વધેલા કેસર પેંડા ના હોય તો કેસર પેંડા લાવીને પણ આ આઈસ ક્રીમ એકવાર જરૂર બનાવજો…

આઈસ્ક્રીમ મને તો કોઈ પણ ઋતુ હોય , બહુ જ ભાવે . તમને પણ ભાવતો જ હશે. .. એ પણ ઘરે કેસર પેંડા વધ્યાં હતાં તો એનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવ્યું છે .તો આજે વધેલાં કેસર પેંડા માંથી ઘરે ચોક્કસ થી બનાવજો .

પહેલા ના જમાના માં દૂધ ને ઉકાળી ઉકાળી એનો આઈસ્ક્રીમ બનાવા માં આવતો. મને હજુ એ આઈસ્ક્રીમ નો સ્વાદ વધારે ભાવે. એમાંય જ્યારે એમાં માવો ભળે તો પૂછવું જ શુ.. આ રેસિપિ માં મેં ઘરે હાજર પેંડા ઉમેર્યા છે , માવા ના બદલે. ઘણી વાર પેંડા ખાવા ના ભાવે પણ એનો આઈસ્ક્રીમ તો ભાવે જ ને.. ચાલો બનાવીએ.

સામગ્રી :

• 1 lt દૂધ

• 1/2 વાડકો ખાંડ

• ફેંટેલી મલાઈ

• 1/2 વાડકો બદામ

• 8 થી 10 કેસર પેંડા

રીત :

સ્ટેપ :1

સૌ પ્રથમ પેંડા ને લઇ તેના નાનાં – નાના ટુકડા કરી લ્યો .

સ્ટેપ :2

હવે ,એક મિક્સર જાર માં કેસર પેંડા , મલાઈ ખાંડ અને દૂધ લઇ ચર્ન કરી .મીડીયમ બેટટર રાખવું .જરૂર લાગે તો દૂધ ઉમેરવું .

સ્ટેપ :3

આ બેટર ને એર ટાઈટ ડબા માં કાઢી તેની ઉપર બદામ ની કતરણ લગાવી. આ ડબા ને ફ્રિઝર માં 5-6 કલાક માટે સેટ કરવાં મુકવું .સેટ થઈ જાય પછી કપ માં કાઢી સર્વ કરવું …

નોંધ :

– આ તૈયાર કરેલાં બેટર ને તમે કુલ્ફી ના મોઉલ્ડ માં ઉમેરી કુલ્ફી પણ બનાવી શકો છો .

– જો તમારી પાસે પેંડા ઓછાં હોય તો થોડો માવો પણ લઇ શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *