વેજ. ઓટ્સ ઉપમા – હેલ્ધી અને ટેસ્ટી સવારના નાસ્તા માટે પરફેક્ટ એકવાર જરૂર બનાવજો…

હેલ્ધી રહેવા માટે નિયમિત રીતે સવારે બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. બ્રેકફાસ્ટ હંમેશા હેવી કરવો જોઇએ, પણ ડાયેટનું ધ્યાન રાખતા હોય કે હાર્ટ પેશન્ટ હોય તો તેઓ માટે હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ છે વેજ. ઓટ્સ ઉપમા.

સ્ત્રીઓ ને રોજ સવારે નાસ્તા માં શુ બનવું એનો પ્રશ્ન રોજ થતો હોય છે અને એ પણ રોજ નવું નવું બનવું પડતું હોય છે .એટલે તમારી પરેશાની નો અંત લાવવાં ઝડપથી બને એવી ઓટસ ઉપમાં લાવી છું .

સામગ્રી :

– ઓટ્સ 1 કપ

– કાપેલ ટામેટાં 1/4 કપ

– રાઈ 1/2 ચમચી

– જીરું 1/2 ચમચી

– 7 -8 કઢી પત્તા

– કાપેલાં કેપ્સિકમ 1/2 કપ

– પાણી 3/4 કપ

– અડદ ની દાળ 1 ચમચી

– સ્વાદ પ્રમાણે મીઠું

– તેલ 2 ચમચી

– કેટલાક કોથમીર પત્તા

– 2 કાપેલ લીલા મરચા

– 1 ચમચી લીંબુ નો રસ

બનાવની રીત :

સ્ટેપ :1

એક પેન માં તેલ ગરમ કરો, હવે તે જીરું, રાઈ નાખો અને અડદ દાળ નાખો.હવે તેમાં કાપેલ મરચા, ટામેટાં , કેપ્સિકમ ,કઢી પત્તા, અને તેને સાંતળો .

સ્ટેપ :2

તેમાં મરચું પાવડર , મીઠું,આદું, અને પાણી ઉમેરો ઢાંકીને ધીમા તાપે રાખીને ઉકળવા દો.

સ્ટેપ :3

પછી ઢાંકણ કાઢો અને ઓટ્સ ઉમેરો અને થોડી વાર સુધી તેને ચડવા દો . ફરી ઢાંકણ ઢાંકો અને ઉપમા થાઉં ત્યાં સુધી રાહ જુઓ. ઢાંકણ કાઢો અને લીંબુ નો રસ ઉમેરી છીણેલ કોપરુ નાખો અને હલાવો.

ધાણા પત્તા વડે શણગારો અને પીરસો.

નોંધ :

તમે તમારી પસંદગી પ્રમાણે વેજિટેબલ લઇ શકો છો .મને ઉપમા માં ટેન્ગી ટેસ્ટ જોઈએ છે એટલે મેં લીંબુ નો રસ ઉમેર્યા છે .તમે aviod કરી શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *