વેજ મનચાઉ સૂપ – હવે હોટલ જેવું જ ટેસ્ટી અને હેલ્થી સૂપ બનાવી શકશો તમે પણ…

ઠંડી ઋતુ માં સૂપ પીવાની ખુબ જ માજા આવતી હોય છે એમાં પણ મનચાઉ સૂપ તો લગભગ દરેક નું ફેવરિટ હશે તો આજે આપણે ખુબજ સરળ રીતે બની જાય તેવી રેસિપી જોઇશુ. તો ચાલો સામગ્રી અને બનાવાની રીત જોઈ લઈએ.

સામગ્રી

  • જીણું સમારેલું સૂકું લસણ
  • જીણું સમારેલું આદુ
  • જીણું સમારેલું લીલું લસણ
  • જીણું સમારેલી ડુંગળી
  • જીણું સમારેલું લીલું મરચું
  • જીણું સમારેલું કેપ્સિકમ
  • જીણું સમારેલું ગાજર
  • ૧ ચમચી ડાર્ક સોયા સોસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી ૨ કપ
  • કોર્ન ફ્લોર ૧.૫ ચમચી
  • તેલ ૧ ચમચી

સૌ થી પેલા એક પેન માં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં સૂકું લસણ , આદુ , ડુંગળી , લીલું લસણ , લીલું મરચું આ બધું નાખી અને ૧ મિનિટ માટે સાંતળી લો.

પછી તેમાં ગાજર અને કેપ્સિકમ નાખી દો. આ બધા વેજીટેબલસ નું કોઈ પરફેક્ટ માપ નથી , તમે તમારી પસંદ અનુસાર વધારે કે ઓછા લઇ શકો છો. જે વેજિટેબલ વધારે ભાવતું હોય તેને વધારે પ્રમાણ માં પણ નાખી શકો છો. અહીંયા ૨ કપ સૂપ બને તે પ્રમાણ માં વેજિટેબલ્સ લીધા છે. તમારે જેટલું સૂપ બનવું હોય તે પ્રમાણે વધારે કે ઓછા લેવા.

હવે બધા વેજ ને એક મિનિટ માટે સાંતળી લેવાના છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લો. પછી તેમાં પાણી નાખી દો મિક્સ કરી અને ઉકાળવા દેવાનું છે.

ત્યાં સુધી કોર્ન ફ્લોર સ્લરી બનાવી લો . તેના માટે ૧ બાઉલ માં કોર્ન ફ્લોર અને થોડું પાણી લઇ હલાવી લો બરાબર ગાંઠ ના રહે ત્યાં સુધી અને એક સાઈડ મૂકી દો.

સૂપ પણ ઉકળવા લાગ્યું છે તેમાં ૧ ચમચી સોયા સોસ અને જે કોર્ન ફ્લોર સ્લરી બનાવી છે તે નાખી દો. પછી બરાબર હલાવી અને સૂપ ને ૨-૩ મિનિટ જેવું ઉકાળવા દેવાનું છે. જેમ જેમ સૂપ ઉકલશે તેમ ઘટતું થતું જશે. ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. સૂપ હવે સર્વ કરવા માટે રેડી છે.

સર્વિગ બાઉલ માં નીકળી લઇ ગરમ ગરમ સર્વ કરો. ઠંડી માં રાહત આપે તેવું આ સૂપ આવે એ શિયાળા માં ચોક્કસ થી બનાવજો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *