વડાપાંવ – બાળકોને મુંબઈ સ્પેશિયલ વડાપાંવ ઘરે જ બનાવી આપો, સાથે ચટણી તો ખરી જ…

આજે આપણે એકદમ ટેસ્ટી મુંબઈ સ્ટાઇલ વડપાવ.એકદમ ચટાકેદાર વડાપાવ ની રેસિપી જોઈશું.ખૂબ જ ફેમસ છે આ દરેક લોકો ને પસંદ હોઈ છે.તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • બાફેલા બટાકા
  • લસણ
  • લીલા મરચાં
  • આદુ
  • આમચૂર પાવડર
  • સંચળ
  • રાઈ, જીરું
  • મીઠું
  • હળદર
  • સૂકા કોપરા
  • સૂકા મેથીના દાણા
  • હીંગ
  • મીઠા લીમડાના પાન
  • સીંગદાણા
  • લીંબુનો રસ
  • ગરમ મસાલો
  • લાલ મરચું
  • કોથમીર
  • તલ
  • ખાવાનો સોડા
  • સૂકા લાલ મરચા

રીત

1- સૌથી પહેલા એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકીશું.તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરુ નાખી દો.અને પા ચમચી હિંગ નાખીશું.ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું.ત્યારબાદ બે લીલા મરચા નાખીશું.

2- હવે મીઠા લીમડાના પાન નાખીશું.અને અડધી ચમચી જેટલું આદુ નાખીશું.હવે આ બધી વસ્તુ ને ધીમા ગેસ પર સાંતળી લઈશું.ત્યારબાદ તેમાં ત્રણ બાફેલા બટાકા નાખીશું.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખીશું.અને અડધા લીંબુનો રસ નાખીશું.

3- હવે તેમાં સમારેલી કોથમીર નાખીશું. બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું.હવે ગેસ બંધ કરી દઈશું.હવે બેટર તૈયાર કરી લઈશું.તો એક કપ બેસન લઈશું.અડધી ચમચી કરતા ઓછી હળદર લેવાની છે.અને અડધી ચમચી મીઠું નાખીશું.અને એક ચપટી ખાવા નો સોડા નાખીશું.હવે તેમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરતા જઈશું.

4- આપણે બેટર માં જેમ જરૂર પડે તે રીતે જ એડ કરવાનું.અને જો એવું લાગે કે ઢીલું ખીરું થઈ ગયું છે. તો એક ચમચી બેસન એડ કરી દઈશું.હવે જે વડા નું મિક્સર હતું તે ઠંડુ થઇ ગયું છે.તેમાંથી વડા બનાવી લો.

5- હવે આ રીતે બોલ્સ બનાવી લીધા છે.હવે તેલ ને ગરમ કરવા મૂકી દઈશું.તેલ ગરમ થાય એટલે જે વડા બનાવ્યા છે. તેને બેસન માં કોટ કરી લેવાનું છે.હવે તેલ ગરમ થઇ ગયું છે.તો તેમાં વડા તળી લઈશું.તેને તેલ માં મૂકતું જવાનું છે.અને તેને એકદમ હળવા હાથે હલાવી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે વડા ગોલ્ડન કલર ના થઈ ગયા છે.

6- હવે તેને કાઢી લઈશું. બાકીના બધા વડા ફ્રાય કરી લઈશું. હવે લીલા મરચા ને પણ તળી લઈશું. હવે જે વડાપાઉં ડ્રાય લસણની ચટણી બનાવવામાં આવે છે તેની રેસિપી જોઈશું. સૌથી પહેલાં એક પેન કે કડાઈમાં ૧/૪કપ લસણ નાખીશું. અને સાત થી આઠ સૂકા લાલ મરચા નાખીશું. બન્ને વસ્તુ ને ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈશું.

7- હવે તેમાં ૧/૪કપ સીંગદાણા નાખીશું.ત્યારબાદ ૧/૪ કપ સૂકા કોપરા નાખીશું.હવે બે ચમચી તલ નાખીશું.હવે એક ચમચી મેથી ના દાણા નાખીશું.બધી વસ્તુ ને ધીમા તાપે રોસ્ટ કરી લઈશું.હવે એક ડીશ માં ઠંડુ કરી લઈશું. ઠંડુ થાય એટલે મિક્સરમાં લઈ લઈશું. 2 ચમચી લાલ મરચું પાઉડર નાખી શું. અડધી ચમચી મીઠું નાખી શું. અડધી ચમચી સંચળ પાવડર નાખી શું. ત્યારબાદ એક ચમચી આમચૂર પાવડર નાખી શું. હવે આ બધી વસ્તુને મીક્ષરમાં પીસી લઈશું.

8- હવે તૈયાર થઈ ગઈ છે લસણની સૂકી ચટણી. હવે પાઉં ને વચ્ચેથી કટ કરી લઈશું. હવે તેની પર ગ્રીન ચટણી લગાવી દઈશું. હવે ડ્રાય લસણની ચટણી મૂકી દઈશું. ત્યારબાદ વડુ મુકી પ્રેસ કરી લઈશું. હવે આપણો વડાપાવ તૈયાર થઈ ગયો છે. તો તમે પણ ઘરે આરીતે ચટાકેદાર ટેસ્ટી એવા મુંબઈ સ્ટાઇલ વડાપાઉં ચોક્કસથી બનાવો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *