હેલ્ધી વેજ ડપ્મલિંગ – જામનગરી ઘૂઘરા તો ખાધા જ હશે હવે ઘરે બનાવો આ નવીન ટવીસ્ટ સાથે…

હેલ્ધી વેજ ડપ્મલિંગ:

આપણે અનેક પ્રકારના સ્ટફ્ડ ફરસાણ બનાવતા હોઇએ છીએ. જેવાકે અનેક પ્રકારના સમોસા, સ્પાયસી ઘુઘરા, ઘણા પ્રકારની કચોરી…આ બધા જુદાજુદા સ્થળોએ જે તે સ્થળોના ફેમસ સ્ટ્રીટ ફુડ ફરસાણ તરીકે પણ જાણીતા હોય છે. ઘણી વખત સમાન પ્રકારનું સ્ટફિંગ ભરીને અલગ શેઇપ આપીને ફરસાણને અલગ રીતે બનાવીને લોકોની ચોઇસમાં ચેઇંજ લાવમાં આવતો હોય છે. જેથી એટ્રેક થઇને લોકો તે ખાવું વધારે પસંદ કરે છે. તો ઘણી વખત ફરસાણનો શેઇપ બદલ્યા વગર તેનું સ્ટફિંગ અલગ મિશ્રણ કરી સ્ટફ કરવામાં આવતું હોય છે. જેથી ફરસાણ વધારે સ્વદિષ્ટ લાગતું હોય છે. જે ઘરે બનાવીને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય છે.

તો આજે હું એવા હેલ્ધી વેજ ડમ્પલિંગ ની રેસિપિ અહિં આપી રહી છું. આપ સૌ જરુરથી ટ્રાય કરજો.

હેલ્ધી વેજ ડમ્પલિંગ માટેની સામગ્રી:

  • 1 કપ ઘઉંનો – રોટલી બનાવવા માટેનો જીણો લોટ
  • ½ ટી સ્પુન અજમા
  • 1 ટી સ્પુન મીઠું – અથવા તમારા સ્વાદ મુજબ
  • 2 ટેબલ સ્પુન ઓઇલ –મોણ માટે
  • ફ્રાય કરવા માટે ઓઇલ જરુર મુજબ

સ્ટ્ફિંગ માટે :

  • 2 ટેબલ સ્પુન ઓઇલ –વઘાર માટે
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • ½ ટી સ્પુન રાઇ
  • 6-7 મીઠા લીમડાના પાન
  • 2 થી 3 ટેબલ સ્પુન ઓનિયન
  • 1 ટી સ્પુન ખમણેલું આદુ
  • 1 ટી સ્પુન ખાંડેલું લસણ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • ½ ટી સ્પુન લાલ મરચું પવડર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 3-4 ટેબલ સ્પુન પાર બોઇલ કરેલા લીલા વટાણા
  • 1 ટેબલ સ્પુન બારીક કાપેલું ગાજર
  • 2 ટેબલ સ્પુન બારીક કપેલા કેપ્સિકમ
  • સોલ્ટ જરુર મુજબ મીઠું
  • 1 ટી સ્પુન બારીક કાપેલા લીલા મરચા
  • 1 ટેબલસ્પુન લેમન જ્યુસ
  • 4-5 બાફીને, છાલ ઉતારી મેશ કરેલા બટેટા
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી

લોટ બાંધવાની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો – રોટલી બનાવવા માટેનો જીણો લોટ લ્યો. તેમાં ½ ટી સ્પુન અજમા, ½ ટી સ્પુન મીઠું – અથવા તમારા સ્વાદ મુજબ, 2 ટેબલ સ્પુન ઓઇલ –મોણ માટે ઉમેરો. મુઠી પડતું મોણ નાખવું જરુરી છે. જેથી ઉપરનું લેયર ક્રિસ્પી થાય.

હવે બધું મિક્ષ કરો. થોડું થોડું પાણી ઉમેરીને ભાખરીની કણેક કરતા જરા ઢીલી કણેક બાંધો. લોટ ઢીલો ના થઇ જાય તેનું ધ્યાન રાખો. કણેક બંધાઇ જાય પછી ઉપરથી થોડું ઓઇલ લગાવી 10 મિનિટ ઢાંકી રેસ્ટ આપો.

ડમ્પ્લિંગ માટેનું સ્ટફીંગ બનાવવાની રીત:

એક થીક બોટમબ્ડ પેનમાં 2 ટેબલ સ્પુન ઓઇલ લઇ ગરમ મૂકો.

ઓઇલ ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઇ અને ½ ટી સ્પુન આખું જીરું ઉમેરો. બન્ને બરાબર તતડી જાય એટલે તેમાં લીમડાના પાન, બારીક કાપેલી 2 થી 3 ટેબલ સ્પુન ઓનિયન, 1 ટી સ્પુન ખમણેલું આદુ અને 1 ટી સ્પુન ખાંડેલું લસણ ઉમેરી મિક્ષ કરો. થોડું સાંતળો.

ત્યારબાદ તેમાં 3‌‌-4 ટેબલ સ્પુન પાર બોઇલ કરેલા વટાણા ઉમેરી મિક્ષ કરો 1 મિનિટ કુક કરો.

હવે તેમાં બારીક કાપેલા 2 ટેબલ સ્પુન કેપ્સિકમ અને 1 -2 ટેબલ સ્પુન બારીક કાપેલું ગાજર ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે તેમાં 1 ટી સ્પુન બારીક કાપેલા લીલા મરચા ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, ½ ટી સ્પુન લાલ મરચું પાવડર અને ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરો. તેમાં ½ ટેબલ સ્પુન પાણી ઉમેરી હલાવીને, ગેસની ફ્લૈમ ધીમી કરીને 1-2 મિનિટ કૂક કરો, જેથી બધા મસાલા સરસ ચડી જાય.

ત્યારબાદ તેમાં 4-5 બાફીને, છાલ ઉતારી મેશ કરેલા બટેટા ઉમેરો. અને કોથમરી ઉમેરી બધા મસાલા સાથે બરાબર મિક્ષ કરી દ્યો. 1-2 મિનિટ મિશ્રણ હલાવતા રહો.

હવે તેમાં ટેંગી ટેસ્ટ લાવવા માટે 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમેરો. મિક્ષ કરો. તો હવે તૈયાર છે ડલ્પ્લિંગનું સ્ટફિંગ સ્ટફ કરવા માટે.

સ્ટફિંગ કરવાની રીત :

હવે બાંધેલી કણેકને ફરી જરા મસળી લ્યો. તેમાંથી થોડો લોટ લઈ એક મોટું લુવુ બનાવો. સૂકા લોટમાં રગદોળીને પાટલી જેવડો રાઉંડ વણી લ્યો.

નાના બાઉલથી પુરી જેવડા રાઉંડ કાપી લો. જેથી થોડો ટાઇમ બચશે. અલગ અલગ પૂરી વણી શકાય છે.

સ્લરી :

પૂરીની કિનારી પર સ્લરી લગાવવાથી ફ્રાય કરતી વખતે ડપલિંગ્સ ખૂલીને તેમાંથી સ્ટફિંગ બહાર નહી આવે અને ઓઇલ પણ નહી ખરાબ થાય. તેથી સ્લરી લગાવવી ખૂબજ જરુરી છે.

સ્લરી બનાવવા માટે 1 ટેબલસ્પુન મેંદાનો લોટ બાઉલમાં લઇ તેમાં સ્લરી ઘટ્ટ થાય એટલું પાણી ઉમેરી લમ્પ્સ ના રહે તે રીતે સ્પુનથી સરસ મિક્ષ કરી લ્યો.

હવે કટ કરેલી પૂરીમં ફરતે કિનારી પર આ સ્લરી લગાવીને વચ્ચે 1 સ્પુન જેટલું સ્ટફિંગ મૂકો. અને સામ સામી સાઇડ ફોલ્ડ કરીને કિનારી પર જરા પ્રેસ કરીને સિલ કરી દ્યો. ઘુઘરા જેવો શેઇપ થશે.

હવે બન્ને સાઇડના છેડા પર જરા સ્લરી લગાવી ફોલ્ડ કરી જરા પ્રેસ કરીને એક બીજી કિનારી સાથે સ્ટીક કરી દ્યો. હવે ડમ્પલિંગ ફ્રાય કરવા માટે તૈયાર છે.

બાકીની કણેકમાંથી આ જ પ્રમાણે પૂરી બનાવીને સ્ટફિંગ ભરી બધા વેજ ડમ્પ્લિંગ્સ બનાવી લ્યો.

ફ્રાય :

આ ડમ્પલિંગ્સને ડીપ ફ્રાય, બેક કે સ્ટીમ કરી શકાય છે

બેક કરવા માટે 18૦* પર 8 થી 10 મિનિટ ઓવનમાં બેક કરી શકાય.

સ્ટીમ કરવા માટે 8 થી 10 મિનિટ સ્ટીમર – ઢોકળીયામાં કે મોટા વાસણ માં પાણી મૂકી, તેમાં કાંઠા ઉપર કાણાવાળી પ્લેટ મૂકી, તેમાં ડમ્પલિંગ્સ સ્ટીમ કરી શકાય.

અહીં મેં ડમ્પલિંગ્સને ઓઇલમાં ડીપ ફ્રાય કરેલા છે.

ફ્રાય પેનમાં ઓઇલ ગરમ મૂકી તળવા જેવું ગરમ થાય એટલે ગેસ ની ફ્લૈમ મિડિયમ સ્લો કરી 3-4 ડમપલિંગ્સ સાથે ફ્રાય કરી શકાય છે. તળતી વખતે જારાથી ઉપર નીચે કરી ફરતી બાજુ ગોલ્ડન કલરના થાય એટલે ઓઇલમાંથી પ્લેટમાં ટ્રાંસ્ફર કરો. હવે સર્વ કરવા માટે હેલ્ધી વેજ ડમ્પલિંગ્સ રેડી છે. સર્વિંગ પ્લેટમાં મૂકી ટોમેટો સોસ અને ઓનિયન, ગાજર અને કેપ્સિકમનાં નાના પીસથી ગાર્નિશ કરો.

ડમ્પલિંગ્સ પર કોથમરીનું 1-1 નાનું લિવ્સ મૂકી ગાર્નીશ કરો.

સાથે ટોમેટો સોસ, મીઠી ચટણી, તીખી ચટણી કે મસાલા કર્ડ સર્વ કરી શકાય.

તો બધાને આ હેલ્ધી વેજ. ડમ્પલિંગ્સ ખરેખર ખૂબજ ભાવશે. ચોક્કસથી સ્ટ્રીટ ફુડ ઘરે બનાવજો. ત્યાર પછી બહાર નાસ્તો કરવા જવાની ક્યારેય જરુર નહિ પડે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *