તલની સુખડી – વ્રત કે ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને ક્રંચી તલની સુખડી

તલ ની સુખડી:- વ્રત કે ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને ક્રંચી તલની સુખડી તો તલને ક્રશ કરવાની ઝંઝટ વગર ખૂબ જ ફટાફટ અને સરળતાથી બની જાય છે તો આ સુખડી જરૂરથી ટ્રાય કરજો..

• સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલની સુખડી બનાવીશ . તો આ સુખડી બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી જોઈશું.

• આ સુખડી ને માતાજીને પ્રસાદમાં પણ ધરાવી શકાય છે. તમે ઉપવાસમાં કે પછી કોઈપણ નાના મોટા પ્રસંગે બનાવી શકો છો. તો આ સુખડી એકદમ પોચી બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો ફટાફટ શીખી લઈએ તલ ની સુખડી. રેસીપીના બીજા નવા નવા વિડિયો જોવા માટે Prisha Tube ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો.

સામગ્રી :-

  • • ૧ બાઉલ શેકેલા તલ
  • • ૧ વાટકી ઘી
  • • ૧ બાઉલ સમારેલો ગોળ

રીત:-

• સ્ટેપ ૧:- સૌપ્રથમ તલને ગેસની ધીમી આંચ પર શેકી લેવા. આને ઠંડા થવા માટે મુકી દો.

• સ્ટેપ ૨:-હવે એક મોટી કઢાઈમાં ઘી લઈને ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી તાવેતાથી સારી રીતે શેકી લેવું.

• સ્ટેપ 3:-હવે ગોળ અને ઘી નો પાયો સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં તલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.અને ગેસ બંધ કરી દો.

• સ્ટેપ ૪:-હવે એક થાળીમાં ઘી લગાવી લો. અને સુખડી ને પાથરી દેવી.

• સ્ટેપ ૫:-હવે સુખડી ના પીસ કરીને સવૅ કરીશું . તો વ્રત કે ઉપવાસ માટેની ફરાળી સુખડી તૈયાર છે.આઈહોપ મિત્રો તમને પણ મારી આ રેસિપી ગમી હશે.

નોંધ :-• ગોળ અને ઘી ને તમે વધઘટ કરી શકો છો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

YouTube channel :- Prisha Tube

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *