સ્ટફ્ડ વેજિટેબલ વિથ બનાના – ભરેલા શાક પસંદ છે? તો આ શાક તમને જરૂર પસંદ આવશે…

રીંગણા બટેટા નું ભરેલું શાક તો આપણા બધાજ ગુજરાતીઓ ના રસોડે બનતુ જ હશે આજ પણ આપણે રીંગણા બટેટા ના ભરેલા શાક જેવુ જ કાઇક બનાવશુ પણ અલગ જ રીત મા તો ચાલો બનાવીએ સ્ટફ્ડ વેજિટેબલ વિથ બનાના

સામગ્રી:


• બે રીંગણા

• ચાર નાના બટેટા

• બે નાની ડુંગરી

• બે મોળા મરચાં

• દૂધી ના મોટા ત્રણ પીસ(જો દૂધી નાખવી હોય તો)

• એક પાકુ કેળુ

સ્ટફીંગ તેમજ વઘાર માટે:


• કોથમીર ઝીણી સમારેલી એક મોટો વાટકો

• આદૂ ની પેસ્ટ હાફ ટીસ્પૂન

• લસણની ચટણી હાફ ટીસ્પૂન

• બે મોટી ચમચી ધાણાજીરુ

• ગરમ મસાલો એક ચમચી

• લાલ મરચું એક ચમચી

• હળદર એક ટીસ્પૂન

• મીઠું સ્વાદઅનુસાર

• હિંગ હાફ ટીસ્પૂન

• ટોમેટો પ્યુરી એક કપ

• લીંમડા ના ત્રણ ચાર પાન

• 1 ચમચી રાઇ જીરુ મિક્સ

• વઘાર માટે તેલ

રીત:


૧ એક ઊંડા બાઉલમાં ઝીણી સમારેલી કોથમીર,આદૂ ની પેસ્ટ,લસણની ચટણી,ગરમ મસાલો,મીઠું,મરચું,હળદર,ધાણાજીરુ અને હીંગ બધુ મિક્સ કરી લેવુ.

૨ ડુંગરી,બટેટાં અને કેળા ની છાલ ઉતારી લેવી મરચાં ના ડીટીયા અને અને બી કાઢી લેવા બધા શાક ને વચ્ચે થી કાપા પાડી ને મસાલા થી સરખા ભરી લેવા.

૩ વધેલા મસાલા મા ટોમેટો પ્યુરી મિક્સ કરી દેવી.

૪ એક કુકર મા ત્રણ ચમચા તેલ મુકી રાઇ-જીરુ નો વઘાર કરી તેમા લીંમડા ના ત્રણ ચાર પાન નાખવા.

૫ લીંમડો તતડે એટલે તેમા ટોમેટો પ્યુરી વાડો મસાલો નાખીને બે મિનિટ ચડવા દઇ ને એક ગ્લાસ પાણી ઉમેરવું.

૬ રીંગણા,બટેટા અને દૂધી(જો નાખવી હોય તો) કુકર મા નાખી દેવા અને કુકર નુ ઢાંકણુ બંધ કરીને ૩ સીટી કરવી.

૭ કુકર ખોલી ને કેળા અને ડુંગરી નાખીને પાછું કુકર નુ ઢાંકણુ બંધ કરીને એક સીટી કરવી.

*આ શાક રોટલા,રોટલી કે પરોઠા સાથે પીરસવુ.

નોંધ: આ શાક ને પંજાબી ટચ આપવા માટે ગરમ મસાલા ની જગ્યાએ પંજાબી મસાલો વાપરવો અને કેળા અને ડુંગરી ઉમેરીએ ત્યારે સાથે-સાથે ‍એક કપ શિંગ નો ભુક્કો અને એક કપ મોળુ દહીં ઉમેરવું.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *