મોલનું બિલ ઘટાડવા માટે અમદાવાદના મા દીકરાએ કર્યું ગજબનું કારસ્તાન, CCTV ચેક કર્યા ત્યારે ખબર પડી કે કેવું-કેવુ મગજ દોડાવ્યું

ઇસનપુરમાં રહેતા મૌલિક ભાઈ શાહ એક મોલમાં નોકરી કરતો હતો. આ દરમિયાન તેની માતા ખરીદી કરવા આવી હતી. પુત્રએ માતાએ જે વસ્તુઓ ખરીદી તેને સ્કેન ન કરી અમુક જ વસ્તુઓનું ઓછું બિલ બનાવી ચોરીનું કાવતરું આચર્યું હતું. ઘટનાની જાણ થતાં સીસીટીવી તપાસવામાં આવ્યા હતાં. જેમાં આશરે 13 હજારની વસ્તુઓનું બીલ ન બનાવી સ્કેન કર્યા વગર માતાને આપી દીધી હોવાનું સામે આવતા નિકોલ પોલીસ સસ્ટેશનમાં આ અંગે માતા-પુત્ર સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સિક્યોરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનાર રાહુલ ભાઈએ તેઓને વાકેફ કર્યા કે તેમના મોલમાં કોઈ ઘટના બની હોઈ શકે છે. પાંચ માસથી કેસ કલેક્શનમાં કામ કરતા આકાશ રાજપૂત એ કોઈ કૌભાંડ કર્યું હોવાની શંકા સેવી હતી. આ આકાશની માતા ખરીદી કરવા આવી ત્યારે વસ્તુઓ વધારે લીધી હતી જેની સામે બિલ ઓછું બન્યું હતું. એટલે તે બંને માતા પુત્રએ ઠગાઈ કરી હોવાની શંકા ગઈ હતી. બાદમાં સીસીટીવી ફૂટેજ જોતા આરોપી આકાશ એ અમુક વસ્તુઓ સ્કેન કર્યા વગર જ તેની માતાને આપી હોવાનું સામે આવ્યું હતું.

image source

બંને સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ હતી. આરોપી આકાશની માતાએ કાજુ, કેચઅપ, ચવાણું, બ્રેડ, બદામ, શર્ટ, તેલ, શેમ્પુ જેવી અનેક વસ્તુઓની ખરીદી કરી હતી. જેમાં આટલી બધી વસ્તુઓ ઓછી બતાવી બિલ ઓછું બનાવી વસ્તુઓની ચોરી કરી હોવાનું ખુલતા માતા-પુત્ર સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *