વાનવા – ચણાના લોટથી બનતું આ ફરસાણ ચા અને કોફી સાથે લેવાની મજા આવે છે.

વાનવા::

વાનવા એ ગુજરાતી ફરસાણ છે. જે ખાસ કરી ને જન્માષ્ટમી, દિવાળી અને નવરાત્રી જેવા ઉત્સવોમાં બનાવવા માં આવે છે. ચણા ના લોટ માંથી બનાવવા માં આવતું આ ફરસાણ કાઠીયાવાડ માં ખુબ જ પ્રખ્યાત છે. તેમજ ઘરે બનાવી શકીએ તેવું છે. અને ચા સાથે તેની મજા માણી શકો છો.

વાનવા સાથે જો ચણા ના લોટ ના લાસા લાડુ હોય તો મજા પડી જાઈ છે. આ ને તમે 10 દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો અને ચા સાથે તેની મજા માણી શકો છો.

સામગ્રી

 • – 2.5 કપ ચણા નો લોટ
 • – સ્વાદાનુસાર મીઠું
 • – 1/2 નાની ચમચી મરી પાઉડર
 • – 1/2 નાની ચમચી અજમો
 • – 3 મોટી ચમચી તેલ અથવા ઘી
 • – પાણી જરૂર મુજબ (૧-૨ કપ)
 • – તળવા માટે તેલ
 • – 1/2 કપ દૂધ

રીત

1..સર્વ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ ચાળી લો.

2..ત્યાર બાદ તેમાં મીઠું, અજમો અને મરી પાઉડર નાખી મિક્સ કરો.

3..આપડે એક પેન માં ઘી અને દૂધ ભેગા કરી દૂધીયું બનવું ….આ ઉમેરવા થી વનવા સોફ્ટ થાય છે …જરૂર જેટલું પાણી નાખી ને લોટ બાંધી લો.

4..લોટ સહેજ કઠણ રાખો કે જેથી હાથ માં ચોંટે નહિ.

5..હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.ગેસ નો તાપ ધીમો રાખો.

6..લોટ ના નાના નાના ગુંદલા વાળી લો.

7..ગુંદલાં પૂરી કરતા મોટા રાખો અને રોટલી કરતા નાના.હવે ગુંદલા ને ચણા ના લોટ માં રગદોળી ને પૂરી જેવા આકાર ના વણી લો.

8..વાનવા બહુ આછા કે બહુ જાડા ન હોવા જોઈ એ.આ પ્રકારે બધા વાનવા વણી લો.

9..તેલ ગરમ થાય એટલે ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો.ગરમા ગરમ સર્વ કરો.તમે ૧૦-૧૨ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો.

નોંધ :

 • – ઘી અને દૂધ નું દૂધીયું બનવું જરૂરી છે ….
 • – ચણાનો લોટ ચાડી ને લેવું ..
 • – વાનવા માં ઘી નું મોંન જ ફરજીયાત છે …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *