શું વર્કીંગ મધર હોવાથી તમે ફેમિલિને સમય નથી આપી શકતા ? તો આટલું જરૂર વાંચો…

શું તમે વર્કિંગ મધર છો ? અને ફેમિલીને સમય નથી આપી શકતા ?

તમે મુંઝાવો છો કે સમયના અભાવે તમે તમારા કુટુંબ સાથે ક્વોલિટી ટાઈમ પસાર નથી કરી શકતા ?

તમને યાદ છે કે છેલ્લે ક્યારે તમે તમારા કુટુંબ સાથે ક્વાલીટી ટાઇમ પસાર કર્યો હતો ? સોમવારની સવારથી કામની ચક્કી ચાલુ થાય કે છેક શનિવારની સાંજ સુધી ચક્કી ચાલુ જ રહે. અને રવિવારે આખા અઠવાડિયાનું ક્લિનંગ કરવાનું. પુરું થઈ ગયું અઠવાડિયું ફરી પાછો આવી ગયો સોમવાર. ખરેખર કુટુંબ સાથે થોડીક શાંતિની પળો કાઢવી ખુબ અઘરી છે.

આ વાત દરેક વર્કિંગ વુમનને લાગુ પડે છે. બધાની એક જ ફરિયાદ હોય છે કે કુટુંબ માટે સમય નથી નીકળતો, અરે ! પોતાના માટે પણ સમય ક્યા મળે છે ?

ખરેખર એ ખુબ જ જરૂરી છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે થોડો લગાવ બતાવો અને તેમને જણાવો કે તમે પણ તેમની કેર કરો છો.

આજના આ લેખમાં અમે તે બાબતે કેટલીક ટીપ્સ આપવા જઈ રહ્યા છે જેને તમે તમારા રોજિંદા જીવનમાં અને તમારા ટાઇટ શેડ્યુલમાં પણ અપનાવી શકો છો અને તે દ્વારા ફેમિલિને ક્વાલિટી ટાઈમ ફાળવી શકો છો.

એક સાથે સાંજનું જમણ લોઃ અહીંથી શરૂઆત કરો. રાત્રી એક એવો સમય છે જ્યારે કુટુંબના બધા જ સભ્યો ઘરે હાજર હોય છે. કુટુંબના દરેક સભ્ય માટે એક કડક નિમય બનાવી દો કે સાંજનું જમણ બધાએ સાથે જ લેવું.

મહિનામાં એક પિકનિક ચોક્કસ ગોઠવોઃ કુટુંબ સાથે બહાર જવાથી તમારું મન પ્રસન્ન રહેશે અને કુટુંબના દરેક સભ્ય તાજગી અનુભવશે ઉપરાંત દરેક સભ્ય વચ્ચેનું બોન્ડીંગ ગાઢ બનશે. પિકનિક પર જાઓ, કોઈ ઐતિહાસિક જગ્યાની મુલાકાત લો, બહાર લન્ચ લો.

અઠવાડિયાના અંતે શોપિંગઃ તમે ગમે તેટલા વ્યસ્ત હોવ તમને ખરીદીનો સમય મળી જ રહેશે. તો પછી તમારે શોપિંગ પર પણ તમારા ઘરના સભ્યો જોડે જ જવું જોઈએ. તેમ કરવાથી મજા આવશે; તમે ખરીદીના અંતે તમારા બાળકોને આઇસ-ક્રીમની ટ્રીટ આપી શકો છો.

અઠવાડિયામાં એકવાર ઘરના વડિલો સાથે હુંફ ભરી વાતો કરોઃ તમારા માતાપિતા કે તમારા સાસુ-સસરા ને પણ જાણવા દો કે તમે તેમની કેર કરો છો. તેમના પ્રત્યે પણ થોડી હુંફ બતાવો, તેમની તબિયત વિષે પુછો, તમારી સમસ્યાઓ તેમની સાથે શેયર કરો, અને તેમના માટે કંઈક સ્પેશિયલ ખાવાનું બનાવો. તમારા તરફથી થતો આ નાનકડો પ્રયાસ તેમને ખુબ ખુશ કરશે.

કુટુંબની પરંપરાઓની ઉજવણી કરોઃ કુટુંબના દરેક ફંક્શન અથવા પરંપરાઓને પુરા ઉત્સાહથી ઉજવો. એક ફેમિલિ જે સાથે ઉજવણી કરે છે, જે સાથે જમે છે તે હંમેશા ખુશ રહે છે.

તમારા માતાપિતા સાથે ક્વાલિટી સમય પસાર કરો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *