વેજી-સોજી બન : બ્રેક્ફાસ્ટ કે સાંજના નાસ્તામાં કે ડીનરમાં પણ આ રેસિપિ બનાવીને સર્વ કરી શકાય છે.

વેજી-સોજી બન :

નાના મોટા બધાના પ્રિય એવા બનમાંથી પણ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે.

તેના પીસ કરીને તેના બ્રેડ-સેવ કટકા, ચટપટા બન, બનના ઉપમા, સ્વીટ બન વગેરે બનાવવામાં આવતા હોય છે. ઉપરાંત તેમાંથી વડાપાઉં, દાબેલી વગેરે જેવી વધારે સ્પાયસી વાનગી પણ બનાવવામાં આવતી હોય છે. બ્રેડ, બન, પાઉં વગેરેમાંથી બનતી વાનગીઓ સ્ટ્રીટ ફુડ તરીકે પણ વધારે ફેમસ છે. આ બધામાંથી બનતી વાનગીઓ બનાવવામાં ખૂબજ સરળ હોય છે. તેથી ઘરે પણ બનાવી શકાય છે.

બ્રેક્ફાસ્ટ કે સાંજના નાસ્તામાં કે ડીનરમાં પણ આ રેસિપિ બનાવીને સર્વ કરી શકાય છે. બાળકોથી માંડીને મોટા સુધીના બધાને વેજી-સોજી બન ખૂબજ પસંદ પડશે. બાળકો માટે એક આદર્શ લંચબોક્ષ આઇટમ છે.

તેથી આજે હું આપ સૌ માટે સરળ અને ઘરના સ્ટોરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી બની જતી વેજી- સોજી બનની રેસિપિ આપી રહી છું, તો તમે પણ ચોક્કસથી ઘરે બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

વેજી-સોજી બન બનાવવા માટેની સામગ્રી :

  • 4 બન ( આડા બે ભાગ કરી 8 પીસ બનાવવા )

સોજીનું બેટર બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ સોજી, ½ કપ કર્ડ, 6-7 ટેબલ સ્પુન પાણી, સ્વાદ મુજબ સોલ્ટ

બેટર બનાવવા માટેની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં 1 કપ સોજી લ્યો. તેમાં ½ કપ કર્ડ અને સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તેમાં 6-7 ટેબલ સ્પુન પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી બેટર બનાવો. 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.

15 મિનિટ બાદ બેટરમાં સુજી સરસ ફુલી ગયેલી દેખાશે. તેમાં જરુર મુજબ પાણી ઉમેરી બેટર ની કંન્સીસટંસી સેટ કરો.

એ દરમ્યાનમાં ફ્રેશ લીલા વટાણાને બાફીને, તેમાંથી પાણી નિતારી તેને મેશરથી મેશ અધકચરા મેશ કરી લ્યો.

સોજીના બેટરમાં ઉમેરવા માટેની સામગ્રી :

  • 4 ટેબલ સ્પુન ગાજરનું જીણું ખમણ
  • 4 ટેબલ સ્પુન બાફેલા લીલા વટાણા – મેશ કરેલા
  • 1 બારીક કાપેલું મરચું, 1 નાની, બારીક સમારેલી ઓનિયન
  • 1 ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્ષ
  • 1 ટેબલ સ્પુન જિંજર ચિલી પેસ્ટ
  • સોલ્ટ ( આ મસાલા પુરતુ ), પિંચ હળદર પાવડર
  • 1 ટેબલ સ્પુન ચીઝ
  • બટર – રોસ્ટ કરવા માટે – જરુર મુજબ

પેનમાં બનેલા બન પર મુકવા માટે:

  • ટોમેટો કેચપ, ચીઝ, ઓરેગાનો… બધું તમારા સ્વાદ મુજબ લેવું

ગાર્નિશિંગ માટે :

  • ચીઝ, ટોમેટો કેચપ,થોડી,બારીક કાપેલી ઓનિયન
  • કોથમરી, ટોમેટો રિંગ્સ, ચાટ મસાલો … બધું ટેસ્ટ મુજબ લેવું

20 મિનિટ બાદ રવાનું બેટર બનાવેલા મિક્ષિંગ બાઉલમાં 4 ટેબલ સ્પુન ગાજરનું જીણું ખમણ, 4 ટેબલ સ્પુન બાફીને મેશ કરેલા લીલા વટાણા, 1 બારીક કાપેલું મરચું, 1 બારીક સમારેલી, નાની ઓનિયન, 1 ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્ષ, 1 ટેબલ સ્પુન જિંજર ચિલી પેસ્ટ, સોલ્ટ ( આ મસાલા પુરતુ ), પિંચ હળદર પાવડર અને 1 ટેબલ સ્પુન ચીઝ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે એક બન લઈ તેના ચપ્પુ વડે બે આડા ભાગ કરો. આ પ્રમાણે બાકીના બધા બન કાપી તૈયાર રાખો. કાપેલા બનમાંથી એક ભાગ લઈ અંદરના જાળીવાળા બધા વ્હાઇટ ભાગ પર બનાવેલું સોજી – વેજી બેટર 2 ટેબલ સ્પુન જેટલું સ્પ્રેડ કરી થીક લેયર બનાવો. એ રીતે બધા બનના કાપેલા ભાગ પર સોજી-વેજી બેટર લગાવી, એક પ્લેટમાં મૂકો.

હવે મિડિયમ સ્લો ફ્લૈમ પર નોન સ્ટીક ફ્રાયપેન ગરમ મૂકી તેમાં 2 ટેબલ સ્પુન બટર મૂકી મેલ્ટ થવા દ્યો. મેલ્ટેડ બટરથી પેન સારી રીતે ગ્રીસ કરી લ્યો.

ત્યારબાદ બેટર લગાવેલો ભાગ બટર પર આવે એ રીતે મૂકી, મિડિયમ ફ્લૈમ કરો.

મિડિયમ ફ્લૈમ પર બનને ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન થઈ, સોજીનું બેટર બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરો. ત્યારબાદ બનની ઉપરની બાજુ થોડું બટર લગાવીને ફ્લીપ કરી લ્યો.

બન્ને બાજુ બરાબર ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન થઈ, સોજીનું બેટર બરાબર કૂક થઈ જાય એટલે એકદમ સ્લો ફ્લૈમ કરી તેના પર 1 ટી સ્પુન ટોમેટો કેચપ સ્પ્રેડ કરો. તેના પર 1 ટેબલ સ્પુન જેટલું ચીઝ ખમણી લ્યો. હવે તેનાં પર પિંચ ઓરેગાનો સ્પ્રિંકલ કરો.

ત્યારબાદ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેના પર ઢાંકણ ઢાંકી રાખો. ઢાંક્યા પછી બન ગરમ હોવાથી ચીઝ જલ્દી મેલ્ટ થઈ જશે. તેને એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. આ પ્રોસીઝર થતા 2 થી 3 મિનિટ જ થશે. બન નીચેથી સરસ ક્રીસ્પી થઇ જશે. (તમારા ફ્રાય પેનમાં સમાય શકે તેટલા એકસાથે વેજી-સોજી બન રોસ્ટ કરી શકો છો. આ રીતે બાકીના બધા અથવા જરુર મુજબ સ્પાયસી વેજી-સોજી બન બટર મૂકી રોસ્ટ કરી લ્યો).

ચીઝ મેલ્ટ થઈ જાય એટલે 2 વેજી-સોજી બનને સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટમાં મૂકી, ગાર્નિશ કરો.પ્લેટ્માં ફરતે ટમેટાની રીંગ્સ ગોઠવો. વેજી-સોજી બન વધારે સ્પાયસી બનાવવા માટે ગાર્નિશ કરો. તેના પર થોડું ખમણેલું ચીઝ મૂકો, ત્યારબાદ તેના પર ½ ટી સ્પુન જેટલો ટોમેટો કેચપ અને નાના નાના ઓનિયનના પીસ મૂકો. તેના પર થોડો ચાટ મસાલો અને કોથમરી સ્પ્રીંકલ કરો. તો હવે સર્વ કરવા માટે ખૂબજ સ્વાદિષ્ટ – ચટપટા એવા વેજી-સોજી બન રેડી છે. બધાને ચોક્કસથી ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *