એક સિક્રેટ સામગ્રીથી ઢાબા સ્ટાઇલ કાઠીયાવાડી વઘારેલી ખીચડી બનાવવાની રીત

આજે આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરી ને ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી વધારેલી ખીચડી બનાવવાની રીત જોઈશું.આને તમે છાસ અથાણા સાથે ખાઈ શકો છો કે કઢી સાથે પણ ખાઈ શકો છો.આ એકવાર બનાવશો તો વારંવાર બનાવશો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ચોખા
  • ફાડા
  • મગ નો છોડાવાળી દાળ
  • ઘી
  • જીરું
  • બટાકા
  • વટાણા
  • ગાજર
  • મીઠું
  • હળદર
  • સૂકું લાલ મરચું
  • મીઠા લીમડાના પાન
  • હીંગ
  • ડુંગળી
  • ટામેટા
  • લીલા મરચા
  • આદુ અને લસણ ની પેસ્ટ
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • ગરમ મસાલો
  • લીંબુ નો રસ
  • લીલી ડુંગળી
  • લીલું લસણ

રીત


1- સૌથી પહેલા આપણે અડધો કપ ચોખા લઈ લઈશું.હવે તેની સામે પા કપ મગ ની છોડાવાળી દાળ લઈશું.હવે તેની સાથે ફાડા લઈશું.હવે ત્રણેય ને બે કે ત્રણ પાણી થી ધોઈ લઈશું.અને અડધો કલાક પલાળી રાખીશું.

2- હવે આપણે ગેસ પર કૂકર મૂકી દઈશું.તેમાં આપણે એક મોટી ચમચી ઘી નાખીશું ઘી નો વઘાર ખીચડી માં ખૂબ જ સરસ લાગે છે હવે તેમાં અડધી નાની ચમચી જીરૂ નાખીશું. હવે એક બટાકા ને ઝીણો સમારી લીધો છે તેને એડ કરીશું.

3- હવે આપણે પા કપ વટાણા નાખીશું. ત્યારબાદ પા કપ ગાજર નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું,હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું,હવે અડધી નાની ચમચી હળદર નાખીશું,હવે બધું મિક્સ કરી લઈશું,હવે જે ચોખા પલાળી ને રાખ્યા હતા તે એડ કરીશું.

4- હવે જે દાળ ને પલાળી ને રાખી હતી તે એડ કરીશું.હવે જે ફાડા પલાળી ને રાખ્યા હતા તે એડ કરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં ત્રણ કપ પાણી એડ કરીશું. પાણી આપણે વધારે થોડું એડ કરીશું ખીચડી આપણે ઢીલી બનાવવાની છે.

5- હવે કૂકર નું ઢાંકણ બંધ કરી ને મીડીયમ ગેસ પર મૂકી દઈશું.ત્રણ જ સિટી માં દાળ અને ચોખા કુક થઈ જશે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે.હવે આપણે ખીચડી ને વઘાર કરી લઈશું.


6-હવે એક કડાઈ લઈ લઈશું તેમાં એક મોટી ચમચી ઘી નાખીશું.ઘી નો વઘાર આ ખીચડી માં ખૂબ જ સરસ લાગે છે હવે ઘી ને ગરમ થવા દઈશું.ઘી ગરમ થાય એટલે એક નાની ચમચી જીરૂ નાખીશું.ત્યારબાદ બે લાલ મરચા નાખીશું.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું અને ચપટી હીંગ નાખીશું.

7- હવે એક નાની ડુંગળી ઝીણી સમારી ને એડ કરીશું.હવે આ ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું હવે બે ઝીણા સમારેલા લીલાં મરચાં નાખીશું. અને આદુ લસણ ની પેસ્ટ નાખીશું, જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો.હવે એક મોટું ટામેટું ઝીણા સમારેલા એડ કરીશું.

8- હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ એક મોટી ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું. હવે અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું.અને ગ્રેવી અને પાણી ના ભાગ નું મીઠું નાખીશું.

9- તમે વીડિયોમાં જોઇ શકો છો કે ટામેટા અને મસાલા બધું સરસ સંતળાય ગયા છે.હવે તેમાં એક ગ્લાસ પાણી નાખીશું.હવે એક ઉભરો આવે ત્યાં સુધી તેને હલાવતા રહીશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ ઉકળી ગયું છે.

10- હવે આપણે બનાવેલી ખીચડી નાખીશું.આજે આપણે ત્રણ વ્યક્તિ ને થાય એટલી ખીચડી બનાવી છે.તમને આ સ્ટેજ પર એવું લાગે કે પાણી ઓછું છે તો તમે એડ કરી શકો છો.હજુ આપણે ખીચડી ને ઉકળવા દઈશું એટલે થોડી ઘટ્ટ થશે.હજુ ઠંડી થશે એટલે વધારે ઘટ્ટ થશે.હજુ આપણે તેને સેજ વાર ઉકળવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી ખીચડી સરસ ઉકળવા લાગી છે અને એકદમ સરસ બની છે હવે તેમાં આપણે અડધા લીંબુ નો રસ નાખીશું.

11- હવે તેમાં આપણે લીલી ડુંગળી સમારી ને લીધી છે તે એડ કરીશું.ત્યારબાદ લીલું લસણ નાખીશું. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું હવે ગેસ બંધ કરી દઈશું. ગરમા ગરમ ખીચડી ને દહીં સાથે અને અથાણા સાથે સૌ કરીશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ ઢાબા સ્ટાઈલ અને એકદમ લચીલી અને એટલી જ ટેસ્ટી ખીચડી બની છે અને આ બનાવવી ખૂબ જ સરળ છે.આને તમે લંચ માં ડિનર માં તમે ખાઈ શકો છો.તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *