ટૂટી ફ્રુટી – પપૈયામાંથી તો બનાવતા હશો કે સાંભળ્યું પણ હશે હવે બનાવતા શીખો તરબુચની છાલમાંથી…

ટૂટી ફ્રુટી તો લગભગ બધા કાચા પપૈયા માંથી બનાવતા હોય છે… આજે તરબૂજ ઘરે લાવી તેને સમાંરીયું ત્યારે એકદમ વિચાર આયો કે આજે આમાંથી ટૂટી ફ્રુટી ટ્રાય કરી જોઉં અને બનાવી જોઈ ખરેખર ખુપ મસ્ત બની અને હવે તો તરબૂજ ની સીઝન પણ આવિ ગયી છે.મસ્ત મજાના તરબૂજ મળવાના ચાલુ થઈ ગયુ છે. તરબૂજ ના છોતરા બધા ફેંકી દેતા હોય છે. પણ તમને ખબર છે… છોતરા માંથી ઢોકળા, હાંડવો, થેપલા ઘણું બધુ બનતું હોય છે.

આજે આપણે બનાવાના છે….ટૂટી ફ્રુટી જે બચ્ચાં પાર્ટી ને ખુપ ભાવે છે.અને તરબૂજ સાથે સાથે છોતરા નો પણ વપરાશ થશે….એકદમ બાર જેવિ ટૂટી ફ્રુટી ઘરે બનાવીશું. તમે તેને આઈસ્ક્રીમ, કૅકે, મિલ્ક શેક બધા માં નાખીને ખાયી શકો છો……હું તો ખુશ થઈ ગયી અને ઘર ના પણ બધા ખુશ

થઈ ગયા.. તો તમે પણ તમારા બચ્ચાં પાર્ટી અને બધાયને ખુશ કરી દો….

તો જોઈ લઈએ સામગ્રી :-

“તરબૂજ ના છાલ ની તુટ્ટી ફ્રૂટી” (વેસ્ટ માથી બેસ્ટ )

  • ૧ તરબૂજ ના છાલ ની નાની નાની કટકી
  • ૨ વાટકી ખાંડ
  • ૩ વાટકી આશરે પાણી
  • ફૂડ કલર
  • ૨-૩ ટીપા વેનીલા એસેન્સ

સૌ પ્રથમ તરબૂજ ની છાલ કાઢી નાની નાની કટકી કરવી.

પછી એક વાસણમાં ખાંડ અને પાણી લઇ હલાવતા રહેવું પાણીમાં ખાંડ ઓગળે એટલે તેમાં તરબૂજ ની કટકી ઉમેરી દેવી.

૩-૪ મિનીટ ઢાંકીને રાખવી, પછી ગેસ બંધ કરી ૫-૬ મિનીટ એમનેમ ઢાંકીને રહેવા દેવું.

પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી હલાવી જેટલા કલરની કરવી હોય એટલા બાઉલમાં લેવી.

પછી અલગ અલગ બાઉલમાં અલગ અલગ કલર ઉમેરી દઈ, હલાવી ૨૪ કલાક એમનેમ રહેવા દેવું.

દૂધ ઢાંકવા માટે અથવા રોટલી રાખવા માટે કાણાવાળી ડીશ હોય તેના પર તુટ્ટી ફ્રૂટી રાખતું જવાનું.

ધ્યાન રહે કે જેના પર તુટ્ટી ફ્રૂટી સુકવી હોય તેની નીચે પ્લેટ રાખવાની અને તેમાં પાણી રાખવાનું જેથી કીડી ન ચડે

પછી તેને હવામાં સુકાવા દેવી, જ્યાંસુધી બધી ચાસણી સુકાય જાય અથવા ચીપ ચીપ ન થાય ત્યાંસુધી, લગભગ ૨-૩ દિવસ.

પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવી.

તો તૈયાર છે તરબૂજ ના છાલ ની તુટ્ટી ફ્રૂટી.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *