કસરત પહેલા વોર્મઅપ કરવું છે ખૂબ જરૂરી જાણો બીજી ઉપયોગી માહિતી…

કસરત પછી કુલડાઉનઃ આપણે ગમે તેવી અને ગમે તેટલી કસરત કરતા હોઈએ, પરંતુ કસરત કરતાં પહેલા વોર્મઅપ કરવું બહુ જ જરૂરી હોય છે.
વોર્મ-અપ એટલે કસરત શરૂ કરતા પહેલા શરીરને કસરત માટે તૈયાર કરવું તે. ઘણીવાર આપણે કસરત પહેલાં કરવામાં આવતા જુદા જુદા સ્ટ્રેચને વોર્મઅપ ગણી લેતાં હેઈએ છીએ. પરંતુ ખરેખર તો વોર્મઅપ એ સ્ટ્રેચીંગને પણ શરૂ કરતા પહેલાં કરવામાં આવતી કસરત છે. ખાસ કરીને ફીટનેસ માટે કરવામાં આવતી એરોબીક એક્સરસાઇઝની પહેલાંનું વોર્મ અપ ખુબ જ જરૂરી છે. કસરત કરતા પહેલાં વોર્મઅપ કરવાથી શરીરના સ્ટીફ મસલ્સ થોડા ઢીલા થાય છે અને તે કસરત માટે તૈયાર થાય છે. વોર્મઅપ કરવાથી તમારી કસરત કરવાની કેપેસીટી પણ વધે છે. આ ઉપરાંત કસરત કરવાથી ઘણીવાર જે ઇન્જરી થતી હોય છે તે પણ અટકાવી શકાય છે. ખાસ કરીને કરવામાં આવતી સ્પોર્ટ્સની એક્ટીવીટીમાં તો વોર્મઅપ વગર ઘણી જ ઇજા થઈ શકે છે. ઘણીવાર સ્ટ્રેચીંગને જ વોર્મઅપ માની લેવામાં આવે છે. સ્ટ્રેચીંગ એ વોર્મઅપનો એક ભાગ છે, પરંતુ તે વોર્મઅપ નથી.વોર્મઅપ એ એવી ક્રિયા છે. જેમાં તમારા શરીરનું ટેમ્પ્રેચર એકથી બે ડીગ્રી વધે છે. ઉપરાંત મસલ્સ કસરત માટે તૈયાર થાય છે. કસરત કરતા પહેલાં મસલ્સની સુક્ષ્મક્રીયા, ઉંડા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને વોર્મઅપ ગણી શકાય છે. આ ઉપરાંત જોગીંગ કે ફાસ્ટ કસરત શરૂ કરતા પહેલાં ધીરેથી ચાલવું તે જોગીંગનો એક પ્રકાર છે.

આમ, હંમેશા વોર્મ-અપ કરીને કસરત કરવાથી મસલ્સના દુઃખાવા અથવા વધુ પડતી કસરતથી થતા નુકસાનને દૂર રાખી શકાય છે.

કસરત પત્યા પછી કુલ-ડાઉનઃ-વોર્મઅપ જેવી જ કસરત, એટલે કે ધીમેથી ચાલવું, ઉંડા શ્વાસોચ્છ્વાસ અથવા મસલ્સની સુક્ષ્મક્રીયા કસરત કર્યા પછી કરવી બહુ જ જરૂરી છે. એકદમ ફાસ્ટ કસરત કર્યા પછી થોડીક વાર ધીમી કસરત કરવી મસલ્સ માટે બહુ જ જરૂરી છે. સમય ઓછો પડતો હોય તો પણ તમારી મેઇન કસરતને 2થી 5 મીનીટ માટે ઓછી કરીને મસલ્સને જે સ્ટ્રેસ થયો હોય તેમાંથી રીકવરી ઝડપથી મળે છે. કસરત કર્યાનો થાક ઓછો લાગે છે, કસરતનો ફાયદો વધુ મળે છે. સાંધાને નુકસાન ઓછુ થાય છે.

તમારા, ડોક્ટર-ફીઝીયોથેરાપિસ્ટ અથવા ટ્રેઇનર જે વોર્મઅપ અથવા કુલડાઉન નક્કી કરે તે પ્રમાણે ફોલો કરવું જરૂરી છે.

કસરત કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઃ-
– તમારા મસલ્સ, લીગામેન્ટ્સ, જોઈન્ટ્સ અને બોન્સને પડતી કસરતથી નુકસાન થઈ શકે છે. માટે જ કસરત ધીરેથી શરૂ કરો, બરાબર

વોર્મઅપ કરીને ફાસ્ટ કસરત કરો.
– વધુ પડતું ખાઈને કસરત કદી ના કરો. વધુ પડતા ઉજાગરા, થાક અને માંદગીમાં પણ કસરત ના કરો.
– તમને સારું ના લાગે અથવા કેઈપણ જગ્યાએ પેઈન થાય તો કસરત કરવાનું ત્યારે જ બંધ કરી દો. થોડો સમય રેસ્ટ કરો પછી પાછુ કસરત શરૂ કરો.
– કસરત પતાવીને તરત જ ઠંડા પાણીથી નહાવાનું ટાળો. કસરત કરીને શરીરને વોર્મ કર્યા પછી જ તેને વોર્મ જ રાખો.
– કસરત કરતા પહેલાં, પછી અને કસરત દરમિયાન પાણીનો ભરપુર ઉપયોગ કરો.
– કસરત પતે ત્યારે કુલડાઉન કરવાનું ભૂલશો નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *