Valentine’s day માટે ખાસ વિડિઓ રેસિપી…

આજે વેલેન્ટાઈન ડે છે , બધા પોત પોતાની રીતે અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હોય છે, આજે હું તમને એકદમ સરળ રીતે પણ ખુબ જ સરસ જોવા માં પણ લાગે અને બનાવમાં પણ તેવી રેસિપી બતાવીશ. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૮ બ્રેડ સ્લાઈસ ( વધારે ઓછી કરી શકાય જરૂર પ્રમાણે )
  • મિક્સ ફ્રૂટ જામ
  • ચોકલેટ સીરપ
  • કલરફૂલ સ્પ્રિંકલસ ડેકોરેશન માટે

સૌ થી પેલા જેટલી બ્રેડ સ્લાઈસ લીધી છે તેમાં થી અડધી બ્રેડ સ્લાઈસ માં હાર્ટ શેપ નું મોલ્ડ આવે તેના થી હાર્ટ શેપ કટ કરી લેવાનો છે. મેં અહીં ૮ બ્રેડ લીધી છે તો તેમાં થી ૪ બ્રેડ માં થી શેપ કટ કરીશ અને બાકી ની એમનમ રેવા દેવાની છે. તેમ તમે જેટલી બ્રેડ સ્લાઈસ લો તેમાં થી અડધી સ્લાઈસ માં બતાવ્યા પ્રમાણે શેપ કટ કરી લો.

હવે જે સ્લાઈસ માં શેપ કટ નથી કર્યો તે બધા માં મિક્સ ફ્રૂટ જામ લગાવી દો. અને એક એક કરી ને જે સ્લાઈસ માં હાર્ટ શેપ કટ કર્યો છે તે ઉપર મૂકી દો , આ રીતે ૪ સ્લાઈસ માં ઉપર ગોઠવી દો.

પછી ઉપર થી કલરફુલ બોલ્સ સ્પ્રિન્કલ કરી દો ડેકોરેશન માટે.

ત્યાર બાદ જે હાર્ટ શેપ કટ કાર્ય છે તે શેપ લાઓ લો તેમાં ઉપર ચોકલેટ સીરપ લગાવી લો , જો ચોકલેટ સીરપ ન હોય તમારી પાસે તો પછી ફ્રૂટ જામ લગાવી લેવું અથવા તો ડેરી મિલ્ક કે કોઈ પણ ડાર્ક ચોકલેટ ને પીગાળી લઇ તે પણ લગાવી શકાય.

મેં અહીં ટોટલ ૪ હાર્ટ શેપ છે તેમાં ૨ શેપ માં આખા માં ચોકલેટ સીરપ લગાવ્યું છે , અને ૨ શેપ માં અડધા માં ફ્રૂટ જામ લગાવ્યું છે અને અડધા માં ચોકલેટ સીરપ લગાવ્યું છે.

તેમાં પણ ઉપર થી કલરફુલ બોલ્સ સ્પ્રિન્કલ કરી ડેકોરેટ કરી લો.

બસ તૈયાર છે તમારી બે અલગ અલગ ટાઈપ ની વેલેન્ટાઈન ડીશ. તો ફટાફટ બનાવી લો ૫-૧૦ મિનિટ માં જ બની જશે અને તમારા વેલેન્ટાઈન ને સરપ્રાઈઝ કરો આ એકદમ ક્યુટ ડીશ બનાવી ને .

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *