આ ગામમાં 50 વર્ષથી એક પણ બાળકનો જન્મ થયો નથી

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં છેલ્લા 50 વર્ષથી એક પણ બાળકનો જન્મ થયો નથી. નવાઈની વાત એ છે કે અહીં આ બધું માત્ર એક અંધશ્રદ્ધાને કારણે થઈ રહ્યું છે.આ ચોંકાવનારો કિસ્સો જિલ્લાના સાંકા જાગીર ગામનો છે જ્યાં ગ્રામીણો ગામની હદમાં કોઈ બાળકને જન્મવા દેતા નથી.

इस गांव में 50 साल से पैदा नहीं हुआ एक भी बच्चा, सच्चाई जानकर रह जाएंगे दंग - one child not born since 50 years In this village | Dailynews
image soucre

તેઓ માને છે કે જો બાળક ગામની હદમાં જન્મે છે, તો તે મૃત્યુ પામે છે અથવા અપંગ બની જાય છે. આ માટે ગ્રામજનોએ ગામની હદ બહાર એક ઓરડો પણ બનાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે જ્યારે મહિલાને લેબર પેઈન થાય છે ત્યારે તેને આ રૂમમાં લઈ જવામાં આવે છે. જ્યાં મિડવાઇફ બાળકને જન્મ આપે છે. માતા અને બાળકની તબિયતના સમાચાર મળતાં તેઓને થોડા કલાકો પછી ગામની સીમમાં પાછા લાવવામાં આવે છે.

50 साल से इस गांव में नहीं पैदा हुआ कोई बच्चा, वजह जान सोच में पड़ जाएंगे - No Baby Born In Madhya Pradesh Sanka Jahangir Village Last Fifty Years - Amar
image soucre

બીજી તરફ કેટલાક ગ્રામજનો આ વ્યવસ્થાને વડીલોનું ફરમાન ગણાવે છે. તેમના કહેવા મુજબ એક સમયે ગામમાં શ્યામજીનું મંદિર હતું. તેની પવિત્રતા જાળવવા માટે ગામના વડીલોએ નિર્ણય લીધો હતો કે ગર્ભવતી મહિલાની ડિલિવરી બહાર જ કરવી જોઈએ. ગામના વડીલોની વાત માનીએ તો તેમણે છેલ્લા 50 વર્ષથી અહીં કોઈ બાળકનો જન્મ થતો જોયો નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *