નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો ? તો તમારે આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ…

શું તમે નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો ? તો તમારે આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

નવો ધંધો શરૂ કરવો કે તેનુ આયોજન કરવું તે કંઈ ખાવાના ખેલ નથી, કારણ કે તેની પાછળ ઘણા બધા પરિબળો કામ કરે છે જેમ કે ધંધાનું મળખુ, ફાયનાન્સ, લોકેશન, ઉત્પાદનો અને બીજી ઘણીબધી બાબતો વિષે પહેલાં વિગતવાર વિચારવું પડે છે અને તેનું આયોજન કરવું પડે છે.

ભારતમાં હાલ નાના અને મધ્યમ કદના સાહસોનું જાણે મોજું ફરી વળ્યું છે. આજની યુવા પેઢીના ઉદ્યોગ સાહસુઓ નવા તેમજ અનોખા વ્યવસાયો બજારમાં લઈને આવી રહ્યા છે. સરકાર પણ વધારેમાં વધારે લોકોને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા પ્રોત્સાહિત કરી રહી છે.

તેમ છતાં ધંધાનું આયોજન કરવુ તે કંઈ સરળ બાબત નથી કારણ કે તેમ કરતાં તમારે ઘણી બધી બાબતો ઘણા બધા પરિબળો ધ્યાનમાં રાખવા પડે છે જેમ કે ધંધાનું માળખુ, ફાયનાન્સ, સ્થળ, ઉત્પાદનો અને બીજું ઘણું બધું. તે ભલે અઘરું લાગતુ હોય પણ તેમ થવું જોઈએ નહીં. તે ખરેખર એક રોમાંચક સમયગાળો હોય છે.

ક્લીયર ટેક્સના સ્થાપક અને CEO અર્ચિત ગુપ્તા તમને ધંધો શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે જણાવે છે.

ગુપ્તા પ્રમાણે, મોટા પગલાં જેમ કે નોંધણીની પ્રક્રિયા અને બજારમાં ઉત્પાદનને ઉતારવું તે જ માત્ર પગલા નથી હોતા. પણ ધંધો શરૂ કરતી વખતે કેટલીક નાની નાની બાબતો અને નાનકડા પાસાઓ તમે હંમેશા ભુલી જતાં હોવ છો.

જો આ નાની સમસ્યાઓને સદંતર ભુલી જવામાં આવે અથવા તો તેનું કોઈ નિરાકરણ લાવવામાં ન આવે તો લાંબાગાળે તે તમારા માટે અડચણરૂપ સાબિત થઈ શકે છે.

અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે ધંધો શરૂ કરતી વખતે તમારે કઈ કઈ બાબતો યાદ રાખવી જોઈએ.

ધંધાનું યોગ્ય માળખુ પસંદ કરો

તમારે કયા ક્ષેત્રમાં અથવા કયા ઉત્પાદનો કે સેવાઓ પર કેન્દ્રિત થવું તે તો તમે નક્કી કરી લીધું હશે. પણ માત્ર તેટલુ જ પુરતુ નથી. પણ તે માટે મહત્ત્વનું એ છે કે તમે તમારા માટે એક યોગ્ય તેમજ વ્યવહારિક ધંધાકીય માળખુ નક્કી કરો.

તમે કેટલી જવાબદારીઓનું વહન કરી શકો છો અને તમારે શેની નોંધણી કરાવવી જોઈએ જેવા નિર્ણાયક નિર્ણયો. દા.ત. શું તમારી કંપનીને તમે એક પ્રાઇવેટ લિમિટેડ તરીકે બજારમાં ઉતારવા માગો છો ?

એવું નોંધવામાં આવ્યું છે કે એન્જલ ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલીસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે એક કરતા વધારે ભાગીદાર હોવ તો એક લિમિટેડ લાયેબિલીટી પાર્ટનરશીપ સારું કામ કરે છે.

અપ્રસ્તુત બાબતો પાછળ, પૈસા, સમય અને પ્રયાસોને વેડફો નહીં

ધંધો શરૂ કરવાની ઉતાવળમાં તમે ઝડપથી નિર્ણય લેવા માગો છો, દા.ત. ધંધાનું માળખુ તૈયાર કરવા માટે તમારે તમારી યોજના તૈયાર થયા પહેલાં જ લોકોને નોકરીએ રાખવા જોઈએ નહીં.

જો હજુ તમારો આઇડિયા ફાયનલ સ્ટેજ પર પહોંચ્યો ન હોય તો ભાગીદારી માટે ઘાંઘા ન થાઓ. યુવા ઉદ્યોગ સાહસુઓ અવારનવાર આ ભુલ કરી બેસતા હોય છે.

સૌપ્રથમ તો પુરતી મૂડી ભેગી કરો

નિયમિત અને પૂરતી મૂડીનો પ્રવાહ – આ બાબતે કહેવાની કોઈ જ જરૂર નથી. અહીં તમારે તમારી જાતને કેટલાક પ્રશ્નો પુછવાના છે અને હા, તેનો પ્રામાણિક જવાબ ખરેખર અસર કરે છે. તમે કેટલું રોકાણ કરી શકો છો ? તમારી પાસે વ્યવસાય તેમજ વ્યક્તિગત જરૂરિયાતો માટે પુરતું ભંડોળ છે ?

જો શરૂઆતમાં તમારો ધંધો તમારી ધારણા પ્રમાણે ન ચાલે તો શું જોખમ સામે ઉભા રહી શકાય તેટલું ભંડોળ તમારી પાસે છે ? નેટ-વર્થનું શું ? આ પ્રશ્નોના વાસ્તવિક જવાબ જો તમારી પાસે હશે તો તમે તમારા ધંધાનું આયોજન કરી શકશો અને તેનાથી તમને નાણાકિય નિર્ણયો લેવામાં પણ મદદ મળશે.

અસરકારક પણ વ્યાજબી ભાવવાળા સંસાધન વ્યવસ્થાપન પર કેન્દ્રિત થાઓ

એક વાર તમે સંસાધનો (માનવ તેમજ મશીન) નક્કી કરશો, ત્યાર બાદ બીજો મોટો પ્રશ્ન એ રહેશે કે તમે તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરશો. ઘણી કંપનીઓ નાની પણ નક્કર ટીમથી પોતાના વ્યવસાયની શરૂઆત કરતી હોય છે. દા.ત. 1-2 ડીજીટલ માર્કેટર, 1 ફાયનાન્સ મેનેજર, 1 એચઆર અને બીજું બધું તમારી જરૂરિયાત પ્રમાણે. અને પછીથી જેમ જેમ વ્યવસાય વિકસતો જશે અને જરૂરિયાત ઉભી થતી જાય છે તેમ તેમ તેઓ તેમાં ઉમેરો કરતા જાય છે.

કેટલીક કંપનીઓ સંપૂર્ણ વિભાગો સાથે શરૂઆત કરે છે. તમારે જ નક્કી કરવાનું તમારા માટે શું યોગ્ય છે.

સંભવિત જોખમોનું વિશ્લેષણ કરો

તમારા સાહસમાં તમને નિષ્ફળતા કયા પરિબળથી થઈ શકે છે તેને સમજવું મહત્ત્વનું છે. શક્ય જોખમો પર તપાસ કરવી જોઈએ અને અત્યારથી જ તેનું આયોજન કરવું જોઈએ નહીં કે તે જ્યારે થાય ત્યારે થઈ પડશે તેવી મનોવૃત્તિ રાખવી જોઈએ. તમારી જાતને આ પ્રશ્નો પુછો.

જો તમારો વ્યવસાય કોઈ ચોક્કસ વિભાગીય અથવા બજારને લગતા જોખમનો સામનો કરે તો તમે તેનો સામનો કેવી રીતે કરશો ?

શું તમારી કે તમારી ટીમ પાસે તેટલી પ્રતિભા છે કે તમે આ પડકારને જીલી શકો ? આવા સંજોગોમાં તમે માર્ગદર્શન કે નાણાકિય મદદ માટે કોની તરફ ફરી શકો ?

તમારા હરીફો કોણ છે ? તમે તમારા ઉત્પાદન/સેવાની ઉપયોગિતાને કેવી રીતે વ્યાજબી ઠરાવી શકો ?

આવા પ્રશ્નોની તો અનંત યાદી છે પણ આટલામાં તમને અણસાર તો મળી જ ગયો હશે. તમારા પ્રામાણિક જવાબો ઘણું બધું ચિત્ર સ્પષ્ટ કરી દેશે.

બજારનો અભ્યાસ કરવો ક્યારેય બંધ ન કરવો

શું તમે તમારી ઇન્ડસ્ટ્રી અને માર્કેટને ઓળખો છો ? શું તમે તેને ખરેખર સારી રીતે જાણો છો ? આ બન્ને પ્રશ્ન વચ્ચે મોટો તફાવત છે. બજાર સતત બદલાતું રહે છે. તમે ભલે 1000 ક્લાયન્ટ માટે કામ કર્યું હોય, પણ 1001મોં ક્લાયન્ટ તમને ચકિત કરી શકે છે.

તેનો જવાબ છે વૈવિધ્યપણું (કસ્ટમાઇઝેશન) – પણ તે થોડું છેતરામણું પણ છે. ક્યારેય બે ગ્રાહકો સરખા નથી હોતા. તમારું ઉત્પાદન/સેવા પણ તે પ્રકારની હોવી જોઈએ.

દા.ત. 2 રોકાણકારો સરખી રકમનું રોકાણ સરખા જ મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે અને તેમનું નાણાકિય લક્ષ અલગ હોય છે. તમારી પાસે તે બન્ને માટે કંઈક હોવું જોઈએ. આને કહેવાય કે માર્કેટની વૈવિધ્ય સભર જૂરિયાતને સંતોષવી.

ક્યારેય ડોક્યુમેન્ટેશન ચૂકાવું ન જોઈએ કે તે બાબતે કોઈ બેદરકારી ન થવી જોઈએ

એ કહેવાની કોઈ જ જરૂર નથી કે દસ્તાવેજો, નોંધણીઓ અને ધંધાકીય અનુપાલનો તેની રીતે જ થવા જોઈએ. તેનાથી તમને તેમજ તમારી પેઢીને કાયદેસર સંરક્ષણ મળશે.

ઘણા બધા યુવાન ઉદ્યોગ સાહસુઓને અનુપાલનો જેવા કે TAN રજિસ્ટ્રેશન, GST રેજિસ્ટ્રેશન, કર્મચારીઓ માટે PF રેજિસ્ટ્રેશન , તમારી કંપનીની બ્રાન્ડ ઓળખને સુરક્ષિત કરવા માટે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ રજિસ્ટ્રેશન વિગેરેની ખબર નથી હોતી.

બજારમાં તે માટે પણ ઘણીબધી સેવાઓ ઉપલબ્ધ છે. તો જરા પણ વિચાર કર્યા વગર તે બાબત તમારે નિષ્ણાત પર છોડવી જોઈએ. તે પણ તમે જ કરશો તેવું ન રાખો.

આજના દિવસોમાં ફરજિયાત દસ્તાવેજો જેમ કે ડીરેક્ટર્સના આઈડી પ્રુફ, રેસિડેન્સ પ્રુફ, સહીના નમુનાઓ, ડીરેક્ટરશીપનું સેલ્ફ-ડિક્લેરેશન, નોંધણી કાર્યાલય સાથે સંબંધીત દસ્તાવેજો વિગેરે બધું ખુબ જ સરળતાથી એરેન્જ થઈ જાય છે. કેટલીક કંપનીઓ તો આ બાબતમાં સ્ટાર્ટઅપને શરૂ કરવામાં નિષ્ણાત હોય છે.

માટે ઉપર જણાવેલા એક-એક મુદ્દાને તમારે ધંધો શરૂ કરતા પહેલાં ધ્યાન પર લેવા જોઈએ. ઉપર જણાવેલા મુખ્ય પરિબળો પણ તમને ધંધાના વિવિધ પાસાઓને લગતા પ્રશ્નો કે જે કદાચ તમારા મગજમાં પણ નહીં આવ્યા હોય તેને નિવારવામાં તમારી મદદ કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *