વટાણા ની સાચવણી – સ્ટોર કરેલા વટાણા બગડી જાય છે? અપનાવો આ સાચી રીત…

લીલા વટાણા મોટા ભાગ ના ઘરે સ્ટોર થતા હોય છે .. જો બરાબર રીત ના હોય તો બગડી જવાની શક્યતા વધુ છે.

હું 10 કિલો જેટલા વટાણા દર વર્ષે સ્ટોર કરું છું. અને આખું વર્ષ ભાજીંપાવ, પુલાવ , શાક અને ટીક્કી બનાવા માં વાપરું છું. આજે વટાણા ન કેવી રીતે સાચવણી કરવી એની રીત લાવી છું.

એકવાર ઘરે કરશો તો બહાર ના કયારેય પણ નહીં લાવો એની ખાતરી આપું છું.

સામગ્રી.

વટાણા ના દાણા

પાણી

ખાંડ

બરફ

એરટાઈટ ડબ્બા કે ઝિપલોક કોથળી

રીત:-

તમારે પેલા બધા દાણા ને મોટી ચારણી માં ચાળી લેવા જેથી કચરો અને સાવ નાના દાણા નીકળી જાય.

ત્યાર બાદ એક મોટા તપેલા માં અડધું ભરાય એટલું પાણી ઉકળવા મુકો. એમાં 1 મોટી ચમચી ખાંડ નાખો. એનાથી કલર બહુ જ સરસ રહે છે.

બીજી બાજુ એક મોટા વાસણ માં બરફ નું પાણી કરો.

હવે ગરમ કરવા મુકેલુ પાણી ઊકળે એટલે એમાં વટાણા ઉમેરો અને લગભગ 1 મિનિટ જેટલો સમય ઉકાળો .. બધા વટાણા ઉપર આવતા દેખાશે..

હવે ગરમ પાણી માંથી વટાણા ચારણીમાં નીકળી ને તરત જ બરફ ના પાણી માં ઉમેરો અને 1 મિનિટ માટે રહેવા દો.

પછી ઠંડા પાણી માંથી વટાણા નીકળી ને ચારણી માં કાઢી કોરા કરો.

બધું પાણી નીતરી જાય એટલે આ વટાણા ને એરટાઈટ ડબ્બા માં કે ઝિપલોક કોથળી માં ભરી ને ફ્રીઝર માં સ્ટોર કરો.

જરૂર હોય ત્યારે નીકાળી ને વાપરો.

આખું વર્ષ આ વટાણા સરસ રહે છે.

નોંધ:-

વટાણા સાફ કરી ને પ્રોસેસ કરવા.

બગડી ગયેલા તૂટેલા વટાણા સાઈડ પર નીકાળી લેવા.

વટાણા ના દાણા નિકાળી ને તરત જ ફ્રોઝન કરો .

એક સાથે મોટા ડબ્બા કે કોથળી માં ભરવા કરતા નાના ભાગ કરી ને ભરવા.

એકવાર બહાર વધુ સમય પડેલા અને બહાર ના તાપમાન માં આવેલા ફ્રીઝર માં ફરી થી ના મુકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *