ક્વિક અને ઇઝી અથાણું – આ ફટાફટ બની જતું અથાણું ઘરમાં બધાને પસંદ આવશે તો આજે જ બનાવો…

ક્વિક અને ઇઝી અથાણું

બજારમાં આજકાલ વિપુલ પ્રમાણમાં ગાજર ,કેપ્સિકમ અને કોબીજ વેચાઈ રહી છે. શાક તરીકે તો તમે ખાતાં જ હશો અને શાક પણ બનાવ્યું હશે. હવે આ શાક નું અથાણું ટ્રાય કરો. લગ્નના જમણવારમાં, પાર્ટીમાં કે હોટલમાં તો તમે અચાર નહિ ખાધું જ હશે. આ અચાર એવું છે કે બાળકોથી લઈને વડીલો સુધી તમામને ભાવશે અને ઝટપટ બની જાય છે. તો જાણી લો કઈ રીતે બનાવશો ક્વિક અને ઇઝી અથાણું (અચાર…)…..

સામગ્રી :

  • – 150 ગ્રામ ગાજર ( લાબું સુધારેલું )
  • – 150 ગ્રામ કેપ્સિકમ ( લાબું સુધારેલું )
  • – 200 ગ્રામ કોબીજ ( લાંબી સુધારેલી )
  • – 1 ચમચી રાય ના કુરિયાં
  • – 1 ચમચી લીંબુ નો રસ
  • – સ્વાદ મુજબ મીઠું
  • – 1/2 ચમચી મરચું પાવડર
  • – 1ચમચી લસણ પીસેલું લસણ
  • – 1/2 ચમચી ઘણાં પાવડર
  • – ચપટી હિંગ
  • – 1-2 ચમચી

રીત :

સ્ટેપ :1

સૌ પ્રથમ ગાજર ,કેપ્સિકમ અને કોબી ને ધોઈ ને લાંબા સુધારી લેવાં …અને થોડાં કોરા કરી લઇ એક વાસણ માં ભેગા કરી લેવાં .

સ્ટેપ :2

હવે ,તેમાં 1 ચમચી લીંબુ નો રસ ,સ્વાદ મુજબ મીઠું ,1 ચમચી રાય ના કુરિયાં ,મરચું પાવડર ,ઘણાં પાવડર અને પીસેલું લસણ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું .તમને લસણ ના ભાવતું હોય તો તમે avoid કરી શકીયે .

સ્ટેપ :3

બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં તેલ ઉમેરી બરાબર હલાવી .તમે રોટલી ,પરાઠાં સાથે લઇ શકો .તમે આ ઘરે જરૂર થી બનાવજો .અને મજા માણજો .

નોંધ :

  • – આ અથાણાં ને તમે 1 week રાખી શકો .
  • – લીંબુ ના હોય તો તમે વિનેગર પણ લઇ શકો છો .
  • – આમાં કૂબી નો પ્રમાણ મેં વધારે લીધું છે ..તમે તમારી ઇસાબ થી શાક વધારે – ઓછા લઇ શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *