સહેલાઇ થી ઘરે બનવો વાટીદાળ ના ખમણ – જલારામ ખમણ હાઉસના ખમણ યાદ આવી રહ્યા છે? ઘરે બનાવો..

સહેલાઇ થી ઘરે બનવો વાટીદાળના ખમણ

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો

મિત્રો જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી સહેલાઇ થી ઘરે બનવો વાટીદાળ ના ખમણ

આ પદ્ધતિ પ્રમાણે ખુબજ ઓછી સામગ્રી ની જરૂર પડશે અને સૌથી સરળ રીતે ઘરે ફટાફટ બનાવો વાટીદાળ ના ખમણ જો આપણને સ્વાદિષ્ટ વાનગી ખાવા નો શોખ હોઈ તો હવે આવા COVID 19 ના Lockdown સંજોગ માં હવે આપણે વિવિધ વાનગીઓ ઘરે ચોખાઇ વાળા વાતારવરણ માં બનાવતા શીખવી જોઈએ આમ આપણી તંદુરસ્તી પણ જળવાઈ અને આર્થિક બચત પણ થશે

આવી અવનવી સહેલી અને ઝડપથી બનતી વાનગી શીખવા માટે મારી Youtube Channel Zaika Jigna’s Kitchen like,share and Subscribe કરવા વિનંતી છે.

સામગ્રી

  • ૨ કપ ચણા દાળ
  • ૨ ચમચી અડદ દળ
  • અધો કપ ખાટું દહીં
  • ૨ નાની ચમચી ઇનો (Eno)
  • આદુ મર્યા ની પેસ્ટ સ્વાદ પ્રમાણે
  • ૨ નાની ચમચી ખાંડ
  • ૨ ચમચી સીંગતેલ
  • સ્વાદ પ્રમાણે હળદળ
  • સ્વાદ પ્રમાણે મીઠું

સૌથી પહેલા ચણા ની દળ માં ૨ ચમચી અડદની દાળ ઉમેરી ૫ કલાક માટે ૧ વાસણ આ પલળો.

હવે તેમાં થી પાણી કાઢી અડધો કપ દહીં ઉમેરી મિક્સર માં વિડિઓ માં બતાવ્યા પ્રમાણે દળદળું કરો પછી તેને એક વાસણ માં ૫ કલાક માટે આથો લાવા માટે રાખી મુકો.

હવે આથો આવ્યા પછી તેમાં વિડિઓ માં બતાવ્યા પ્રમાણે સામગ્રી ઉમેરો ત્યાર પછી બધું મિક્સ કરો થોડું પાણી પણ ઉમેરો હવે બરાબર મિક્સ કરો ઇનો(ENO) સૌથી છેલ્લે ઉમેરી ફરીથી મિક્સ કરો

હવે મિક્સર એ થાળી માં ઉમેરી ને કૂક કરવા માટે સ્ટીમર કે કૂકર માં કૂક કરો

હવે યોગ્ય માપ ના ચોસલા કરી વઘારવા માટે તૈયાર કરો

હવે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે વઘાર તૈયાર કરી ખમણ ઉપર નાખો

આ રીતે સરળતા થી વાટીદાળ ના ખમણ ઘરે બનાવો

તો આ રીતે સહેલાઇ થી ઘરે બનવો વાટીદાળ ના ખમણ

જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recipe Link વાટીદાળ ના ખમણ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *