તરબૂચનું શરબત – ઉનાળાની મોસમમાં જરૂરથી કરવુ જોઈએ તરબૂચનુ સેવન કેમ જાણો…

ઉનાળાની સીઝનમાં શરીરને ઠંડુ રાખવુ ખૂબ જ જરૂરી હોઈ છે અને આ મોસમમાં પાણી યુક્ત ચીજો જેમ કે તરબૂચનુ સેવન કરવુ શરીર માટે લાભદાયક હોઈ છે. તરબૂચને મિનરલનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીરની રક્ષા ઘણી પ્રકારની બિમારીઓથી થાય છે. એટલે તમે તરબૂચનુ સેવન જરૂરથી કરો. તો આવો જાણીએ તરબૂચના ફાયદા

તરબૂચમાં મળી આવે છે ઘણાબધા તત્વ

તરબૂચને અંગ્રેજી ભાષામાં વોટરમેલન કહેવામાં આવે છે અને તેની અંદર વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, આયરન, વિટામીન ડી, વિટામીન બી-૬, કોબાલિન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. તેના સિવાય તરબૂચની અંદર કાર્બોહાઇડ્રેટ પ્રોટિન ફાઈબર અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજ તત્વ પણ રહેલા હોઈ છે અને આ તત્વ આપણા શરીરને બિમારીઓથી લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.

તરબૂચના ફાયદા -માથાના દુખાવામાં મળે આરામ

ઉનાળીની ઋતુમાં તડકામાં વધુ સમય રહેવાથી ઘણીવાર માથાનો દુખાવો થઈ જાય છે. જો તમને પણ આ મોસમમાં આ સમસ્યા રહે છે તો તમે તરબૂચનુ સેવન કરવાનુ રાખો. તરબૂચ ખાવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે જ માથાનો દુખાવો એકદમ મટી જાય છે.

માંસપેશીઓના દુખાવાથી મળે રાહત

તરબૂચ ખાવાથી માંસપેશીઓ પર સારી અસર પડે છે અને માંસપેશીઓમાં થતો દુખાવો એકદમ મટી જાય છે. એટલે જે લોકોને અવારનવાર માંસપેશીઓમાં દુખાવો કે ખેંચાણની ફરિયાદ રહે છે, તે લોકો તરબૂચનુ સેવન કર્યા કરે.

તરબૂચ પર કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ કે આ ફળ ખાવાથી માંસપેશીઓમાં થતા દુખાવાથી આરામ મેળવી શકાય છે. શોધકર્તાઓને અનુસાર તરબૂચની અંદર એમિનો એસિડ એલ સિટ્રોલાઈન મળી આવે છે અને એ માંસપેશીઓ માટે લાભદાયક હોઈ છે. એમિનો એસિડ એલ સિટ્રોલાઈન સિવાય તરબૂચમાં એંટિઓક્સિડેંટ પણ વધુ માત્રામાં મળી આવે છે અને આ માંસપેશીઓ થનાર પ્રોટિનની કમીને પૂરી કરે છે.

રક્તચાપ ઓછો કરે

રક્તચાપ ઓછો કરવામાં પણ તરબૂચ ખૂબ લાભદાયક હોઈ છે અને તે ખાવાથી રક્તચાપના દર્દીઓને ખૂબ ફાયદો પહોંચે છે. ખરેખર, તરબૂચની અંદર પોટેશિયમ અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોઈ છે અને એ રક્તચાપને ઓછો કરવામાં સહાયક માનવામાં આવે છે. એટલે ઉચ્ચ રક્તચાપથી ગ્રસ્ત લોકો એ તરબૂચનુ સેવન જરૂરથી કરવુ જોઈએ. રોજ તેને ખાવાથી રક્તચાપ આપમેળે જ ઓછો થવા લાગી જશે અને નિયંત્રણમાં આવી જશે.

વજન થાય ઓછુ

તરબૂચ ખાવાથી વજન પણ ઓછુ કરી શકાય છે. એટલે જે લોકો પોતાનુ વજન ઉતારી રહ્યા છે તે પોતાના ડાઈટમાં તરબૂચને જરૂર શામેલ કરી લે. અસલમાં, તરબૂચ ખાવાથી ભૂખ વધુ નથી લાગતી અને તેમાં ફેટ ખૂબ ઓછી માત્રામાં હોઈ છે. તેના સિવાય તરબૂચની અંદર સિટ્રલિન પણ મળી આવે છે અને આ તત્વ વજન ઉતારવામાં મદદરૂપ સાબિત થાય છે. એટલે જે લોકો જાડાપણાની સમસ્યાથી હેરાન છે, તે તરબૂચનુ સેવન કરવાનુ શરૂ કરી દે. તેને ખાવાથી વજન આપમેળે જ ઓછુ થવા લાગી જશે.

આંખો માટે લાભદાયક

તરબૂચની અંદર વિટામીન એ મળી આવે છે જે આંખો માટે લાભદાયક માનવામાં આવે છે. એટલે તરબૂચ ખાવાથી આંખોની રોશની બરાબર જળવાઈ રહે છે અને આંખોથી જોડાયેલી ઘણી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

શરીરમાં ઉર્જા બની રહે છે

તરબૂચમાં મળી આવતા વિટામીન અને બિટા કેરોટીન શરીરમાં ઉર્જાનુ સ્તર ઓછુ નથી થવા દેતા. એટલે કસરત કે વ્યાયામ કરતા પહેલા તરબૂચ ખાવુ ફાયદાકારક હોઈ છે અને તેને ખાવાથી તમે કસરત કરતા સમયે થાકતા નથી અને તમારા શરીરમાં ઉર્જા બની રહે છે.

શરીરમાં ના થાય ડિહાઈડ્રેશનની કમી

તરબૂચની અંદર પાણી વધુ માત્રામાં રહેલુ હોઈ છે અને તેને ખાવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી. એટલે તમે ગરમીની મોસમમાં રોજ તરબૂચ ખાવાનુ રાખો. તેને ખાવાથી શરીરમાં પાણીનુ લેવલ ઓછુ નહિ થાય અને તમને તડકામાં ચક્કર આવવાની તકલીફથી છૂટકારો મળી જશે.

કબજિયાતની તકલીફથી મળશે રાહત

તરબૂચ ખાઇને કબજિયાતની તકલીફથી રાહત મેળવી શકાય છે. કબજિયાત થવા પર તમે બસ એક ગ્લાસ તરબૂચનો જ્યૂસ પી લો. જ્યૂસ પીવાના તરત બાદ તમારું પેટ સાફ થઈ જશે. તેના સિવાત તરબૂચ ખાવાથી પેટ ઠંડુ પણ રહે છે અને ઉનાળામાં ઝાળાની સમસ્યા પણ નથી થતી.

હ્દયને સ્વસ્થ રાખવામાં

તરબૂચ હ્દય માટે ખૂબ લાભદાયક હોઈ છે અને તેને ખાવાથી હ્દય સ્વસ્થ રહે છે. ખરેખર, તરબૂચ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત હોવાથી હ્દયના સ્વાસ્થય પર સારી અસર પડે છે. એટલે જે લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધુ છે તો લોકો તરબૂચનુ સેવન કરે. કારણ કે વધુ કોલેસ્ટ્રોલ હોવાથી હ્દય પર ખરાબ અસર પડી શકે છે અને તમને હ્દયથી જોડાયેલી ગંભીર બિમારી થઈ શકે છે.

ચહેરા પર આવે ગ્લો

તરબૂચમાં લાઈકોપીન રહેલુ હોઈ છે અને તેને ત્વચા માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે. એટલે જે લોકો નિયમિત રુપથી તરબૂચનુ સેવન કરે છે તેમની ચામડી હમેંશા યુવાન બની રહે છે અને તેમના ચહેરા પર કરચલીઓ પણ જલ્દી નથી આવતી. તરબૂચની જેમ જ તેના બી પણ ચહેરા માટે ફાયદાકારક હોઈ છે. તરબૂચના બીને પીસીને ચહેરા પર ઘસવાથી બ્લેકહેડ્સ એકદમ ગાયબ થઈ જાય છે. એટલે જો તમને બ્લેકહેડ્સની સમસ્યા છે તો તમે તેની પેસ્ટ ચહૈરા પર લગાવી લો.

કેવી રીતે કરવુ તરબૂચનુ સેવન

તરબૂચને કાપીને ખાવામાં આવે છે. જ્યારે ઘણા લોકો તરબૂચનો જ્યૂસ પીવાનુ પસંદ કરે છે. એટલે તમે ઇચ્છો તો તરબૂચનો જ્યૂસ પણ પી શકો છો. જોકે તમે આ વાતનું ધ્યાન રાખો કે તમે તરબૂચનુ તાજુ જ્યૂસ જ પીવો.

ગરમીના તાપમાં શું તમે તરબૂચનું શરબત પીધું છે? તરબૂચનું શરબત ઉત્તર ભારતમાં તો વધુ લોકપ્રિય નથી પરંતુ મુંબઈમાં તરબૂચનું શરબત ખૂબ પસંદ કરવામાં આવે છે.

વર્ષો પહેલા અમે મુંબઈમાં મેટ્રો સિનેમાની સામે અફલાતૂન ભાઈના રેસ્ટોરન્ટ ક્યાનીઝમાં તરબૂચનો રસ પીતા હતા. ચિકણી ઉમસ અને ગરમીના તાપ વચ્ચે તરબૂચના એક ગ્લાસ રસથી જે તૃપ્તિ મળે છે એ માત્ર પીને જ જાણી શકાય છે. તો આવો આજ તરબૂચનું શરબત બનાવીએ.

જરૂરી સામગ્રી

૫- ગ્લાસ શરબત બનાવવા માટે

તરબૂચ- ૨ – ૨૧/૨ કિગ્રા

લીંબુ- ૧

બરફના ટુકડા-૧ કપ

રીત


તરબૂચને ધોવો, કાપો, જાડો લીલો ભાગ છીણીને કાઢી નાખો, લાલ ભાગના એટલા નાના ટુકડા કરો જે તમારા મિક્સરમાં આસાનીથી ચાલી શકે.

મિક્સરમાં તરબૂચના ટુકડા નાખીને મિક્સ કરો. થોડી જ વારમાં ગરભ અને રસ એક દમ ભળી જશે. હવે આ રસને ચારણીમાં ગાળી લો.

જ્યૂસનો સ્વાદ વધારવા માટે એક લીંબુ નીચોવી લો અને ગ્લાસમાં નાખો બરફના ટુકડા નાખીને ઠંડુ કરો. તમે ઈચ્છો તો ગ્લાસમાં શરબતની ઉપર ૧-૨ ફોદીનાના પાન પણ સજાવી શકો છો અને તેને તમારા સ્વાદ મુજબ ખાંડ ઉમેરીને વધુ મીઠું પણ કરી શકો છો, પરંતુ મને તો આ વગર વધારાની ખાંડ નાખ્યે તેના વાસ્તવિક સ્વાદમાં જ પસંદ આવે છે.

ઠંડુ ઠંડુ તરબૂચનું શરબત તૈયાર છે અને હવે પીઓ આ ઠંડુ ઠંડુ તરબૂચનું લાલ શરબત. તેને પીધા બાદ તમે બજારમાં વહેંચાતા બનાવટી રંગ અને સ્વાદ વાળી રંગીન પાણીની બોટલોને અડકશો પણ નહિ. તરબૂચના ફાયદા જાણીને દંગ રહી જશો


શું તમે જાણો છો કે જે તરબૂચને ફક્ત મીઠુ ફળ સમજીને તમે ખરીદી લાવ્યા છો હકીકતમાં એ ગુણોની ખાણ છે અને તમારી ઘણી પ્રકારની સમસ્યાઓ પળવારમાં દૂર કરી શકે છે?

બજારમાં હાલના દિવસોમાં તરબૂચના ઢગલા લાગેલા છે. ઉપરથી થોડું કઠણ દેખાતું તરબૂચ અંદરથી પાણી-પાણી હોઈ છે. અવારનવાર દુકાનદાર તમને તરબૂચનો એક ટુકડો કાપીને બતાવતા હશે અને તેના લાલ રંગની સોગંદ આપી તમને તેને ખરીદવા માટે કહેતા હશે.

તમે પણ તેના લાલ રંગને જોઈને તેના મીઠા હોવાનું અનુમાન લગાવી લેતા હશો અને ખરીદી લેતા હશો. પરંતુ શું તમે જાણો છો કર જેને તમે ફક્ત મીઠુ ફળ સમજીને ખરીદી લાવ્યા છો અસલમાં તે ગુણોની ખાણ છે.

તરબૂચ ખાવાના અનોખા ફાયદા

૧.તરબૂચમાં લાઈકોપિન મળી આવે છે જે ત્વચાની ચમક જાળવી રાખે છે.

૨. હ્દય સંબંધિત બિમારીઓને રોકવામાં પણ તરબૂચ રામબાણ ઉપાય છે. આ દિલ સંબંધિત બિમારીઓને દૂર રાખે છે. ખરેખર આ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરે છે જેનાથી આ બિમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે.

૩.વિટામીન અને કી ભરપૂર માત્રા હોવાને કારણે આ શરીરની ઈમ્યૂન સિસ્ટમને પણ સારી રાખે છે.

૪.તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. હકીકતમાં તરબૂચની તાસિર ઠંડી હોઇ છે એટલે એ મગજને શાંત રાખે છે.

૫. તરબૂચના બી પણ ઓછા ઉપયોગી નથી હોતા. બી પીસીને ચહેરા પર લગાવવાથી નિખાર આવે છે. સાથે જ તેનો લેપ માથાનાં દુ:ખાવામાં પણ આરામ આપે છે.

૬.તરબૂચના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે. સાથે જ લોહીની ખામી થવા પર તેનો જ્યૂસ ફાયદાકારક સાબિત થાય છે.

૭.તરબૂચને ચહેરા પર ઘસવાથી નિખાર તો આવે છે સાથે બ્લેકહેડ્સ પણ દૂર થાય છે.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *