધ્યાનમાં રાખવા ની બાબત —

*ડીપ ને તમારી પસંદગી મુજબ ઘટૃ કે પાતળુ કરી શકો છો.

આ ડીપ બનાવવા માટે બટાટા ને બદલે તમે કાચા કેળા ને બાફી ને તેનો ઉપયોગ કરી શકો છો.

તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ બટાટા પુરી અને બટાટા નુ ડીપ, અને એન્જોય કરો આ ઉપવાસ ની ડીશ અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી.


રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *