ડાયટ ની નવી પરિભાષા episod-2 – વજન ઘટાડવા માટે તમે ડાયટ કરો છો? તો રાખો આટલું ધ્યાન…

“ડાયટ ની નવી પરિભાષા”- episod-2 હેલ્ધી રહેવા માટે બ્રેકફાસ્ટ બેસ્ટ ડાયટ પ્લાન ઓપ્શન. સૌથી પહેલા આપણે ઉઠતા હોઇએ ત્યારે આપણે શું કરતા હોય એ છે પાણી પીતા હોય અને તેના પછી ચા, દૂધ, કોફી અને તેની સાથે થોડો હળવો નાસ્તો લેતા હોય છે. એટલે કે બ્રેકફાસ્ટ. તો આજે આપણે બ્રેકફાસ્ટ વિશે ની વાત કરીશું.

1- હંમેશા આપણા ગુજરાતીની કહેવત છે.કે તમે સવારનો નાસ્તો કરો તે રાજાની જેમ નાસ્તો કરો. બપોરનું ભોજન લો એ રાણીની જેમ ખાવ. અને જ્યારે રાતનું ડિનર લો તો તે કોઈ કંગાળ ની જેમ જમો.તો આના પાછળ નું રહસ્ય શું છે. જ્યારે પણ આપણે બ્રેકફાસ્ટ લેતા હોય આપણે ઊંધું કરી નાખ્યું છે. બ્રેકફાસ્ટ હળવો નાસ્તો કરતા હોય છે. બપોરનો એકદમ પરફેક્ટ. અને સાંજ નુંવધારે હેવી લેતા હોય છે. એના કારણે આપણી આખી સિસ્ટમ ઉંધી ચાલે છે. અને તેના કારણે વજન વધે છે.

કારણ કે રાતે હેવી ફૂડ ખાઈને અને પછી વોકીંગ માટે કંઈ જતા નથી. ઘરે બેસી જ રહેતા હોય છે. અને તેના કારણે વજન વધવા ના પ્રોબ્લેમ થતા હોય છે.તમે શું પ્લાન કરશો તો બ્રેકફાસ્ટ ઈજિલી તૈયાર થઈ જશે. સૌથી પહેલા બ્રેકફાસ્ટમાં શું કરવાનું. આપણે સવારે ઉઠતા હોઈએ ત્યારે ગરમ પાણી પીવાનું. તમે બે ગ્લાસ પાણી પીશો તો ડાયજેસન પાવર તે જે સિસ્ટમ જે છે તે સ્મુથ થશે.


2- ત્યારબાદ આપણે ચા અથવા કોફી એ પીતા હોય છે.અને જો તમે દૂધ લેતા હોય તો બેસ્ટ છે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી.પણ ચા કે કોફી પીતા હોય તો એ પીતા પેહલા તમે કેળુ ખાવ અથવા ચાર બદામ ખાવ કોઈ પણ સ્વીટ ફ્રૂટ ખાવ.આમ કરવાથી જે તમારું બોડી જે છે તે અંદર નું ડાયજેશન પાવર છે એ ધીમે ધીમે જાગૃત થશે.એટલે કે બાર કલાક સુધી કંઈ ખાધું નથી એટલે આંતરડું છે એક્ટિવેટ કરવા માટે જે તમે ફ્રૂટ ખાસો ને તો આંતરડા ને સુપાચ્ય થશે અને તમારા માટે પણ બહુ સારું રહેશે.

હવે જેને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે ચાર બદામ ખાઈ શકે છે.અને તેને રાતે પલાળી લેવાની છે.અને સવારે તે બદામ ને ચાવી ચાવી ને ખાઈ લેવાની છે.અને પછી ઘર નું કામ કરો અને થોડું થોડું વર્ક આઉટ પણ કરો.હમેશા જ્યારે તમે ડાયટ કરતા હોય થોડું વજન ઘટાડવા ઈચ્છતા હોય ત્યારે ડાયટ ની સાથે સાથે કસરત પણ કરવી.ખાલી ફૂડ ઉપર નઈ થાય.રોજ ની ત્રીસ મિનિટ કસરત કરવી જરૂરી છે.અને મનગમતી કસરત કરો.અને પછી તમારો બ્રેકફાસ્ટ લો.હવે આ નાસ્તા માટેનું તો તમે પ્રિ પ્લાન કર્યું હસે તો વ્યવસ્થિત રીતે નાસ્તો બનાવી શકશો.અને ઘણાં લોકો ફકત ચા,દૂધ કે કોફી જ લેતા હોય છે.નાસ્તો નથી કરતા હોતા.પણ ના નાસ્તો કરવો જરૂરી છે.

3- નાસ્તા ના બવ ઓપ્સન છે.તમે ખમણ ઢોકળાં બનાવી શકો છો.ગમેતે નાસ્તો બનાવી શકો છો.તમે પ્રી પ્લાન કરો કે વીક માં સાત દિવસ નું આ બનાવવાનું છે એટલે તેની અગાઉ થી તૈયારી કરી લો.કઈ વેજીટેબલ જોઈતા હોય તો તમે આગલા દિવસે પ્રી પ્લાન કરી લો.અને તે આગલા દિવસે તે હોવું જોઈએ. સોજી માંથી ઉપમા બનશે,ઈડલી બનશે.સોજી માંથી ઢોસા બનશે.અને પુડલા પણ બનશે.અને હાંડવો પણ બનશે.તો એક સોજી માંથી કેટલી બધી વાનગી બનાવી શકશો.

4- હવે આ રીતે આપણે ઉપમા ની વાત કરી.અને હવે અલગ અલગ ટાઇપ ના ઢોકળા ની વાત કરીએ.તો ખમણ ઢોકળા બનાવી શકીએ છે.એ રીતે મગ ની દાળ ના ઢોકળા એટલે કે મગ ની દાળ રાતે પલાળી લેવાની અને સવાર ના તેને ક્રશ કરી અને તેની સાથે તેને બહુ બધા વેજીટેબલ ઉમેરી શકો છો.અથવા તો તેની અંદર ભાજી ઉમેરી શકો.પાલક ની ભાજી પણ ઉમેરી શકો.મેથી ની ભાજી પણ ઉમેરી શકો છો.અને એ રીતે તેમાં થી પુડલા પણ બનાવી શકો અને ઢોકળા પણ બનાવી શકો.સોજી ના પણ ઢોકળા બહુ સરસ લાગે છે.

એક દિવસ એવો રાખો કે વઘારેલી રોટલી બનાવો અથવા ખાખરા વઘારી નાખો.તો તે પણ બહુ સરસ લાગે.તમે ખાખરા ને વઘારી નાખો તેમાં કોબી છે, કેપ્સિકમ છે.તેની સાથે બારીક સમારેલા ટામેટા છે.તે બધું તમે ઉમેરી દો. વઘારેલા ખાખરા માં અને ખાખરા ને તમે દહી સાથે પણ વઘારી શકો છો.તેનો સ્વાદ પણ બહુ સરસ આવે છે.


5- હવે આ બધા વેજીટેબલ સાંતળી લેવાના છે.અને તેની અંદર બે થી ત્રણ ચમચી દહીં ઉમેરી દેવાનું. પછી તેની અંદર મસાલો કરી લો અને ખાખરા નો ભૂકો ઉમેરી દો.અને પછી થોડું મિક્સ કરી લો.આ રીતે તમે મસાલા ખાખરા પણ બનાવી શકો છો.તે પણ સ્વાદ માં બહુ સરસ લાગે છે.તો આ રીતે અલગ અલગ વાનગીઓ નું પ્લાનિંગ કરવાનું છે.અને ખાસ એ કે બધા માટે બનાવવાનું છે પણ તમારું ખાસ ધ્યાન રાખવાનું છે.

કારણકે તમે ઘર ના પાવર હાઉસ છો.તમે જો ડાઉન થશો આખું ઘર ડાઉન થઈ જશે.અમુક લેડીસ બધા નું ધ્યાન રાખે પણ પોતાનું ધ્યાન નથી રાખતી.પછી નાના મોટા પ્રોબ્લેમ તેમને ઊભા થતા હોય છે.તમારે રોજ સવારે બ્રેકફાસ્ટ લેવાનો છે. વર્ક આઉટ પણ કરવાનું છે. વહેલા ઉઠીને ચાલવા જતાં રહેવાનું છે.ફ્રેશ એર મળશે.તો ખૂબ જ મજા આવશે.તમારું માઈન્ડ ફ્રેશ રહેશે.જો આવું કરી જોજો.જો પાચ દિવસ વોકિંગ કરવા જસો ને તો છઠ્ઠા દિવસે તમારી જાતે જ જસો.અને એકદમ ફ્રેશ અનુભવ થશે.અને કામ કરવાની ખૂબ મજા આવશે.

6- તમે ચોક્કસથી બ્રેકફાસ્ટ બનાવજો.આજે આપણે ઘણી બધી નાસ્તા ની વાત કરી તેના સિવાય પણ ઘણી બધી વસ્તુ છે જે તમે બનાવી શકો છો.અને બીજું કે હમેશા ધ્યાન રાખો કે જે તમે ખાવ છો એની ગણતરી ના કરો.એટલે કે આટલી ફેટ ખાધી આટલું પ્રોટીન મે લીધું.તેની ગણતરી કરવાની જરૂર નથી.મજા થી ખાવ મસ્તી થી ખાવ ચોક્ક્સ થી એનર્જી બારી જ લેવાના કારણ કે એવા લેડી છે કે આપણે બેસી નથી રેવાનાં.

બહાર ના કામ પણ કરે છે અને ઘર ના પણ કામ કરે છે. હંમેશા ફૂડ માંથી જે આનંદ મળે છે તે કયાંય નથી મળતો.એટલે જે ખાવા થી સંતોષ મળે છે એ સંતોષ જ તમારા વજન ઘટાડવા માં ઉપયોગી બનશે.એટલે ખાવાનું ચોક્ક્સ છે.અને આ નિયમ ને ફોલો કરજો.અને ઘર માં બનાવેલી શુદ્ધ વાનગી ચોક્ક્સ થી તમારા વજન ઘટાડવા નું આગળ વધાર શે.અને તેમાં ચોક્કસ હેલ્થ ફૂલ બનશે.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *