આ બુટના સોલમાં ભરેલી છે બિયર…કંપનીએ કહ્યું કે કાઢીને પી પણ શકો છો

તમે અત્યાર સુધી ઘણા પ્રકારના જૂતા જોયા જ હશે… કેટલાકની કિંમત કરોડો અને કેટલાક જૂતાની કિંમત માત્ર સો રૂપિયા છે. પરંતુ આજે અમે તમને જે જૂતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે તેમની કિંમતના કારણે નહીં પરંતુ અલગ હોવાના કારણે ફેમસ છે.આ એવા શૂઝ છે જેના સોલમાં બીયર ભરેલું હોય છે અને તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને પી શકો છો.

Heineken Drops Sneakers That Contain Actual Beer
image socure

અમે મજાક નથી કરી રહ્યા, આ બિલકુલ સાચું છે. ડચ બિયર બનાવનારી કંપની હેઈનકેને આવા શૂઝ બનાવ્યા છે, જેના વિશે તે દાવો કરે છે કે તેનો સોલ બીયરથી ભરેલો છે અને જૂતા ખરીદનાર જ્યારે ઈચ્છે ત્યારે બીયર પી શકે છે.

જૂતાની માત્ર 32 જોડી બનાવવામાં આવે છે

Heinekin launches sneakers with their soles full of beer. No, we are not kidding - India Today
image socure

હેઈનકેને આવા 32 જોડી જૂતા બનાવ્યા છે અને તેને આખી દુનિયામાં પ્રમોટ કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ શૂઝને હેઈનકેન બિયરની બોટલની જેમ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ શૂઝ સાથે તમને એક ખાસ પ્રકારનું ઓપનર પણ મળે છે. તમે આ ઓપનરનો ઉપયોગ જૂતામાંથી બીયર કાઢવા માટે કરો છો. કંપનીએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેના વિશે સંપૂર્ણ માહિતી પણ આપી છે. તેના સાત શૂઝ સિંગાપોરમાં પણ પ્રદર્શિત થવાના છે. આ શૂઝ ચીન, તાઈવાન, ભારત અને કોરિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પગરખાં કેવા લાગે છે

Heineken releases limited edition sneakers with soles filled with beer
image socure

આ શૂઝ લીલા, સફેદ રંગમાં આવે છે. તેમાં લાલ રંગનો સોલ છે. આ જૂતાના તળિયાની નીચે, તમે બીયર ભરેલી જોઈ શકો છો, જે કદાચ સર્જિકલ ઈન્જેક્શનનો ઉપયોગ કરીને ભરવામાં આવી હશે. આ શૂઝને લઈને સોશિયલ મીડિયા પર અલગ પ્રકારની ચર્ચા ચાલી રહી છે, કેટલાક તેને પસંદ કરી રહ્યા છે તો કેટલાક તેને નકામા ગણાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જૂતા પસંદ કરનારાઓની વસ્તી તેમને નાપસંદ કરતા લોકો કરતા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *