વ્રત માં ખવાય એવું મોળું કેળાં નું શાક.જે તમે મોળી પુરી અથવા તો રોટલી સાથે લઈ શકો છો.

જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે. આપણાં શાસ્ત્રોમાં બાળકોમાં

નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલાં છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું.

માતા પાર્વતીએ જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે. બાળકોની સુખાકારી વધે છે.આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ સુદ બીજ પાંચ દિવસનું હોય છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.

કહેવામાં આવે છે કે ઋતુ ફળ કોઈપણ હોય તેનું સેવન શરીર માટે લાભદાયક હોય છે. પરંતુ બધા જ લોકો એ ઋતુ ફળ જમ્યા બાદ જ ખાવા જોઈએ. કેળા પણ એક એવું જ ફળ છે જે વિટામિન, પ્રોટીન અને બીજા પોષક તત્વોથી ભરપૂર છે. એમ તો કેળા બારે મહિના બજારમાં ઉપલ્બ્ધ હોય છે. પરંતુ વરસાદની સિઝનમાં તે શરીર માટે વધારે લાભદાયક હોય છે.તો આજે હું તમને વ્રત માં ખવાય એવું મોળું કેળાં નું શાક બતાવીશ .જે તમે મોળી પુરી અથવા તો રોટલી સાથે લઈ શકો છો ??

સામગ્રી :


– 3 નંગ કેળા (પાકા )

– 1 ચમચી ખાંડ

– 1/2 ચમચી મરી પાવડર

– 1/2 ચમચી જીરું

– 1 ચમચી ઘી


– લીમડા ના 5-6 પાન

– 1 ચમચી મરચું પાવડર

– 1/2 ચમચી લીંબુ નો રસ

રીત :

સ્ટેપ :1


એક કડાઈ માં ઘી લઇ.ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરવું .હવે ,તેમાં લીમડાં ના પાન ઉમેરી .

સ્ટેપ :2


કેળા ના ગોળ કટ શાક બનાવ વખતે જ કટ કરવા .ત્યારબાદ કટ કરેલા કેળા ઉમેરી તેમાં ખાંડ,મરચું પાવડર અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી .છેલ્લે લીંબુ નો રસ ઉમેરવું અને ગરમ પીરશવું .

નોંધ :

તમને થોડું વધારે ટેસ્ટી બનાવા મોળું કટ કરેલું મરચું પણ લઇ શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *