વેજિટેબલ પુડલા – બેસનના ચિલ્લા તો ખાતા જ હશો પણ હવે આ પુડલા બનાવજો, નોંધી લો રેસીપી ધ્યાનથી…

ચણા ના લોટ ના પુડલા લગભગ દરેક ના ઘરે બનતા જ હોય છે. ખૂબ જ ઝડપ થી બની જતા આ પુડલા ને અજમો ઉમેરી ને શરદી માં પણ ખાસ બનાવવામાં આવે છે. આજે હું આ પુડલા વધુ હેલ્થી અને ટેસ્ટી બની જાય એવી રેસિપી લાવી છું. આ પુડલા બાળકો ને ટિફિન માં પણ આપી શકાય.

વેજિટેબલ પુડલા

સામગ્રી:-

2 કપ ચણા નો લોટ

1/2 કપ રવો

1/4 કપ ચોખાનો લોટ

1 કપ છીણેલી દૂધી

2 ચમચા ઝીણી સમારેલી કોથમીર

3 ટામેટાં

1 મોટી ડુંગળી

2 લીલા મરચાં

5-6 મીઠા લીમડાનાં પાન

1 ચમચી અજમો

1 ચમચી મરચું

1/2 ચમચી હળદર

1/4 ચમચી મરી નો ભૂકો

ચપટી હળદર

1/2 લીંબુ નો રસ

મીઠું સ્વાદાનુસાર

સૌ પ્રથમ એક મિક્સર બાઉલ માં ટામેટાં , ડુંગળી, લીલા મરચાં અને લીમડો ઉમેરી ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો.

હવે એક બાઉલમાં ચણા નો લોટ, રવો અને ચોખાનો લોટ ઉમેરો.


તેમાં ડુંગળી -ટામેટાં ની પેસ્ટ, છીણેલી દૂધી, ઝીણી કોથમીર, મીઠું , હળદર, મરચું, મરી નો ભૂકો અને લીંબુ નો રસ ઉમેરી ને બધું મિક્સ કરો.. જરૂર મુજબ નું પાણી ઉમેરી મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. 15 -20 મિનિટ નો રેસ્ટ આપો.

હવે એક ગરમ તવા પર ચમચા ની મદદ થી ખીરું ગોળ આકારમાં પાથરો અને તેલ નાખી ને મધ્યમ આંચ પર થવા દો. જ્યારે બ્રાઉન કલર થવા આવે એટલે તવેથા ની મદદ થી પુડલા ને ફેરવી લો અને બીજી બાજુ પણ બરાબર શેકી લો.

આ પુડલા ને ચટણી, સોસ ,ડુંગળી કે દહીં સાથે સર્વ કરો.

નોંધ:-

તમે આ પુડલા ના ખીરા માં એકલા ચણાનો લોટ પણ લઈ શકો પરંતુ રવો અને ચોખાનો લોટ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે.

તમે બીજા શાક પણ ઉમેરી શકો જેમ કે ગાજર ,બીટ. પાલક વગેરે..

ખીરું બહુ પાતળું થઇ જાય તો થોડો રવો વધુ ઉમેરવો.

પુડલા બહુ પાતળા ના પાથરવા અને મધ્ય થી તેજ આંચ પર જ પકાવો.

બાળકો ને ઉપર ચીઝ પાથરી ને રોલ કરી ને પણ આપી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *