વોટર મેલન કુલર – ફટાફટ બની જતું અને ગરમી દૂર કરતુ આ ઠંડક આપતું પીણું આજે જ બનાવો…

વોટર મેલન કુલર :

ઉનાળાની ગરમીમાં સૌથી વધારે ઠંડક આપતું ફ્ર્રુટ વોટરમેલન – તરબુચ છે. તેમાંથી સ્મુધી, જ્યુસ, આઇસ્ક્રીમ,પોપ્સિકલ્સ વગેરે તેમેજ તેની છાલમાંના સફેદ ભાગમાંથી શાક, મુઠિયા વગેરે બનાવી શકાય છે. તેમાંથી વોટરમેલન કુલર બનાવવામાં ખૂબજ સરળ અને જલદી બની જાય છે. વોટરમેલન કુલર એ ઉનાળા માટે સંપુર્ણ પીણું છે. તેમાં સુગર ઉમેર્યા વગર પણ પીય શકાય છે. તે હેલ્ધી અને કીડ્સ-ફ્રેંડલી છે. કેમકે બાળકોને ખૂબજ ભાવે છે. તે પીવાથી ફ્રેશનેસ ફીલ થાય છે. તેમાં પાઇનેપલ અને ગ્રેપ્સ ઉમેરીને મેં અહીં થોડા ટ્વીસ્ટ સાથે નોન ડેરી કૂલર બનાવ્યુ છે. તેમાં સોડા ઉમેરીને પણ પીય શકાય છે. તે લાઇટ અને ઓછી કેલેરી વાળુ છે.

તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને બધા માટે વોટરમેલન કુલર ચોક્કસથી બનાવજો.

વોટર મેલન કુલર બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ છાલ અને બી કાઢેલા તરબુચના પીસ
  • 20-25 લીલી દ્રાક્ષ – કાપેલી
  • 10 સ્લાઇઝ પાઇનેપલ – બારીક સમારેલી
  • 3-4 લીલી દ્રાક્ષ ઉભી કાપેલી
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • 2 ટેબલ સ્પુન સુગર
  • ¼ ટી સ્પુન કાળા મરીનો પાવડર

ગાર્નિશિંગ માટે :

  • 2 ટેબલ સ્પુન જેલી સ્વીટ – મલ્ટી કલરની
  • થોડા તરબુચના નાના પીસ
  • થોડા નાના પીસ પાઇનેપલ

વોટર મેલન કુલર બનાવવાની રીત :

સૌ પ્રથમ તરબુચને કાપીને તેનો વ્હાઇટ અને ગ્રીન છાલનો ભાગ રીમુવ કરો. ત્યાર બાદ બાકી રહેલા લાલ ભાગના તરબુચમાંથી તેના બી રીમુવ કરો અને મોટા પીસ કરી લ્યો.

હવે પાઇનેપલના યલો પાર્ટ ના નાના પીસ કરી લ્યો.

દ્રાક્ષને હાફ કાપી લ્યો.

હવે તરબુચના પીસ, પાઇનેપલના પીસ અને કાપેલી દ્રાક્ષના પીસને એક મોટા ગ્રાઇંડર જારમાં ઉમેરી દ્યો. એકદમ સારી રીતે ફાઇન ગ્રાઇંડ કરી જ્યુસ બનાવી લ્યો.

હવે તેમાં 1 ટી સ્પુન ચાટ મસાલો, 2 ટેબલ સ્પુન સુગર, ¼ ટી સ્પુન કાળા મરીનો પાવડર ઉમેરીને ફરીથી ગ્રાઇંડ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 6-7 આઇસ ક્યુબ ઉમેરી 2-3 વાર ચર્ન કરી લ્યો. હવે તેને ગ્લાસમાં પોર કરી લ્યો.

ઉનાળાની સખત ગરમી માં ઠંડક આપે તેવું ઠંડા –ઠંડા કુલ કુલ વોટરમેલન કુલર સર્વ કરવા માટે રેડી છે.

હવે વોટરમેલન કુલર ભરેલા ગ્લાસમાં જેલી સ્વીટ – મલ્ટી કલરની, થોડા તરબુચના નાના પીસ અને થોડા નાના પીસ પાઇનેપલના ઉપરથી ઉમેરી ગાર્નિશ કરો. વોટરમેલન કુલર ડ્રિંક્સ લેતી વખતે તેમા આ બધાના ચંક્સ આવવાથી વધારે ટેસ્ટી લાગશે. સર્વ કરતી વખતે તેમાં 2-3 આઇસનાં ક્યુબ ઉમેરી સર્વ કરો.

• ઇઝી અને ક્વીક બનતા આ વોટરમેલન કુલરને વધારે ઝડપી બનાવવા માટે વોટર મેલનની છાલ અને બી કાઢી નાના પીસ કરી કંટેઇનરમાં ભરી રેફ્રીઝરેટરમાં સ્ટોર કરી રાખો. ( 3 દિવસ સુધી સ્ટોર કરી શકાય). તેમ કરવાથી ગેસ્ટ આવ્યા હોય કે ઘરના લોકો માટે વોટર મેલન કુલર તરતજ બનાવી શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *