વેજ. સોજી અપ્પે – બહુ ઓછા તેલમાં બનતા આ અપ્પે નાના મોટા દરેકને પસંદ આવશે..

વેજ. સોજી અપ્પે :

અપ્પમ પેનમાં અનેક પ્રકારના અપ્પ્મ કે અપ્પે લેસ ઓઇલમાં બનાવી શકાય છે. અનેક પ્રકારના લોટના કોમ્બિનેશનથી અપ્પે બનાવી શકાય છે. ફરાળી તેમજ રેગ્યુલર ફરસાણ( નોન ફરાળી ) તરીકે અપ્પે બનાવવામાં આવતા હોય છે. સાબુદાણા, રાજગરાનો લોટ કે સામો કે સામાના લોટ સાથે થોડી જરુરી સામગ્રી ત્થા ફરાળી સ્પાયસીસ ઉમેરી તેમાંથી સ્વાદિષ્ટ ફરાળી અપ્પે બનાવવામાં આવતા હોય છે. ઢોકળા કે હાંડવાના બેટરમાંથી કે સોજીમાં થોડા વેજીટેબલ્સ ઉમેરીને પણ ખૂબજ હેલ્ધી તેમજ ટેસ્ટી અપ્પે બનાવી શકાય છે.

જો તમે બહુ સ્પાયસી વાનગીઓ ખાઇને કંટાળી ગયા હો તો તેના માટે ઓછા સ્પાયસીસ અને ઓછી મહેનતે –જલદી બની જતા, તેમજ ઓછા ઓઇલમાં બની જતા સોજી અપ્પે ચોક્કસથી બનાવીને હેલ્ધી – ટેસ્ટી વાનગીનો ટેસ્ટ માણી શકો છો.

આપ સૌ માટે હું અહીં વેજ.સોજી અપ્પેની રેસિપિ રહી છું, જે ઉપરથી ખૂબજ સરસ ક્રીસ્પી અને અંદરથી એટલા જ સોફ્ટ બનશે. ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી હોવાથી બાળકોને લંચ બોક્ષમાં આપી શકાય છે. નાનાથી માડીને મોટા સુધીના ઘરના દરેક લોકોને નાસ્તામાં પણ માફક આવે તેવા આ સોજી અપ્પે તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કાસથી બનાવજો.

વેજ. સોજી અપ્પે બનાવવા માટેની સામગ્રી :

 • 1 ½ કપ સોજી
 • ¾ કપ કર્ડ
 • પાણી – જરુર મુજબ

બેટરના વઘાર માટે :

 • 2 ટેબલ સ્પુન ઓઇલ
 • ½ ટી સ્પુન રાઈ
 • ½ ટી સ્પુન આખુ જીરુ
 • 6-7 કાપેલા મીઠા લીમડાના પાન
 • 5-6 નંગ રિંગ્સ લીલા મરચાની
 • પિંચ હીંગ

વેજ. સોજીના બેટરમાં મિક્ષ કરવા માટેની સામગ્રી :

 • 1 નંગ બારીક કાપેલું ટમેટું
 • 1 નંગ બારીક કાપેલી ઓનિયન
 • ½ કપ ખમણેલું ગાજર
 • 3 ટેબલ સ્પુન ફ્રેશ કે સ્ટોરેજ બાફેલા ગ્રીન મટર
 • 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ
 • 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ
 • 1 ટેબલ સ્પુન ટોમેટો કેચપ
 • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
 • ½ ટેબલ સ્પુન ચાટ મસાલો
 • ¼ ટી સ્પુન ગરમ મસાલો
 • સોલ્ટ – સ્વાદ મુજબ
 • 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • 1 ટી સ્પુન બેકીંગ પાવડર
 • 1 ટેબલ સ્પુન પાણી

વેજ. સોજીનું બેટર બનાવવા માટેની રીત :

એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં 1 ½ કપ સોજી લઈ તેમા ¾ કપ કર્ડ ઉમેરો. હવે તેને સરસથી મિક્ષ કરી લ્યો. તેમાં જરુર મુજબ પાણી ઉમેરી થીક બેટર બનાવી લ્યો. ગાંઠા ના રહે તે રીતે બરાબર મિક્ષ કરી લ્યો. હવે તેને 10-15 મિનિટ સેટ થવા માટે રેસ્ટ આપો.

1-5 મિનિટ બાદ તેને ફરીથી હલાવીને મિક્ષ કરો. વધારે ઘટ્ટ લાગે તો તેમાં જરુર મુજબ એકાદ ચમચી પાણી ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ બનેલા થીક બેટરમાં 1 નંગ બારીક કાપેલું ટમેટું, 1 નંગ બારીક કાપેલી ઓનિયન, ½ કપ ખમણેલું ગાજર, 3 ટેબલ સ્પુન ફ્રેશ કે સ્ટોરેજ- બાફેલા ગ્રીન મટર અને 1 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી ઉમેરો. હવે બધું બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તે મિશ્રણમાં 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ, 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ, 1 ટેબલ સ્પુન ટોમેટો કેચપ, ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટેબલ સ્પુન ચાટ મસાલો, ¼ ટી સ્પુન ગરમ મસાલો અને સોલ્ટ – સ્વાદ મુજબ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે વેજ. સોજી અપ્પેના બનેલા મિશ્રણમાં ¼ ટી સ્પુન બેકિંગ પાવડર ઉમેરી તેના પર 1 ટેબલ સ્પુન પાણી ઉમેરી બધું મિક્સ્ચર એકદમ હલાવી એકરસ કરી લ્યો. તેમ કરવાથી મિક્સચર થોડું ફ્લફી થશે.

ત્યારબાદ એક નાનુ તડકા પેન લઈ તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ ગરમ થવા મૂકી, ઓઇલ ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઈ, ½ ટી સ્પુન આખુ જીરુ, 6-7 કાપેલા મીઠા લીમડાના પાન, 5-6 લીલા મરચાની રિંગ્સ ઉમેરી તતડાવી લ્યો ત્યારબાદ તેમાં પિંચ હીંગ ઉમેરી તરતજ સોજી અપ્પેના બેટરમાં ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે અપ્પમ પેન લઈ ગરમ મૂકી, તેનાં બધા મોલ્ડ્માં ઓઇલથી બ્રશિંગ કરી લ્યો. ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ).

સ્લો ફ્લૈમ પર ગરમ થવા દ્યો. હવે તેમાં તૈયાર કરેલા વેજ. સોજી અપ્પે બેટર ઉમેરી મોલ્ડ ભરાય ત્યાંસુધી ઉમેરો, વધારે ઉપર આવે તેમ બેટર ઉમેરવું નહી.

ફ્લૈમ સ્લો જ રાખીને અપ્પે પેનને ઢાંકીને વેજ સોજી અપ્પે કૂક થવા દ્યો.

અપ્પે પેનમાં રહેલા અપ્પેનો ઉપરથી કલર ચેંજ થઈ જ્તો દેખાય એટલે તેના પર બ્રશથી ઓઇલ લગાવી દ્યો.

ત્યારાબાદ બધા અપ્પે વારાફરતી વુડન સ્ટીક વડે ફ્લીપ કરી દ્યો. સરસ ક્રીસ્પી થયેલા દેખાશે. ફરી ઢાંકીને 2-3 મિનિટ કૂક કરો.

બરાબર કૂક થઈ સરસ ફુલી જાય અને નીચેથી પણ ક્રીસ્પી અને લાઈટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બધા વેજ. સોજી અપ્પે એક પ્લેટ લઈ તેમાં ટ્રાંસફર કરી લ્યો. આ પ્રમાણે બધા બેટરમાંથી વેજ. સોજી અપ્પે બનાવી લ્યો.

તો હવે ગરમા ગરમ વેજ. સોજી અપ્પે સર્વ કરવા માટે રેડી છે. બાળકોને ટોમેટો કેચપ સાથે અને મોટા લોકોને ફુદિના- કોથમરીની ગ્રીન ચટણી સાથે ખૂબજ ટેસ્ટી લાગશે. કોઇ પણ પ્રકારની ચટણી કે કેચપ વગર પણ ખૂબજ ટેસ્ટી લાગશે.

તમે પણ આ હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ક્વીક રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *