વેજ પનીર પરાઠા – આલુ પરાઠા તો ખાતા અને બનાવતા હવે બાળકોને બનાવી આપો આ સરપ્રાઈઝ પરાઠા.

વેજ પનીર પરાઠા

પરાઠા એ આપણા સહુ ના ઘરે બનતાં જ હોય છે. આપના સૌ ના ઘરે પંજાબી સબ્જી કે છોલે જોડે પરાઠા બનતાં હોય છે.પણ આજે આપને સ્ટફ્ પરાઠા બનાવવા ના છે. અલગ અલગ સ્ટફિંગ કરી ને આપને પરાઠા બનાવતા હોઈએ છીએ.

Advertisement

જ્યારે સાંજે ડિનર માં જમવા નું બનવાનું હોય તો આપને સૌ ને એક જ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે શું બનાવીશું.તો આજે સહેલાઈથી અને ફટાફટ બની જાય એવા વેજ પનીર પરાઠા ની રેસીપી જોઈશું. જે તમે સવારે નાસ્તા માં કા તો સાંજે ડિનર માં લઈ શકો છો.જે ખૂબ જ હેલઘી છે.તો સામગ્રી જોઈ લઈશું.

સામગ્રી

Advertisement
 • ૨ ડુંગળી ઝીણી સમારેલી
 • ૧ બાઉલ કોબીજ
 • ૧/૨ બાઉલ ગાજર
 • ૧/૨ બાઉલ બીટ
 • ૫૦ ગ્રામ પનીર
 • મીઠું સ્વાદાનુસાર
 • ૧ ચમચી ચીલી ફ્લેક્સ
 • ૧ ચમચી ઓરેગાનો
 • ૨ ચમચી લીલા ધાણા
 • ૧/૪ બાઉલ કેપ્સિકમ બારીક સમારેલા
 • ૧ ચમચી ધાણજીરૂ
 • ૧ ચમચી ગરમ મસાલો
 • ૫૦ ગ્રામ બટર
 • ૧ બાઉલ ઘઉ નો લોટ
 • ૨ ચમચી તેલ

રીત

સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉ નો લોટ લઈ તેમાં મીઠું,અને તેલ એડ કરી પરોઠા નો લોટ બાંધી લો.

Advertisement

કોબીજ,ગાજર ,બીટ,ડુંગળી,અને કેપ્સિકમ બારીક સમારી લો.અને પનીર ને છીની લો.

હવે એક બાઉલ માં કોબીજ,ગાજર ,બીટ,ડુંગળી, કેપ્સિકમ અને પનીર એડ કરી તેમાં મીઠું સ્વાદાનુસાર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,લીલા ધાણા,ગરમ મસાલો એડ કરો.

Advertisement

પનીર અને વેજીટેબલ નું મિશ્રણ બરાબર મિક્સ કરી લો.

હવે લોટ માંથી એક પરોઠો વણી લો.

Advertisement

હવે તેમાં પનીર અને વેજીટેબલ નું મિશ્રણ એડ કરો.

હવે તેને બંધ કરી ફરી થી વણી લો.

Advertisement

હવે આ પરોઠા ને બટર થી બને બાજુ શેકી લો.

હવે પરોઠા સરવિગ પ્લેટ માં લઇ લો.

Advertisement

પરોઠા ની ઉપર ચીઝ એડ કરી ટોમેટો કેચઅપ અને દહી જોડે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *