તરબૂચના છોતરામાંથી ફરાળી આઈસ્ક્રીમ – હવે તરબૂચ ખાઈને છોતરા ફેંકશો નહિ…

કાલે શિવરાત્રી એટલે આખો દિવસ ફરાળ …પછી રાત્રે મિલ્ક શેક કે પછી આઈસ્ક્રીમ તો જોઈએ ને તો આજે જ બનાવી દો વેસ્ટ માંથી બેસ્ટ આઈસ્ક્રીમ…ઉપવાસ છે તો તરબુજ તો આવનુજ તો તરબુજ ખાઈને છોતરા ફેંકવાના નથી એમાંથી આપણે આજે આઈસ્ક્રીમ બનાવીશું.. ખુપ જ સરળ રીતે આઈસ્ક્રીમ બનાવીશું..

ઉનાળો ચાલી રહ્યો છે અને ઘણી ગરમી પડી રહી છે ત્યારે રોજ આઈસ્ક્રીમ ખાવા મળી જાય તો કેવી મજા આવી જાય. અને એમાંય નવા-નવા ફ્લેવરના આઈસ્ક્રીમ મળી જાય તો તો જલસા જ થઇ જાય આવા ગરમી માં બધાને ગમતી જો કોઈ વસ્તુ હોય તો તે આઇસ્ક્રીમ છે. જેના નામ માત્ર થી જ મો માં પાણી આવી જાઈ છે

ગરમીઓમાં તરબૂચ તમને ભારે ગરમીથી રાહત આપે છે. પરંતુ તેમાં વિટામિન્સ ઘણી માત્રામાં હોય છે. એટલું જ નહીં, તરબૂચની છાલ અને તેના બીજ પણ ઘણા ફાયદાકારક હોય છે. તરબૂચનો સફેદ ભાગ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. તરબૂચમાં વિટામિન-એ મોટા પ્રમાણમાં હોય છે. તે તમારી આંખો અને હૃદય માટે સારૂ હોય છે.

તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. રિયલ માં તરબૂચ ની તાસીર ઠંડી હોય છે તેથી આ મગજ ને શાંત રાખે છે. તરબૂચ ના બીજ અને છોતરા પણ ઘણા ઉપયોગી છે. બીજ ને પીસીને ચહેરા પર લગાવવાથી સુંદરતા આવે છે. સાથે જ આનો લેપ માથા ના દુખાવા માં પણ આરામ આપે છે. તો ચાલો ફ્રેન્ડસ ઉપવાસ માં ખવાય અને વેસ્ટ માંથી બેસ્ટ તરબુંજ છોતરા માંથી ફરાળી આઈસ્ક્રીમ બનાવાની રેસિપી જોઈ લઈયે…

“તરબૂચ છોતરા માંથી ફરાળી આઈસ્ક્રીમ”

સામગ્રી –

  • 1 વાટકી તરબુજ નો વેસ્ટ સફેદ ગર્ગ
  • 1 વાટકી લીલા નાળિયેર ની મલાઈ
  • 1 વાટકી મિલ્ક પાવડર
  • 1 વાટકી દૂધ ની મલાઈ
  • 2 ચમચી વ્હીપ ક્રીમ
  • 5 ચમચી મધ
  • 1 વાટકી કેસર પલાળેલું ઠંડુ દૂધ.
  • થોડી પિસ્તા ની કતરણ ( optional )

રીત:-

સૌ પ્રથમ તરબુજ ના સફેદ ગર્ગ ને ક્રશ કરી લેવું.હવે લીલાં નાળિયેર ની મલાઈ કાઢી ચર્ન કરી લેવી. પછી મલાઈ, ઠંડુ દૂધ, મિલ્કપાવડર, તરબુજ નો ગર્ગ, મધ નાખી ફરી ચર્ન કરી લેઉ.

કેસરવારા દૂધથી આઈસ્ક્રીમ નો કલર ખુંપ સરસ આવશે..

ચર્ન ધીરે ધીરે કરવુ જેથી ક્રીમ નું માખણ ના થઈ જય.

હવે તેમાં વ્હિપ ક્રીમ ઉમેરી બિટર થી બીટ કરી લેવું.

બરાબર બીટ થઈ જય એટલે પ્લાસ્ટિક ના ડબ્બામાં ભરી પિસ્તા ની કતરણ ભભરાવી ડીપ ફ્રીઝરમાં ૬ થી ૭ કલાક સેટ થવા મૂકી દેઉ.

આ આઈસ્ક્રીમ ને બીજી વાર ચર્ન કરવાની જરૂર નથી.

એકદમ સોફ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ તૈયાર થશે..

તો તૈયાર છે એકદમ Easy n Yummmy વેસ્ટ ઓફ ધ બેસ્ટ ઠંડા ઠંડા કુલ કુલ આઈસ્ક્રીમ…..😋😋

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *