વોટર મેલન પોપ સ્ટિક – હેલ્ધી સ્પાઇસ તેમજ થોડું હની અને જામ ઉમેરી બાળકો અને મોટાઓનો ફેવરિટ ટેસ્ટ બનાવીને વોટર મેલન પોપ સ્ટિક…

ઉનાળાની ગરમીમાં તરબુચ – વોટર મેલન નાના મોટા બધા માટે અમૃત સમાન છે. કેમેકે તે શરીરને ઠંડક તો આપે જ છે, ઉપરાંત અનેક વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર છે. અનેક રોગો થતાં રોકે છે. તેમજ થયેલી શારિરીક સમસ્યાઓ દૂર કરવામાં મદદરુપ પણ થાય છે. આ અગાઉ “તરબુચ નું શાક” ની રેસિપિમાં મેં આ બાબતે ઘણી માહિતી આપેલ છે.

આ ઉપરાંત તેમાંથી અનેક પ્રકારની સ્વીટ તેમેજ સ્પાયસી વાનગીઓ બનતી હોય છે. ઠંડક આપે તેવા ડ્રીંક્સ કે પુડિંગ્સ, ફાલુદા, આઇસ્ક્રીમ કે કેંડી પણ તેમાંથી બને છે. જે બાળકોને તેમજ મોટાઓને પણ ખાવા પસંદ પડે છે. વોટર મેલનનું જ્યુસ ગરમી માટે એક પરફેક્ટ ડ્રીંક્સ છે.

આજે મેં અહીં આ જ્યુસમાં થોડા હેલ્ધી સ્પાઇસ તેમજ થોડું હની અને જામ ઉમેરી બાળકો અને મોટાઓનો ફેવરિટ ટેસ્ટ બનાવીને વોટર મેલન પોપ સ્ટિક બનાવી છે. જેનો થોડો સ્વીટ-ચટપટો ટેસ્ટ બધાને પસંદ પડશે. બહુ થોડીજ સામગ્રીથી બની જતી વોટર મેલન પોપ સ્ટિક…… મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

વોટર મેલન પોપ સ્ટિક બનાવવા માટેની સામગ્રી :

  • 3 કપ વોટર મેલનના પીસ
  • 1 ટેબલ સ્પુન હની
  • 2 ટેબલ સ્પુન કેસ્યુ મિક્સ ફ્રુટ જામ કે નટ્સ વગરનું મિક્ષ ફ્રુટ જામ
  • 15 થી 20 ગ્રીન ગ્રેપ્સ
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • ½ ટી સ્પુન મરી પાવડર

વોટર મેલન પોપ સ્ટિક બનાવવાની રીત :

સૌ પ્રથમ વોટરમેલનની ચપ્પુ વડે સ્લાઇઝ કરી લ્યો. ત્યારબાદ તેમાંથી તેના સીડ્સ કાઢી લ્યો. હવે તેના ગ્રાઇંડ કરી શકાય તેવા 3 કપ પીસ કરી લ્યો.

ગ્રાઇંડરના મોટા જારમાં 3 કપ વોટર મેલનના પીસ અને 15 થી 20 ગ્રીન ગ્રેપ્સ ઉમેરી તેનો સરસ જ્યુસ બનાવી લ્યો. તેમાં ટુકડા અધકચરા ના રહે તે ચેક કરી લ્યો.

હવે તેમાં 2 ટેબલસ્પુન કેસ્યુ મિક્ષ ફ્રુટ જામ ઉમરો.

ત્યારબાદ તેમાં તેના પર 1 ટેબલ સ્પુન હની ઉમેરો.

હવે તેમાં ½ ટી સ્પુન મરી પાવડર ઉમેરો.

સાથે ½ ટી સ્પુન ચાટ મસાલો ઉમેરો.

ત્યારબાદ જારમાં જ બધુ એક વખત ચમચીથી હલાવી લ્યો.

ગ્રાઇનડરમાં જાર ફીટ કરીને બધું સરસ એકરસ થાય ત્યાંસુધી ગ્રાઇંડ કરી લ્યો.

બનેલા મિશ્રણને બાઊલમાં ટ્રાંસફર કરો.

ત્યારબાદ પોપ સ્ટિકનું મોલ્ડ લઇ તેમાં રહેલા દરેક પોપ સ્ટિક મોલ્ડમાં આ વોટર મેલનનું મિશ્રણ પોર કરી આખા ભરી દ્યો.

તેને સ્ટિકવાળી કેપથી પેક કરી દ્યો.

હવે વોટર મેલન પોપ સ્ટિક ફ્રોઝન કરવા માટે મોલ્ડને ડીપ ફ્રીઝમાં 5-6 કલાક કે ઓવર નાઇટ મૂકો. સરસ ફ્રોઝન થઇ જશે.

જ્યારે વોટર મેલન પોપ સ્ટિક ખાવાના ઉપયોગમાં લેવી હોય ત્યારે મોલ્ડ માંથી અનમોલ્ડ કરવા માટે પાણીના નળ નીચે રાખી પાણીની ધાર તેના પર કરો. અથવાતો પાણી ભરેલા બાઉલમાં થોડીવાર ડીપ કરી રાખવાથી સરળતાથી ડીમોલ્ડ થઇ જશે.

તો ટેસ્ટ કરવા માટે રેડી છે હેલ્ધી અને ટેસ્ટી વોટર મેલન પોપ સ્ટિક.. … ઉનાળાની ઉકળતી ગરમીમાં બધાને ખૂબજ ઠંડક આપશે.

ઠંડી-ઠંડી કુલ-કુલ પોપ સ્ટિક ખાવાની બાળકોને તો ખૂબજ મજા પડી જશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *