વેજ સૂજી ટોસ્ટ – કોઈપણ મહેમાન આવે એકવાર આ વાનગી બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે.

વેજ સૂજી ટોસ્ટ :

બધાને ભાવતા આ વેજ સૂજી ટોસ્ટ ખરેખર હેલ્ધી અને ટેસ્ટી છે. કેપ્સિકમ, ટમેટા, કોથમરી, મરચા,મકાઇ વગેરે વેજી ટેબલ તેમાં મિક્સ કરી હેલ્ધી રેસિપિ બનાવી છે. સાથે મરી પાવડર અને બીજા મસાલાથી ટેસ્ટ આપવાની સાથે ક્રીમ ઉમેરીને વેજ સૂજી ટોસ્ટને ક્રીમી ટેસ્ટ આપ્યો છે. બટરથી રોસ્ટ કરી ક્રંચી ટેસ્ટ આપી ખરેખર મસ્ત ક્ર્ન્ચ આપ્યો છે. તો આવા સૂજી ટોસ્ટ બધાને વારંવાર ખાવાનું મન થઇ આવે એવા બન્યા છે.

તમે પણ બનાવો આવા ટોસ્ટ….

વેજ સૂજી ટોસ્ટ બનાવવા માટે ની સામગ્રી:

  • 1 કપ સૂજી
  • ½ કપ દહિં
  • 2 લીલા બારીક કાપેલા મરચા
  • 3 ટેબલ સ્પુન કેપ્સિકમ બારીક કાપેલા
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલા ટમેટા
  • 3 ટેબલ સ્પુન બાફેલા મકાઇના દાણા
  • 2 ટેબલ સ્પુન ઓનિયન બારીક કાપેલ
  • 2 ટેબલસ્પુન બારીક કાપેલી કોથમરી
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ટી સ્પુન બ્લેકપેપર પાવડર
  • ½ ટી સ્પુન રેડ ચિલી ફ્લેક્સ
  • 1 ટેબલ સ્પુન ક્રીમ (મિલ્ક માંની રેગ્યુલર મલાઇ)
  • પિંચ હળદર(ઓપ્શનલ)
  • 6 સ્લાઇઝ બ્રેડ
  • કોથમરીની ગ્રીન ચટણી જરુર મુજબ – બ્રેડ પર પાતળું લેયર કરવા માટે અથવા
  • ટોમેટો સોસ જરુર મુજબ બ્રેડ પર પાતળું લેયર કરવા માટે (ઓપ્શનલ)
  • રોસ્ટ કરવા માટે બટર

વેજ સૂજી ટોસ્ટ બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક મોટા મિક્ષિંગ બાઉલ માં 1 કપ સૂજી લ્યો. બાઉલ જરા મોટુ લેવું કેમકે સૂજી દહિંમાં મિક્ષ કર્યા પછી ફુલશે.

½ ક્પ દહિં સૂજીમાં ઉમેરી મિક્ષ કરો.

બરાબર મિક્ષ થઇ જાય એટલે તેમાં ½ કપ પાણી ઉમેરી મિક્ષ કરી તે મિશ્રણને મિનિમમ 10-15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. 30 મિનિટ સુધી ચાલશે. વધારે ટાઇમ સોગી થઇ જવાથી કૂક કરતી વખતે તેમાં ક્રંચ આવતા થોડો ટાઇમ વધારે લાગશે.

ત્યારબાદ મિશ્રણ ફરી સ્પુન થી હલાવીને મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 2 લીલા બારીક કાપેલા મરચા, 3 ટેબલ સ્પુન કેપ્સિકમ બારીક કાપેલા અને 2 ટેબલ સ્પુન ઓનિયન બારીક કાપેલા ઉમેરી મિક્સ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પુન બાફેલા મકાઇના દાણા અને 2 ટેબલસ્પુન બારીક કાપેલી કોથમરી ઉમેરી મિક્ષકરો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન બારીક કાપેલા ટમેટા, સ્વાદ મુજબ મીઠું, ½ ટી સ્પુન બ્લેકપેપર પાવડર અને ½ ટી સ્પુન રેડ ચિલી ફ્લેક્સ ઉમેરી બધું સાથે મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન ક્રીમ (મિલ્ક માંની રેગ્યુલર મલાઇ) ઉમેરી મિક્સ કરવાથી સરસ ક્રીમી બેટર બનશે. તો હવે બ્રેડ પર લગાવવા માટેનું ક્રીમી બેટર રેડી છે.

બ્રેડની એક સાઇડ બટર લગાવી લ્યો.

હવે બ્રેડની એક સ્લાઇઝ લઇ ( બ્રેડની કિનારી વધારે કડક હોય તો જ કાઢવી). તેની બેક સાઇડ પર ગ્રીન ચટણીનું પાતળું લેયર કરો.

કોથમરીની ચટણીના બદલે ટોમેટો સોસનું પણ લેયર કરી શકાય છે.

હવે તેના પર સૂજીના મિશ્રણનું જાડું લેયર કરો. સુજી ટોસ્ટ જેમ રોસ્ટ થતા જાય તેમ બ્રીડ પર વન બાય વન સૂજીનું લેયર કરી પ્રીપેર કરો.

( બધી બ્રેડ પર અગાઉ થી એક સાથે ચટણી અને સૂજીનું લેયર કરી પ્રીપેર કરી લેવી નહી, તેમ કરવા થી બ્રેડ વધારે પડતી સોગી થઇ જશે અને રોસ્ટ કરતી વખતે તવા માં પલટવવામાં તૂટી જશે).

નોન સ્ટિક તવાને ગરમ કરી ઉપર થોડું બટર લગાવો.

બટર ગરમ થાય એટલે તેના પર સૂજીના મિશ્રણ લગાવેલી સાઇડ આવે તે રીતે મૂકી મિડિયમ સ્લો ફ્લૈમ પર રોસ્ટ કરો.

સોજીનું લેયર બરાબર કૂક થઇ ગોલ્ડન કલરનું થઇ, થોડું ક્રંચી થાય ત્યાં સુધી રોસ્ટ કરો.

રોસ્ટ થઇ જાય એટલે તવા પર થોડું બટર લગાવી, બટર લગાવેલી સાઇડ બ્રેડને પલટાવી લ્યો.

બેક સાઇડ ટોસ્ટ જેવી ક્રંચી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સ્લો ફ્લૈમ પર રોસ્ટ કરો.

સર્વિંગ પ્લેટને કોથમરી અને ટોમેટો સોસથી ગાર્નીશ કરી તેમાં ટોમેટો સોસ સાથે વેજ સૂજી ટોસ્ટ સર્વ કરો.

બાળકોના કે ઓફીસ માટેના લંચ બોક્ષમાં, બ્રેક ફાસ્ટ કે ડીનરમાં કે ઘરે આવેલા ગેસ્ટ માટે વેજ સૂજી ટોસ્ટ ખૂબજ અનૂકૂળ રહેશે અને બધાને ખૂબજ ટેસ્ટી લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *