વાટી દાળના ખમણ – હજી ખમણ પરફેક્ટ નથી બનતા? ફોલો કરો આ સરળ વાતો…

આજે આપણે રૂ જેવા પોચા જાળીદાર વાટી દાળના ખમણ ઘરે કેવી રીતે પરફેક્ટ બનાવાય તેની ટિપ્સ જોઈશું.

1- જ્યારે આપણે વાટી દાળના ખમણ બનાવતા હોય ત્યારે કઈ વાતનું ધ્યાન રાખવાનું કે ચણાની દાળ લઈશું. તેની સાથે ચોખા નથી લેવાના ઘણા લોકો ચપટી ચોખા પણ લેતા હોય છે.

2- આપણે ફકત ચણાની દાળ લઈશું. 1 કપ ચણાની દાળ લઈશું. ૩ થી ૪ કલાક પલાળી લઈશું. અને પછી તેને પીસી લેવાની છે.


3- આપણે જ્યારે દાળને પીસીએ ત્યારે તેને એકદમ કરકરી પણ નઈ અને એકદમ લીસી પણ નઈ. તે રીતે પીસીને અને પાણી નીતારી લેવાનું છે.અને પછી પીસવાનું છે. જેથી ખીરુ ઘટ્ટ તૈયાર થાય.

4- ખીરું તૈયાર થઈ ગયા પછી ત્રણ થી ચાર મિનિટ સુધી હાથ થી ફેટી લેવાનું છે.એવું કરવાથી તેમાં હવા ભરાશે અને આથો પણ સરસ આવશે. આ રીતે મિક્સ કર્યા પછી ચપટી લીંબુ ના ફૂલ ઉમેરી અને પછી આથાને રહેવા દેવાનું છે. આ એક સીક્રેટ ટિપ્સ છે.

5- આથો આવવા માટે પાંચથી છ કલાક રહેવા દઇશું. કોઈ ગરમ જગ્યા પર મૂકી રાખીશું. પછી તમે જોશો તો સરસ મજા નો આથો આવી ગયો હશે. એટલે કે ખીરું તૈયાર થઈ ગયું છે.

6- હવે તેમાં લીલા મરચા ઉમેરીશું. નાયલોન ખમણ બનાવતી વખતે ઢોકળા ને બાફવા હોય ત્યારે એ પહેલા ઢોકળી ઓ ગરમ કરવા મૂકી દેવાની. જેમાં ખીરુ ઉમેરવાનું છે થાળીને પણ મૂકી દેવાની. તો આ ટિપ્સ અને ચોક્કસ ફોલો કરજો.


7- આપણે કોઈપણ વસ્તુ બાફતા હોઈએ. ઢોકળા બનાવતા હોય કે લાઈવ ઢોકળા કે મુઠીયા બનાવતા હોય ત્યારે ઢોકળીયુ ગરમ કરવા મૂકી દેવાનું છે.હવે ખીરા માં એક ચમચી લીલા મરચા ની પેસ્ટ એડ કરીશું. આદુ 1 ચમચી ઉમેરીશું.

8- આદુ નો ટેસ્ટ વાટી દાળના ખમણ માં બહુ જ સરસ લાગે છે. હવે તેમાં બે ચમચી તેલ ઉમેરીશું.અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. અને પા ચમચી હળદર ઉમેરીશું. અને એક ચમચી મીઠું ઉમેરીશું. આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું.

9- જારી પડી ગઈ હોય અને આથો પણ આવી ગયો હોય તે છતાં તમને એવું લાગતું હોય કે શિયાળાની સિઝન છે અને ઠંડક થઈ ગઈ છે આથો સરસ નથી આવતો તો એક ચપટી જેટલા સોડા ઉમેરી દેવાનો. આ ખીરું તૈયાર થયું તેને થાળીમાં કાઢી લેવાનું.

10- હવે તમારે આ ઢોકળાને પંદરથી વીસ મિનિટ સુધી બાફવા દેવાનું છે. ઢોકળા તૈયાર થઈ જાય એટલે તેને ઠંડા થવા દેવાના એ થાળી ને પંદરથી વીસ મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું છે.


11- હવે આપણે તેને વગાર કરીશું. જ્યારે વગાર કરતા હોય ત્યારે થાળી માંથી ઢોકળા ને આપણે પલટાવી લઈશું.પીસ પાડી લેવાના છે.અને પલટાવી લેવાના છે.અને વગાર પણ ખૂબ ઇમ્પોટન છે. તમે અત્યારે પણ ટેસ્ટ કરશો ને ઢોકળો તૈયાર થયું તેને તો અત્યારે પણ ડચૂરો નહિ જ આવે. આમ છતાં પણ વગાર કર્યા પછી તે વધારે ટેસ્ટી લાગે છે.

12- વઘાર કરતી વખતે લગભગ બે ચમચી તેલ લઈશું. તેમાં રાઈ પછી લીલા મરચાં, લીમડો,હિંગ અને ચપટી હળદર ઉમેરીશું. બે ચમચી જેટલું પાણી ઉમેરીશું. વધારે પાણી નથી ઉમેરવાનું. નાયલોન ખમણ માં ઉમેરતા હતા તેટલું પાણી આમાં નથી ઉમેરવાનું જો એકલું પાણી ઉમેરશો તો ખમણ પોચા થઇ જશે.

13- વાટી દાળના ખમણ પાણી પોચા થઈ જશે. એટલે લગભગ 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું.તે પાણીને પણ થોડુંક ઉકાળી લેવાનું છે. તેની અંદર લગભગ પા ચમચી હળદર નાખીશું. હવે વઘાર સરસ તૈયાર થઇ ગયો છે.


14- હવે આ વઘારને ખમણ પર રેડી દઈશું. અને તેની પર કોથમીર ભભરાવી દો અને કોપરાનું છીણ ભભરાવી દો. તો એકદમ પરફેક્ટ વાટી દાળના ખમણ તૈયાર થઈ ગયા છે.

15- હવે તમે ઘરે આ જ રીતે ટિપ્સ ને ફોલો કરી બનાવજો.અને જોજો તમારા ખમણ કેવા બને છે. આમાંથી તમે ઘણા બધા ખમણ બનાવી શકો છો. જેમકે ટમ ટમ ખમણ, દહીવાળા ખમણ બનાવી શકો છો. આ બધા આ વાટી દાળના ખમણ નો બેસ તૈયાર થઈ જાય જેમાંથી તમને ઘણી બધી વેરાઈટી બનાવી શકો છો.

16- હવે તમે ચોક્કસથી વાટી દાળના ખમણ બનાવજો એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે. આ ટિપ્સથી બનાવશો તો.

સંપૂર્ણ વિડિઓ:

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *