વેજ મુઘલાઈ પરાઠા – મેંદામાંથી નહિ પણ ઘઉંના લોટમાંથી બનાવી શકશો આ પરાઠા, શીખો સ્ટેપ બાય સ્ટેપ.

મુઘલાઈ પરાઠા એ એક બેંગોલી આઈટમ છે તે મેંદા ના લોટ માં થી બનાવ માં આવે છે ડીપ ફ્રાય કરવામાં આવે છે. આજે આપણે ઘઉં ના લોટ માં થી જ બનાવીશુ અને ડીપ ફ્રાય કરયા વગર બનાવીશુ, તો ચાલો રેસિપી જોઈ લઈએ,

સામગ્રી

કણક બનાવવા માટે

1 કપ ઘઉં નો લોટ

1 ચમચી તેલ

અડધી ચમચી મીઠું

જરૂર મુજબ પાણી

સ્ટફ માટે

1 ચમચી તેલ

1/4 ચમચી જીરું

1/4 ચમચી હળદર

1 કપ ની જીણી સમારેલી ડુંગળી

1 કપ જીણું સમારેલું કેપ્સિકમ

1 કપ જીણું સમારેલું ગાજર

1 કપ જીણી સમારેલી કોબી

1 લીલું મરચું

આમચૂર પાઉડર

અડધા લીંબુ નો રસ

મીઠું

1 ચમચી ગરમ મસાલો

1 બાફી ને મસળેલુ બટેકુ

અડધો કપ – મસળેલુ પનીર

પરોઠા શેકવા થોડું તેલ

મેંદા અને પાણી ની પેસ્ટ 2 ચમચી જેટલી

સૌ પ્રથમ ઘઉં નો લોટ લઇ તેમાં મીઠું , ત્તેલ નાખી હાથેથી મસળી લઇ જરૂર મુજબ પાણી નાખતા જઈ એકદમ સોફ્ટ કણક તૈયાર કરો અને થોડું તેલ લગાવી દઈ 15 મિનિટ માટે ઢાંકી અને દો।


હવે સ્ટફ તૈયાર કરી લઈશુ તેના માટે 1 કડાઈ માં 1 ચમચી તેલ ગરમ થાય એટલે જીરું અને હળદર નાખી , ડુંગળી , ગાજર , કેપ્સિકમ , કોબી અને લીલું મરચું , અડધી ચમચી મીઠું નાખી બરાબર હલાવી લો અને ઢાંકી દઈ 3-4 મિનિટ માટે ચડવા દો.


3-4 મિનીટ પછી બધું ચડી જાય એટલે બાફેલું બટેકુ , પનીર , આમચૂર પાઉડર , લીંબુ નો રસ અને ગરમ મસાલો નાખી બધું મિક્સ કરી લઇ સ્ટફ ને એક સાઈડ મૂકી દો।


હવે જે કણક તૈયાર કરેલી તેમાં થી એક સરખા લુઆ કરી લઇ , પાતળી પાટલી પર કોરો લોટ નાખી બૌ જાડું પણ નઈ અને પાતળું પણ નઈ એવું પરોઠું વાણી લો.


ગરમ તવા પર પરોઠા પર ઘી કે તેલ લગાવ્યા વગર એમનમ જ કોરા બને બાજુ શેકી લો। આ રીતે બધા પરોઠા શેકી લો , હવે પરોઠા ની અંદર તૈયાર કરેલું સ્ટફ મુકતા જઈ , કિનારી પર મેંદા ના લોટ ની પેસ્ટ લગાવતા જઈ ચારે બાજુ થી પરોઠા ને પેક કરી લો.


ગરમ તવા પર સ્ટફ કરેલા પરોઠા મૂકી બને બાજુ બ્રશ થી તેલ લગાવતા જઈ બરાબર શેકી લો.


બસ તૈયાર છે તમારા મુઘલાઈ પરોઠા તેને ગરમ ગરમ પણ ખાઈ શકાય અને નાના મોટા લંચ બોક્સ માં પણ લઇ જઈ શકે.

પરોઠા ને આ રીતે પેલા કોરા શેકી લેવા થી તેલ ઓછું જોઈશે અને કાચા પણ નઈ રહે , તમે આ રીતે ખાલી પરોઠા શેકી રાખી શકો પછી જયારે ખાવા હોય ત્યારે સ્ટફ ભરી ને શેકી ગરમ ગરમ પીરસી શકો.


તો હેલ્થી એવા આ પરોઠા એક વાર જરૂર થી ટ્રાય કરજો અને તમારો તમારો અભિપ્રાય જણાવજો।

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

વાનગીનો સંપૂર્ણ વિડિઓ ખાસ જુઓ અને શીખો વિગતવાર…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *