વેજીટેબલ ચીજ ગ્રીલ સેન્ડવીચ:- બહાર હોટલ કે લારી પર મળે છે એનાથી પણ વધારે ટેસ્ટી ચટાકેદાર

વેજીટેબલ ચીજ ગ્રીલ સેન્ડવીચ:- બહાર હોટલ કે લારી પર મળે છે એનાથી પણ વધારે ટેસ્ટી ચટાકેદાર હવે શીખો અને ઘરે બનાવો વિડિયો રેસિપી દ્રારા…

મિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, સેન્ડવિચ , પિઝા, બર્ગર બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓને ભાવતી સેન્ડવીચ બનાવવાની રેસિપી શેર કરવાની છું.જો તમને આ રેસિપી ગમે તો નવી નવી રેસિપી જોવા માટે Prisha Tube ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.

Advertisement

સામગ્રી :-

 • o 5 બાફેલા બટાકા

બાફેલા બટાકા નો માવો બનાવવા :-

Advertisement
 • • 3 ચમચી તેલ
 • • ½ ચમચી જીરું
 • • ચપટી હિંગ
 • • 11/2 ચમચી લાલ મરચું
 • • 2 ચમચી ધાણાજીરું
 • • 1 ચમચી હળદર
 • • સ્વાદ પ્રમાણે મીઠું/સંચર
 • • 1 ચમચી ગરમ મસાલો
 • o બ્રેડ
 • o ગ્રીન ચટણી
 • o કેચપ
 • o ટામેટાં ની સ્લાઈસ
 • o ડુંગળી ની સ્લાઈસ
 • o ચીજ
 • o બટર

રીત:-

સ્ટેપ 1 :-સૌપ્રથમ બટાકાનો માવો રેડી કરીશું. તો બટાકા ને બાફીને છોલીને મેશ કરીને વઘારી લઈશું. તો વઘાર માટે એક કડાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યારે જીરું, હિંગ,મેશ કરેલા બટાકા, મરચું, હળદર, સંચર,ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરીને ઠંડો કરવા મુકી દો.

Advertisement

સ્ટેપ 2:-હવે 2 બ્રેડ ની સ્લાઈસ લઈને બંને બ્રેડ પર બટર લગાવી દો.એક બ્રેડ પર ગ્રીન ચટણી અને બીજી બ્રેડ પર કેચપ લગાવો.

સ્ટેપ 3:-હવે ગ્રીન ચટણી વાળી બ્રેડ પર ટામેટાં, ડુંગળી ની સ્લાઈસ મુકો.

Advertisement

સ્ટેપ 4:-કેચપ વાળી બ્રેડ પર બટાકાનો માવો લગાવી ઉપરથી ચીજ છીણી લો.

સ્ટેપ 5:-હવે એક બ્રેડ બીજી બ્રેડ પર હળવેથી મુકી દો. અને ઉપર બટર લગાવી દો. અને ગ્રીલર માં ગ્રીલ કરવા માટે મુકી દો. બટર લગાવેલ ભાગ ગ્રીલર માં નીચેની તરફ રાખવો. અને ઉપરથી બટર લગાવી ગ્રીલ કરવા મુકી દો.

Advertisement

સ્ટેપ 6:-તો 2-3 મિનિટમાં સેન્ડવીચ રેડી થઈ જાય ત્યારે સવિઁગ પ્લેટ માં લઈને સવૅ કરો અને ઉપરથી ચીજ છીણીને પીઝા કટરથી કટ કરી દો.

સ્ટેપ 7:- તો ખૂબ જ ટેસ્ટી બહાર ના જેવી વેજીટેબલ ચીજ ગ્રીલ સેન્ડવીચ રેડી છે.મિત્રો, આઈહોપ તમને મારી આ રેસિપી પસંદ આવી હશે.

Advertisement

નોંધ :-

 • o બટાકા ના માવાને તેલનો વઘાર ના કરવો હોય તો પણ ચાલે. તમે બધા મસાલા કરીને મિક્સ કરી શકો છો.
 • o ડુંગળી, ટામેટાં ની સાથે કાકડી, કેપ્સીકમ લઈ શકાય.
 • o ડુંગળી, ટામેટાં ની સ્લાઈસ ના કરવી હોય તો ઝીણું સમારી લેવું

વિડિઓ રેસિપી :

Advertisement


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *