રામાયણમાં દશરથ અને કૌશલ્યાનું પાત્ર નિભાવનાર કપલ વચ્ચે હકીકતે કેવો સબંધ છે, તે અહીં જાણો

સ્વ.રામાનંદ સાગરનો સુપરહિટ ટીવી શો ‘રામાયણ’ સિનેમાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય ટેલિવિઝન શો છે. તેનું નિર્માણ, લેખન અને દિગ્દર્શન રામાનંદ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોમાં અરુણ ગોવિલ ‘ભગવાન રામ’ તરીકે, દીપિકા ચીખલીયા ‘દેવી સીતા’ તરીકે, સુનીલ લહેરી ‘લક્ષ્મણ’ તરીકે હતા. અરવિંદ ત્રિવેદી ‘રાવણ’ તરીકે, અને દારા સિંહ ‘હનુમાન’ તરીકે હતા. કોવિડ-19 ના કારણે લોકડાઉન દરમિયાન વર્ષ 2020 માં રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ શો 77 મિલિયન વ્યૂ સાથે વિશ્વનો સૌથી વધુ જોવાયેલો ટીવી શો પણ બન્યો.

Dasharath And Kaushalya In Ramanand Sagar Ramayan Were Husband Wife In Real Life Too
image source

રામાયણ એ ભારતીયો માટે એક શો કરતાં ખુબ વધુ છે, આ વાત નકારી શકાય તેમ નથી, કારણ કે શોમાં દરેક પાત્ર દર્શકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. જો કે, શોના બે મુખ્ય કલાકારો બાલ ધુરી અને જયશ્રી ગડકર વચ્ચેના સંબંધો વિશે બહુ ઓછું જાણીતું છે. બાલ ધુરી અને જયશ્રી ગડકર એટલે કે રામાયણના દશરથ અને કૌશલ્યા, આ બંને વચ્ચેનો સબંધ જાણીને તમને પણ આશ્ચ્ર્ય થશે. તો ચાલો અમે તમને આ બંનેના સબંધ વિષે જણાવીએ.

બાલ ધુરી અને જયશ્રી ગડકરના સંબંધ:

क्या आप जानते हैं? रामानंद सागर की 'रामायण' में 'दशरथ' और 'कौशल्या' रियल लाइफ में भी थे पति-पत्नी
image source

રામાયણમાં અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયાની કેમિસ્ટ્રી સિવાય, બાલ ધુરી અને જયશ્રી ગડકરએ પોતપોતાના અભિનયથી દર્શકોના દિલમાં ઉડી અસર છોડી છે. જ્યારે બાલ ધૂરીએ ભગવાન રામના પિતા ‘રાજા દશરથ’ નું પાત્ર ભજવ્યું હતું, સ્વર્ગસ્થ જયશ્રી ગડકર રાજા દશરથની ઓન-સ્ક્રીન પત્ની ‘કૌશલ્યા’ નું પાત્ર ભજવ્યું હતું. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે આ પ્રખ્યાત ઓન-સ્ક્રીન દંપતી વાસ્તવિક જીવનમાં પણ ‘પતિ અને પત્ની’ હતા.

બાલ ધુરી અને જયશ્રી ગડકર કામ:

क्या आप जानते हैं? रामानंद सागर की 'रामायण' में 'दशरथ' और 'कौशल्या' रियल लाइफ में भी थे पति-पत्नी
image source

બાલ ધુરી અને જયશ્રી ગડકર વાસ્તવિક જીવનમાં પતિ -પત્ની હતા, બાલ ધુરી એક લોકપ્રિય મરાઠી અભિનેતા છે, જેમણે જય બજરંગ બલી (1976), ધ ગ્રેટ મરાઠા (1994), તેરે મેરે સપને (1996) માં ખાસ ભૂમિકા ભજવી હતી અને ઘણી પ્રખ્યાત હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. બીજી બાજુ, જયશ્રી ગડકર પણ એક પ્રખ્યાત મરાઠી અભિનેત્રી હતી, જેમણે સાવલ માજા ઉકા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય જયશ્રી ટ્રેન્ડ ડાન્સર પણ હતી. તેણે 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. 29 ઓગસ્ટ, 2008 ના રોજ જયશ્રીનું નિધન થયું.

રામાનંદ સાગરની ટીવી સીરિયલ રામાયણ માત્ર 90 ના દાયકામાં જ નહીં પણ આજના યુગમાં પણ દર્શકોના દિલ પર રાજ કરવામાં સફળ રહી છે. આ ટીવી સિરિયલમાં દરેક પાત્રનું અલગ મહત્વ હતું અને દરેક પાત્રના કલાકારોએ બહુ જ મહેનત કરીને આ શોને ખુબ જ પ્રખ્યાત બનાવ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *