બિસીબેલે રાઇસ – કન્નડ સ્ટાઈલથી તમે પણ બનાવો આ રાઈસ, શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સાથે…

હેલો મિત્રો હુ અલ્કા જોષી આજ ફરીથી એકવાર હાજર થઈ છુ.એક સાઉથ ઈન્ડિયન વાનગી લઈને.જે તમિલ તેલુગુ અને કન્નડ લોકો અલગ અલગ રીતે બનાવે છે.ઓરિજીનલી આ કર્ણાટકની વાનગી છે. જેનુ નામ છે.

———–બિસી બેલે ભાત———-

હુ આજે કન્નડ સ્ટાઈલથી બનાવતા શીખવુ છુ. આ એકદમ ઢીલા હોય છે.સાથે ચોખા અડદના પાપડ જેને અપલમ કહેવાય છે.અને બેબી કેરી નુ અથાણુ જેને વડુ માંગા કે માવાડુ કહેવાય છે.


સામગ્રી–

સરગવાની સીંગ આઠ દસ

એક મિડિયમ બટાકુ

લીલા વટાણા એક નાની વાટકી

ગાજર એક નાનુ

મૂળો અડધો

ફણસી દસ

રીંગણ બે

લીલુ કેપ્સીકમ અડધુ.

ડુંગળી એક મોટી

ટમેટા મિડિયમ બે નંગ

લીમડો પંદર થી વીસ પાન.

રીત—


1)ઉપરના બધા શાક તમારી પસંદ પ્રમાણે સમારી લેવા.મે લાંબી ચીરી કરી છે.


2) રીંગણ ડુંગળી ટમેટા અને કેપ્સીકમ સિવાયના બીજા શાક કુકરમાં એક સીટી વગાડી લો.વધારે ન બાફવા નહિતર શાક ગળી જશે અને ખાવાની મજા નહી આવે.

3)વાટવાનો મસાલો–

આમલી પેસ્ટ બે ચમચી

ગોળ એક નાનો ટુકડો

તલ અને ખસખસ એક એક નાની ચમચી શેકી લેવા

સુકું નાળિયેર અડધી કાચલી સમારેલુ અથવા રેડીમેડ પાઉડર બે ચમચી શેકી લેવુ.

સાંભાર પાઉડર અડધો કપ.મે ઘરનો બનાવેલ વાપર્યો છે.રેડીમેડ હોય તો તીખાશ પ્રમાણે વધઘટ કરી ને લેવો.

તજ એક ઈંચ ટુકડો લવિંગ ચાર પાચ શેકેલા. લીમડા ના પાન દસ આ બધુ મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવી લો.

4) તુવેર દાળ અડધો વાટકો ચોખા એક વાટકો .બન્ને ધોઈને એક કલાક પલાળી ને કુકરમાં દાળ ચોખા ઉપર આંગળી મૂકી ને ત્રણ વેઢા ડૂબે એટલુ પાણી નાખી ચપટી હળદર મીઠુ નાખી ખીચડી ની જેમ બાફી લેવા. બે કે ત્રણ સીટીમા બફાઈ જશે.

વઘાર માટે સામગ્રી.

હળદર એક ચમચી.

દેશી ઘી પાંચ મોટી ચમચી.

સૂકા લાલ મરચા તમારી પાસે જે હોય તે ચાર પાંચ.

અડદ દાળ એક નાની ચમચી.

નમક સ્વાદ મુજબ

હીંગ ચપટી.

રાઈ જીરુ એક એક ચમચી

તેલ બે મોટી ચમચી.

5) હવે મોટી કડાઈમા બે મોટી ચમચી તેલ અને બે મોટી ચમચી ઘી ગરમ કરો. રાઈ જીરુ એકેએક નાની ચમચી અને એક નાની ચમચી અડદ દાળ નાખી શેકાય પછી હીંગ ચપટી નાખી લીમડાના પાન અને સમારેલી ડુંગળી સાંતળો

6)હવે રીંગણ કેપ્સીકમ સમારેલા નાખી ચડવા દો.પોણા ભાગના ચડી જાય એટલે ટમેટા નાખી બે મિનિટ ચોડવો.ચપટી મીઠુ નાખવું.

7)ત્યાર બાદ બાફેલા શાકભાજી તેના બફાયેલા પાણી ની સાથેજ નાખી દો.


8) વાટેલી મસાલા પેસ્ટ ઉમેરી ઉકાળો.


9)હવે તૈયાર દાળ ચોખાની ખીચડી ઉમેરો.જો કઠણ હોય તો ખીચડીમા પા ગ્લાસ પાણી નાખી ઢીલી કરી લેવી.હવે હળવા હાથે બધુ મિક્સ કરો.આપણે ઓલરેડી બધુ બાફતી વખતે અલગ અલગ મીઠુ નાખેલુ જ છે એટલે ચાખીને જરુર હોય તો જ નાખવું.પાંચ મિનિટ ઢાંકીને ઘી મા તાપે સીઝવા દો.છેલ્લે પીરસતી વખતે બાકી વધેલું ત્રણ ચમચી ઘી ઉપર રેડીને કોથમીર છાંટીને ગરમાગરમ પીરસી દો…….. તૈયાર છે મારી સ્ટાઈલ મા કન્નડ વાનગી બીસી બેલે ભાત………


નોંધ—

શાક તમારી પસંદના તેમ જ ઓછી વતી માત્રામાં લઈ શકાય.એ જ પ્રમાણે તીખાશ અને ખટાશ પણ તમારી પસંદ મુજબ વધઘટ કરી શકાય. તો તમે પણ જરુર બનાવો અને હા તમારાં ફીડબેક આપવાનુ ભૂલતા નહી.ફરીથી આવીશ એક નવી ઈન્ટરેસ્ટિંગ વાનગી લઈને ત્યા સુધી બાય.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *