ક્રિસ્પી વેજ કટલેસ – ગુજરાતી સ્ટાઇલ લગ્ન પ્રસઁગમાં બને એવી ક્રિસ્પી વેજ કટલેટ

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ લગ્ન પ્રસંગ માં બને એવી ક્રિસ્પી વેજ કટલેસ. અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.આ કટલેસ બધા ને ઘર માં પસંદ આવશે. તો ચાલો વેજ કટલેસ બનાવવાની શરૂઆત કરી લઈએ.

સામગ્રી

  • મેંદો
  • કોર્ન ફ્લોર
  • બ્રેડ નો ભુક્કો
  • આમચૂર પાવડર
  • મીઠું
  • જીરું
  • લાલ મરચું
  • ગરમ મસાલો
  • ગાઠીયા
  • મરી પાવડર
  • સંચળ પાવડર
  • ચાટ મસાલો
  • બાફેલા બટાકા
  • બાફેલા વટાણા
  • કોબીજ
  • બીટ
  • સ્વીટ કોર્ન
  • કોથમીર
  • લીલા મરચાં અને લસણ ની પેસ્ટ
  • આદુ ની પેસ્ટ
  • તેલ

રીત

1- સૌથી પહેલા આપણે વેજ કટલેસ બનાવવા માટે એક પેન લઈ લઈશું. તેમાં એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું. આમાં તેલ નું પ્રમાણ ઓછું રાખવાનું છે. ગેસ ધીમો જ રાખીશું. હવે તેમાં એક કપ ઝીણી સમારેલી કોબીજ નાખીશું.

2- હવે અડધી વાડકી ઝીણું સમારેલું ગાજર નાખીશું. હવે તેને એક થી બે મિનિટ માટે કુક કરી લઈશું. જેથી બધું જ પાણી છૂટું પડી જાય. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને એક નાની ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખીશું.

3- જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો.હવે એક મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. બધું મિશ્રણ કોરું થઈ જાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.

4- તેને સતત હલાવતા રહીશું. અને ગેસ ધીમો જ રાખીશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું શાક કુક થઈ ગયું છે. અને કલર પણ બદલાઈ ગયો છે. અને પાણી પણ ઓછું થઈ ગયું છે. હવે તેમાં બે ચમચી બીટ ને છીણી ને નાખીશું. બીટ નાખવાથી તેનો કલર સરસ આવી જાય છે. અને ટેસ્ટ પણ સારો આવે છે.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બીટ નાખ્યા પછી તેનો કલર એકદમ સરસ આવી ગયો છે. અને હવે બધું પાણી પણ સુકાઈ ગયું છે. હવે આ સ્ટેજ પર ગેસ બંધ કરી લઈશું. અને આ વેજીટેબલ ને એક પ્લેટ માં કાઢી લઈશું. આ મિશ્રણ બરાબર ઠંડુ થાય પછી આગળ ની પ્રોસેસ કરીશું.

6- હવે ચાર નાના બટેકા ને બાફી ને મેસ કરી ને લઈ લીધા છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.ત્યારબાદ આપણે બાકી ની સામગ્રી ને પણ નાખી લઈશું. હવે તેમાં ૧/૪કપ બાફેલા વટાણા નાખીશું. વટાણા નો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને બે ચમચી સ્વીટ કોર્ન નાખીશું. હવે કોથમીર ને પણ ઝીણી સમારીને એડ કરીશું.

7- હવે બે મોટી ચમચી ગાઠીયા નાખીશું. તમે સેવ પણ લઈ શકો છો. ગાઠીયા ને ભાગી ને નાખીશું.ત્યારબાદ એક નાની ચમચી મરી પાવડર નાખીશું. ત્યારબાદ અડધી નાની ચમચી સંચળ પાવડર નાખીશું.અને અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું.

8- હવે તેમાં ખટાશ માટે એક નાની ચમચી આમચૂર પાઉડર નાખીશું.તમે લીંબુ નો રસ પણ લઈ શકો છો. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે તેમાં શેકેલું જીરું નાખીશું. હવે તેમાં અડધી નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું.

9- હવે આપણે ફ્રેશ બ્રેડ નો ભુક્કો લઈશું. બ્રેડ એક કે બે દિવસ ની હોય તેને મિક્સર માં પીસી ને બ્રેડ નો ભુક્કો કરી લઈશું.હવે બધું મિક્સ કરી લઈશું. જો એવું લાગે જે હજુ પાણી નો ભાગ છે તો ફરી તેમાં બ્રેડ નો ભુક્કો નાખીશું. હજુ તેમાં બે ચમચી બ્રેડ નો ભુક્કો નાખીશું. હવે પ્રોપર મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

10- હવે તેમાંથી બે ચમચી જેટલું મિશ્રણ લઈશું. અને હાથ થી સરસ સોફ્ટ કરી લઈશું. અને એક મોટો બોલ્સ બનાવી લેવાનો છે. હવે હાર્ટ સેપ નું કટર લઈ તેને કટ કરી લઈશું. ત્યારબાદ વધારા નું બહાર કાઢી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ રીતે બહાર કાઢી લેવાનું છે. પછી તેને હાથ થી થોડો સેપ આપી દઈશું. હવે તેને પ્લેટ માં કાઢી લઈશું.

11- મીઠાઈ વાળા ની દુકાન જેવા લંબગોળ પણ બનાવી શકો છો.તે પણ જોઈ લઈશું. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હાથ થી સેપ આપી ને પણ આવી રીતે બનાવી શકો છો. હવે આ રીતે બધી જ કટલેસ બનાવી લઈશું.હવે વિડિયો માં જોઈ શકો છો કે આપણી બધી જ કટલેસ રેડી થઈ ગઈ છે.

12- કટલેસ ને એક ડીપ માં ડીપ કરી ને ફ્રાય કરવાની હોય છે. તેના માટે એક ડીપ તૈયાર કરી લઈશું. હવે એક મોટી ચમચી મેંદો લઈશું. અને એક મોટી ચમચી કોર્ન ફ્લોર લઈશું. જો તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો મેંદો પણ લઈ શકો છો. હવે તેમાં ૧/૪ કપ જેટલું પાણી નાખીશું.

13- એકદમ ગાંઠા વગર ની પેસ્ટ બનાવી દઈશું.હવે તેને સાઈડ માં રાખી દઈશું. હવે બ્રેડ નો ભુક્કો લઈશું. તમારી પાસે ટોસ્ટ હોય તો તે પણ લઈ શકો છો. હવે જે આપણે લીક્વીડ બનાવ્યું હતું તેમાં રગદોળી લઈશું. ત્યારબાદ સીધું જ આપણે બ્રેડ ના ભુક્કા માં રગદોળી લઈશું. તેને એક હાથથી જ પોર કરવાનું છે.

14- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કટલેસ સરસ પોર થઈ ગઈ છે. આ રીતે બધી કટલેસ ને પોર કરી લઈશું. હવે તેને ફ્રાય કરી લઈશું. જો તેલ ઓછું ગરમ હશે. તો તમારી કટલેસ વધારે તેલ પી જશે. એટલે તેલ વધારે ગરમ હોવું જોઈએ. તેને ફેરવતા ફેરવતા ઉપર નું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.

15- તમે વીડિયોમાં જોઈ શકો છો કે કટલેસ સરસ ફ્રાય થઈ ગઈ છે. અને કલર પણ સરસ આવી ગયો છે. તેને ધીરે ધીરે ફેરવતા જવાનું છે. કારણકે કટલેસ આપણા સોફ્ટ છે. હવે તેને ટિસ્યુ પેપર પર કાઢી લઈશું. જેથી વધારા નું તેલ હોય તો સોસી લે. હવે આપણે હાર્ટ સેપ ના કટલેસ તેલ માં ફ્રાય કરવા મૂકી દીધા છે.

16- તેલ માં નાખ્યા પછી તેને બે મિનિટ સુધી ફેરવાનું નહી. તે વાત નું ખાસ ધ્યાન રાખવાનું.ક્રિસ્પી થાય ત્યારે જ ટન કરવાનું નીચે નું પડ ક્રિસ્પી પણ થઈ ગયું છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે. બની છે ને એકદમ લગ્ન પ્રસંગ માં બને તેવી તો તમે પણ ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *