વધેલી રોટલી ની ટીક્કી – હવે રોટલી વધે તો આ ટિક્કી બનાવી આપજો ઘરમાં બધાને પસંદ આવશે..

lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની ટીક્કી ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી….

ટીકકી બનાવવા માટે :

  • – 5 નંગ વધેલી રોટલી
  • – 1 નંગ છીણેલું કેપ્સિકમ
  • – 1 નંગ ડુંગળી છીણેલું
  • – 50 ગ્રામ કોથમીર
  • – સ્વાદ મુજબ આદુ
  • – 2 લીલા મરચા ઝીણા સમારેલા અથવા પેસ્ટ
  • – સ્વાદ મુજબ મીઠુ
  • – પા ચમચી આમચૂર પાવડર
  • – પા ચમચી ગરમ મસાલો
  • – 1 ચમચી કોર્ન ફ્લોર

– અન્ય સામગ્રીમાં*

  • શેકવા માટે તેલ જરૂર મુજબ અથવા ઘી

ચટણી*

  • – ટમેટો સોસ
  • – ખાટી મીઠી ચટણી

રીત

1.સૌપ્રથમ વધેલી રોટલીના કટકા કરી તેને મિક્સરમાં ક્રશ કરીને ભૂકો કરી લો. ત્યારબાદ એક કથરોટમાં રોટલી નો ભૂકો1 નંગ છીણેલું કેપ્સિકમ ,1 નંગ ડુંગળી છીણેલું ખમણ મૂકો.

2..પછી કથરોટમાં લીલા મરચા આદુ કટકા કરી ઉમેરો. ત્યારબાદ તેમાં આમચૂર પાવડર સ્વાદ મુજબ મીઠુ,પા ચમચી ગરમ મસાલો ઉમેરો.

3.પછી મિશ્રણમાં કોનફલોર એડ કરો. પછી માવામાં કોથમીરની એડ કરો. ત્યારબાદ મિશ્રણમાંથી મનપસંદ આકાર આપી દો. અને ગોળ આકાર આપ્યો છે.   પછી તવા પર તેલ ગરમ કરવા મુકો. અને તેને ધીમા ગેસ પર બદામી રંગનો શેકી લો. તો તૈયાર છે આપણી ટીક્કી.અને ગરમ ગરમ સર્વ કરો …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *