વઘારેલી ઈડલી – તમે ઈડલી બનાવીને પણ આ વાનગી બનાવશો, શીખો સવારના નાસ્તામાં કે પછી જયારે ચટપટું ખાવાનું મન થાય બનાવો.

શું તમે વધેલી ઈડલી વધારો છો ???

ઈડલી ઢોસા બધાના ઘરે લગભગ ખવાતા જ હોય , તો ચાલો આજે આપણે બનાવીએ નવીન વાનગી જે નવું પણ લાગશે અને સ્વાદિષ્ટ પણ. આ વાનગી આપ વધેલી ઈડલીમાંથી પણ બનાવી શકો છો. તો તાજી ઈડલીમાંથી બનવા ઇચ્છતા હો તો ઈડલી અગાઉથી બનાવી લેવી. આમ તો વધેલી ઈડલી માંથી ઘણી રીતે બનાવી શકીયે છે .પણ આજે હું તમને સાઉથ ની રીતે વઘારેલી ઈડલી શીખવીશ .આ ઈડલી તમે સવાર ના નાસ્તા માં તમે લઇ શકો છો .

સામગ્રી :

– 1/2 ચમચી રાય

– 7-8 ઈડલી

– 3-4 લીમડાં ના પાન

– 1 નંગ મરચું

– 1ચમચી સંભાર પાવડર

– 1/2 ચમચી હળદર

– 1/2 ચમચી મીઠું

– 1 ચમચી મરચું પાવડર

– 2 ચમચી તેલ

– 1/2 ચમચી અડદ ની દાળ

– 1 નંગ સુકું મરચું

રીત :

સ્ટેપ :1


એક પેન માં તેલ લઇ ગરમ થાય એટલે લાલ સૂકું મરચું , લીમડાં ના પાન ,લીલું મરચું ,અડદ દાળ ,રાય ઉમેરી તતડે એટલે તેમાં ઈડલી ના ચોરસ કટકા કરેલાં ઉમેરવાં …

સ્ટેપ :2


હવે ,આ ઈડલી ના કટકાં માં હળદર ,સંભાર પાવડર , લાલ મરચું ,મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું .ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરી ગેસ બંધ કરી કોથમીર થી સજાવું ..

નોંધ :

આ ઈડલી ને તમે તળી ને પણ લઇ શકો છો અને તમે વઘાર માં જીણી સમારેલી ડુંગળી પણ લઇ શકો છો ..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *