વઘારેલી લાપસી – દરેક શુભ પ્રસંગે બનતી લાપસી હવે બનાવો આ નવીન રીતે, ભોજનનો સ્વાદ વધારી દેશે…

વઘારેલી લાપસી

પરંપરાગત રીતે ધાર્મિકતા સાથે સંકળાયેલી લાપસી અવારનવાર બધાને ત્યાં બનતી જ હોય છે. શુભ પ્રસંગો જેવા કે લગ્ન હોય કે, માતાજી અને નિવેદ્ય હોય… પ્રસાદ તરીકે લાપસી તો બનતી જ હોય. શુભ તહેવારો જેવાકે … ધનતેરસ, દિવાળી કે લાભ પાંચમ હોય કે અષાઢી બીજ હોય, ગૃહિણી ઓ શુકન ની લાપસી બનાવવા નું ચૂકતી નથી. પોતપોતાના ધર્મ અને શાસ્ત્રોક્ત રીતે વિવિધ ધાન્યો કે તેમાંથી બનાવેલા કરકરા લોટ માંથી જુદાજુદા દેવ-દેવીઓ ને પ્રસાદ તરીકે લાપસી પ્રસાદ તરીકે ધરાવવા માં આવે છે. જે પરંપરાગત રીત થી બનાવવામાં આવે છે.

પરંતુ હવે ગૃહિણીઓ લાપસી અનેક જુદાજુદા વેરિયેશન, અલગ અલગ રીતો થી બનાવે છે. જે ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બને છે. આવી લાપસી નાના-મોટા બધા ખુશીખુશી થી જમે છે.

તો આજે અહીં અલગ મિક્સીંગ અને વઘારેલી લાપસીની રીત આપી રહી છું જે તમને બધાને જરુર થી ગમશે અને બન્યા પછી ભાવશે. તો જરુર થી કોઈપણ શુભ તહેવારમાં મારી આ વઘારેલી લાપસી ની રીત ફોલો કરી બનાવવા ની શરુઆત કરો.

વઘારેલી લાપસી માટે ની સામગ્રી :

 • 1 કપ ઘઉં નો ભાખરી માટે નો કરકરો લોટ
 • 2 ટેબલ સ્પુન ઓઇલ + 1 ટેબલ સ્પુન ઓઇલ
 • ¾ કપ પાણી—માપી ને જ લેવું
 • 3 ટેબલ સ્પુન ગોળ
 • 15-17 કિશમિશ
 • 2 ટેબલ સ્પુન કાજુ ના નાના નાના ટુકડા
 • 1 ટેબલ સ્પુન બદામ ના નાના નાના ટુકડા
 • 1 ટેબલ સ્પુન ઘી – વઘાર માટે
 • 4-5 લવિંગ
 • 4-5 તજ ના નાના ટુકડા
 • ગાર્નિશંગ માટે કાજુ

વઘારેલી લાપસી બનાવવા ની રીત :

સૌ પ્રથમ ઘઉં નો ભાખરી બનાવવા માટે નો કરકરો લોટ ચાળી લો. ત્યાર બાદ તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી બરાબર મિક્સ કરી દ્યો.

ત્યાર બાદ ગેસ ની સ્લો ફ્લેઇમ પર થીક બોટમવાળા પેનમાં ગરમ થાય એટલે શેકી લ્યો.લોટ ને સતત હલાવતા રહો. જરાપણ બોટમ પર બેસીને દાઝી ના જાય તેનું ખાસ ધ્યાન રાખો.

લોટ લાઇટ ગોલ્ડન કલર નો થાય ત્યાં સુધી શેકો. કરકરો લોટ શેકાશે એટલે લોટ માં રહેલા કણો શેકાઇને વ્હાઇટ થયેલા દેખાશે. લોટ શેકાઈ જશે એટલે તેની સરસ અરોમા આવશે.

હવે ગેસ ની ફ્લૈમ બંધ કરી પેન એક બાજુ રાખી દ્યો. ગેસ થી નીચે ઉતાર્યા પછી પણ એકાદ વાર હલાવો.

બીજા એક વાસણ માં 3 ટેબલ સ્પુન ગોળ લ્યો અને તેમાં માપીને ¾ કપ પાણી ઉમેરો. તેને ગેસ પર મૂકી ગોળ અને પાણી મિક્સ થાય ત્યાં સુધી હલાવીને 2 થી 3 મિનિટ ઉકાળો.

બરાબર ઉકળે એટલે તે ઉકળેલું પાણી બીજા બાઉલ માં ગાળી લ્યો. ત્યારબાદ એક જાડા બોટમનું પેન લઇ તેમાં આ ઉકાળી ને ગાળેલું પાણી ફરી સારું એવું ગરમ કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન વધારાનું લીધેલું ઓઇલ ઉમેરી મિક્સ કરી જરા ઉકાળો.

ટિપ્સ: ગેસ ની ફ્લેમ એકદમ ધીમી રાખી તેના પર પેન ફ્લૈમ થી ઉંચું રહે તેવું સ્ટેંડ મૂકો જેથી લાપસી ઓછા પાણીમાં પણ સરસ કુક થાય અને નીચે બેસી ના જાય.

ગેસ ની ફ્લૈમ ધીમી જ રાખી, ગોળ ના તેલ ઉમેરેલા ઉકળેલા પાની પર શેકેલો બધો જ લોટ સ્પ્રેડ કરી દ્યો.

હવે પેન ને લીડ વડે વરાળ બહાર ના નીકળે એ રીતે ઢાંકી દ્યો.

7-8 મિનિટ બાદ લોટ માં ગોળ નું પાણી શોષાઇ જઇ ને લોટ બરાબર બાફાયેલો દેખાશે. બસ તો હવે આ લાપસી બની ગઇ છે. 5-10 મિનિટ ઢાંકી ની રાખી મૂકો.

બનેલી લાપસી ને ચમચા વડે હલાવી સરસ રીતે છૂટી છૂટી કરી લ્યો. હવે એક પેન માં 1 ટેબલ સ્પુન મૂકી ગરમ કરો. તેમાં વઘાર માટે સૌ પ્રથમ 4-5 લવિંગ અને 4-5 તજ ના નાના ટુકડા ઉમેરી સાંતળો.

તજ, લવીંગ સંતળાઇ જાય એટલે તેમાં 15-17 કિશમિશ, 2 ટેબલ સ્પુન કાજુ ના નાના નાના ટુકડાં અને 1 ટેબલ સ્પુન બદામ ના નાના નાના ટુકડાં ઉમેરી દ્યો. હવે કાજુ અને બદામ લાઇટ પિંક કલર ના થાય અને કિશમિશ ફુલી જાય એટલે તેમાં બનાવેલી લાપસી ઉમેરી બરાબર હલાવી મિક્સ કરી દ્યો.

ડ્રાય ફ્રૂટનો વઘાર ઘી માં કરવાથી તેની સરસ અરોમા બધાને લાપ્સી ખાવા માટે મન લલચાવશે તેમજ બધાને જરુર થી વઘારેલી લાપસી નો ટેસ્ટ ભાવશે અને ફાવશે. સર્વિંગ બાઉલમાં ગરમાગરમ પીરસી કાજુથી ગાર્નિશ કરો. આ લાપસી હેલ્થ માટે પૌષ્ટિક પણ ખૂબજ છે.

ટિપ્સ: આ માપ પ્રમાણે લાપસીની સ્વીટનેસ બરાબર જ થશે. તમારા સ્વાદ મુજબ તમે ઉપર થી સુગર પાવડર પણ ઉમેરી મિક્સ કરી શકો છો. વધારે ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો. તેમજ મલ્ટી કલર ની વરિયાલી ઉપર થી સ્પ્રિંકલ કરી શકો છો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *