આ તો કંઈ માણસાઈ છે? BMW કાર મંડપ સુધી ન પહોંચી તો આણંદમાં વરરાજા કન્યા વિદાય પહેલાં જ સ્થળેથી ભાગી ગયો

આણંદમા સભ્ય સમાજને ન શોભે એવી એક ઘટના હાલમાં બની છે. આણંદના નાપાડવાટા ગામમાં પરણવા આવેલ જાન વધૂને લીધા વગર પાછી ચાલી ગઈ છે. વિદાય સમયે મંડપમાં જવાનો રસ્તો ખૂબ સાંકડો હોવાથી વરરાજા ધ્રુવેશભાઈની BMW કાર લગ્નના મંડપ સુધી પહોંચી ન શકી. તેથી ત્યાં વરરાજાનો અહમ ઘવાયો ગયો હતો. તેથી વરરાજા ધ્રુવેશભાઈનો અહમને ઠેસ પહોચવાથી નવવધૂને લીધા વગર જ પરત ફર્યો છે. તેને લઇને કન્યાની વિદાઈ ત્યાં જ અટકી ગઈ છે.

દહેજ માગ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે :
આ આખો મામલો હવે જય ભારતી ફાઉન્ડેશન સુધી પહોંચી ગયો છે. ત્યાં વરરાજાએ દહેજમા ૨ લાખ રૂપિયા રોકડા અને એક બાઈકની માંગણી કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ૨ દિવસ પહેલા આ ઘટના બની છે. તેમ છતાં કન્યાએ હજુ પણ પોતાની આશા છોડી નથી. પિતા વગરની આ દીકરીના લગ્ન માટે તેના ભાઈએ પોતાની જમીન પણ ગીરવે મુકી દીધી હતી. તે છતા વરરાજા આ નવવધૂને લીધા વગર પાછા ફર્યા હતા.

वरमाला डाल मंडप से भाग गया दूल्हा, दुल्हन की भाभी से रचा ली शादी
image sours

અમારા આ સળગતા સવાલ :

વરરાજા નવવધૂને લીધા વગર કઇ રીતે જઈ શકે?

કાર ન પહોંચતા કન્યાનો ત્યાગ કરવો કેટલો યોગ્ય ગણાય?

તેની કાર ન પહોંચી તેમા વરરાજાનો એટલો બધો અહમ ઘવાયો ગયો ?

તેને રૂપિયાનો આટલો ઘમંડ કેમ છે?

સમાજના કહેવાતા આગેવાનોએ આ સમયે કેમ મૌન કેમ કરી લીધું?

દીકરીની જિંદગી સાથે રમત રમનાર આવા પરિવાર સાથે નાતો તોડી નાખવો જોઈએ?

વરરાજાની સાથે તેના પરિવારજનો પણ એટલા જ જવાબદાર કહેવાય ?

લગ્ન પછી તરત જ તમારી જવાબદારી કેમ ભૂલ્યો વરપક્ષ?

શું કારનુ મૂલ્ય તેના સંબંધો કરતા પણ વધારે છે?

સુ:ખ-દુ:ખમા સાથ આપવાના વચન ગણતરીના સમયમા જ કેમ ભૂલાય ગયા?

હાલમા જય ભારતી ફાઉન્ડેશન દ્વારા આ દીકરીને તેનો પતિ હસતા મુખે લઈ જાય તેવા પ્રયાસો કરવામા આવી રહ્યા છે. બીજી બાજુ સભ્ય સમાજના લોકો આ વરરાજાની આ હરકતને વખોડી રહ્યા છે. અને આ દીકરીને ન્યાય અપાવવા હામ ભરી રહ્યા છે. આ દીકરી એકી ટશે તેનો પતિ તેને લેવા માટે આવશે તેવુ રટણ કરીને બેઠી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *