તરબુચ નું શાક – હવે ઘરમાં તરબૂચ લાવો તો ખાઈને તેની છાલ ફેંકી દેતા નહિ…

ઉનાળાની ગરમીમાં તરબુચ ખાવુ ખુબજ જરુરી છે. કેમકે તરબુચ ગરમીમાં શરીરમાં રહેલી પાણીની કમીને પૂરી શકે છે. સ્વસ્થ રાખવા માટે શરીરમાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવું બહુ જ જરુરી બની જાય છે. ડીહાઇડ્રેશન થવાથી કબજીયાત, નબળાઇ, ચક્કર આવવા, પેટ ફુલી જવું કે લો બી.પી. થઇ જવું જેવી અનેક શારિરીક સમસ્યાઓ થાય છે. તરબુચનું જ્યુસ પીવાથી તે શરીર રીહાઇટ્રેટ કરીને પેટમાં ઠંડક આપે છે. તરબુચમાં ભરપૂર માત્રા રહેલું લાઇકોપિન હ્રદય સંબંધિત બિમારીઓને રોકવામાં ખુબજ સાહાયક બની રહે છે.

તરબુચમાં પાણી અને ફાયબર વધારે પ્રમાણમાં હોવાથી ખોરાક પચાવીને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

તરબુચમાં રહેલું સાઇટ્રલાઇન માંસપેશિયોનો દુખાવો ઓછો કરવામાં મદદ રુપ થાય છે.

વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી તરબુચ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ બજબૂત કરે છે. તેમાં રહેલું વિટામિન એ શરીરમાં ઇમ્યુન સિસ્ટમ મજબુત કરીને રોગોના સંક્રમણથી બચાવે છે.

તરબુચ ખાવાથી વજન ઘટી શકે છે. કિડનીનું સ્વાસ્થ્ય જળવાઇ રહે છે. અસ્થમામાં મદદ રુપ છે.

તરબુચમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોવાથી તે આંખની રેટિનામાં પિગ્મેંટનું ઉત્પાદાન કરવામાં મદદ કરે છે. જે ઉંમર સંબંધિત નજરની ઝાંખપને દૂર કરવામાં મદદ કરે છે. સારી દ્રષ્ટિ આપે છે.

તરબુચમાં સુગરની માત્રા ઓછી હોવાથી ડાયાબિટિસવાળા લોકોને માટે ખુબજ લાભ કારી છે. કેમેકે તેમાં એંટિડાયબેટિક હોય છે. તે ફ્રી કોલેસ્ટ્રોલ હોવાથી ટાઇપ-2 ડાયાબિટિઝને નિયંત્રણમાં લાવવા માટે મદદ કરે છે.

આમ આ અને આવા બીજા અનેક ગુણો ધરવતા તરબુચને રોજ કોઇ ને કોઇ રીતે ખાવાના ઉપયોગમાં લેવું જોઇએ.

આજે હું અહિં તરબુચમાં રહેલા વ્હાઇટ ભાગનો ઉપયોગ કરીને શાક બનાવવાની રેસિપિ આપી રહી છું. તો જરુરથી બનાવજો.

તરબુચ નું શાક બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ તરબુચમાં રહેલો વ્હાઇટ ભાગ
  • 2 ટમેટા બારીક કાપેલા
  • 1 ઓનિયન બારીક કાપેલી
  • 1 લીલું મરચુબારીક કાપેલું
  • 1 ટી સ્પુન આદુ ખમણેલું
  • 1 ટી સ્પુન તલ
  • 2 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • 2 ટેબલ સ્પુન શેકેલી શિંગનો અધકચરો ભુકો
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન રાઇ
  • 1 ટી સ્પુન આખા ધાણા
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • 2 લવિંગ
  • 2 ટુકડા તજ
  • 2-3 ટુકડા બાદિયાનના ટુકડા
  • 2 સૂકા લાલ મરચા- વઘાર માટેના
  • ½ ટી સ્પુન હળદર
  • 1 ½ ટેબલ સ્પુન ધાણા જીરું
  • 1 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 ટી સ્પુન સુગર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • ½ ટી સ્પુન કોથમરી બારીક સમારેલી
  • ¾ કપ સેવ

તરબુચ નું શાક બનાવવાની રીત:

સૌ પ્રથમ તરબુચમાં રહેલ લાલ પલ્પની નીચેના વ્હાઇટ ભાગને કાપીને નાના પીસમાં સમારી લ્યો.

ત્યારબાદ એક પેન લઇ તેમાં 2 ટેબલ્મ્સ્પુન ઓઇલ ગરમ મૂકો.

તેમાં 2 લવિંગ, 2 ટુકડા તજ અને 2-3 ટુકડા બાદિયાનના ટુકડા ઉમેરો. તેમાં ½ ટી સ્પુન રાઇ

½ ટી સ્પુન આખુ જીરું, 1 ટી સ્પુન આખા ધાણા 1ટી સ્પુન તલ અને વઘાર માટેના સૂકા 2 લાલ મરચા ઉમેરો.

બધું તતડે એટલે તેમાં મીઠો લીમડો અને 1 બારીક સમારેલી ઓનિયન ઉમેરો.

ઓનિયન થોડી સંતળાય એટલે તેમાં 2 બારીક સમારેલા ટમેટા ઉમેરી મિક્સ કરો.

મિડિયમ ફ્લૈમ પર ટમેટા બરાબર કુક થાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન શેકેલી શિંગનો અધકચરો ભુકો ઉમેરી મિક્ષ કરી લ્યો. 1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન હળદર, 1 ½ ટેબલ સ્પુન ધાણા જીરું, 1 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર અને મીઠું ઉમેરો. મિક્ષ કરી લ્યો. 1 મિનિટ કૂક કરો.

હવે તેમાં ¾ કપ પાણી ઉમેરી મિક્સ કરી લ્યો.

જરા ઉકળે એટલે તેમાં 2 કપ બારીક કાપેલ તરબુચના વ્હાઇટ ભાગના ટુકડા ઉમેરી દ્યો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન સુગર ઉમેરી દ્યો. તેનાથી શાક જલ્દી કૂક થએ જશે.

મિક્ષ કરી ઢાંકીને 8-10 મિનિટ કૂક થવા દ્યો. વચ્ચે એકાદ વાર ચમચાથી હલાવી લ્યો.

બરાબર કૂક થઇ જાય એટલે તેમાં જીણી બેસનની સેવ, બારીક સમારેલી કોથમરી અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લ્યો.

હવે તરબુચનું શાક પીરસવા માટે તૈયાર છે. સર્વિંગ બાઉલમાં ગરમા ગરમ શાક લઇ તેના પર કોથમરી, જીણી સેવ અને લાલ મરચાથી ગાર્નીશ કરો. બધાને ખૂબજ ભાવશે.

આ શાક રોટલી, પરોઠા કે રોટલા સાથે પણ લંચ કે ડીનરમાં ખાઇ શકાય છે.

આ વખતે તરબુચ લાવો ત્યારે મારી આ રેસિપિ ફોલો કરીને જરુરથી તરબુચનું શાક બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *